Operation Sindoor: ઓપરેશન સિંદૂર દરમિયાન BSF એ સાંબા સેક્ટરમાં ઘૂસણખોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ અંગે BSF ના DIG MS મંડ એ જણાવ્યું હતું કે અમારા બહાદુર સૈનિકોએ તેમને ઘણું નુકસાન પહોંચાડ્યું. અમારા મહિલા સૈનિકોએ પુરુષ સૈનિકો સાથે ખભે ખભો મિલાવીને ખૂબ જ સારું કામ કર્યું અને તેઓ ફોરવર્ડ મિશનમાં પણ હતા અને તેમને જે પણ ડ્યૂટી સોંપવામાં આવી તે તેમણે સ્વીકારી. તેમણે દુશ્મનોને વિસ્તારમાંથી ભગાડ્યા છે. આ ખૂબ જ મોટી સિદ્ધિ છે અને અમને તેમના પર ગર્વ છે.
BSF ના DIG SS મંડ એ સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમારા બહાદુર સૈનિકોએ તેમને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અમને ગુપ્ત માહિતી મળી હતી કે એક મોટું ગ્રુપ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે તેમના માટે તૈયાર હતા અને અમે તેમને 8 મેના રોજ શોધી કાઢ્યા. તેઓ 45-50 લોકોનું ગ્રુપ હતું. તેઓ આપણી જગ્યા તરફ આગળ વધી રહ્યા હતા. અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને અમે તેમના પર ધડાધડ ગોળીબાર કર્યો. અપેક્ષા મુજબ તેઓએ તેમની પોસ્ટ પરથી ભારે ગોળીબાર કરીને જવાબ આપ્યો. અમે તેમના પર ભારે અને સચોટ ગોળીબાર કર્યો. આ એક મુખ્ય કારણ હતું. તેઓ તેમની પોસ્ટ પરથી ભાગતા જોવા મળ્યા. અમે 1.5 કલાક તેમનો સામનો કર્યો. અમારા અધિકારીઓ આગળની પોસ્ટ પર સૈનિકો સાથે હાજર હતા.’
આ પણ વાંચો: ગુજરાતમાં સિંહોની સંખ્યા વધતા PM મોદી થયા ખુશ
અમે તેમના બંકરોનો નાશ કર્યો – એસ.એસ. મંડ
બીએસએફના ડીઆઈજી એસએસ મંડ એ વધુમાં કહ્યું, ‘આ આપણા સૈનિકોનું મનોબળ ખૂબ ઊંચું રાખવા માટે એક મુખ્ય પરિબળ હતું. અમે તેમના બંકરોનો નાશ કર્યો અને તેમની ગોળીબારની શક્તિ ઘટાડી. આપણા સૈનિકો હજુ પણ ઉર્જાથી ભરેલા છે અને જો દુશ્મન ફરીથી કોઈ કાર્યવાહી કરશે તો અમે દસ ગણી વધુ શક્તિથી જવાબ આપીશું.’
અમને મહિલા સૈનિકો પર ગર્વ છે – બીએસએફ ડીઆઈજી
એસએસ મંડ એ કહ્યું, ‘બધા નાગરિકો અમારી જવાબદારી છે. સાંબામાં કોઈનું નુકસાન થયું નથી. સરહદના લોકો અમારો પરિવાર છે. અહીં બીએસએફનું કોઈ નુકસાન થયું નથી. આપણી મહિલા જવાનોએ પુરુષ સૈનિકો સાથે ખભા મિલાવીને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેઓએ દરેક જગ્યાએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તે ફોરવર્ડ ઓપરેશનમાં હતી અને તેઓ જે સિટી સેન્ટર છે તેને પણ મેન્ટેન કરી રહી હતી. તેમને જે પણ ફરજ સોંપવામાં આવી હતી, તેમણે તેને સંપૂર્ણ જવાબદારી સાથે સ્વીકારી હતી. આપણા દેશની દીકરીઓએ તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે આ વિસ્તારમાંથી દુશ્મનોને ભગાડ્યા. આપણને બધાને તેમના પર ગર્વ છે અને અમે તેમને સલામ કરીએ છીએ.





