Lebanon Pager Explosion: લેબનોન અને સીરિયામાં ઘણા બ્લાસ્ટ થયા છે. અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે અને 4000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. માહિતી સામે આવી છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. એક પછી એક પેજર બ્લાસ્ટ કરવામાં આવ્યા અને મોટા સ્તરે વિનાશ થયો હતો. આ હુમલો કોણે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ લેબેનોનની શંકા ઈઝરાયેલ સામે છે. તેમને લાગે છે કે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે આ હુમલો કર્યો છે.
આ પેજર શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે?
હવે દરેકના મનમાં બે સવાલ આવી રહ્યા છે, પહેલો સવાલ પેજર શું છે, બીજો સવાલ એ છે કે શું મોબાઇલ ફોનમાં પણ આવા જ બ્લાસ્ટ થઇ શકે છે? હવે પહેલા સવાલનો જવાબ એકદમ સરળ છે. પેજર્સ પણ મેસેજ મોકલતું એક ડિવાઇસ છે, ફરક માત્ર એટલો જ છે કે તે રેડિયો સિગ્નલ દ્વારા સંદેશા મોકલે છે અને મેળવે છે. આ પેજર ડિવાઇસનો દુનિયાભરમાં ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ દેશોમાં મુસ્લિમોની હાલત સૌથી ખરાબ
જ્યારે મોબાઇલ ફોન બહુ લોકપ્રિય ન હતા, જ્યારે તેની કિંમત ઊંચી રહેતી હતી, ત્યારે પેજર્સ જ લોકો માટે સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર સાધન હતું. ભારતે એક સમયે આ પેજરનો ખૂબ ઉપયોગ કર્યો હતો. પરંતુ પેજર્સ સાથે પણ એક મોટી સમસ્યા છે. તેની સિક્યોરિટી સિસ્ટમ એકદમ નબળી છે, એટલે કે જો કોઇ નોર્મલ હેકિંગ પર આવે છે તો તે આ ડિવાઇસ સાથે ગડબડ કરી શકે છે. પેજર દ્વારા મોકલવામાં આવેલા કોઈપણ સંદેશાઓ એન્ક્રિપ્ટ થયેલ નથી. એવું માનવામાં આવે છે કે લેબનોનમાં આ વખતે જે રીતે હુમલો કરવામાં આવ્યો છે તેમાં પેજર્સને આવી જ રીતે હેક કરવામાં આવ્યા હતા.
શું તમારો ફોન બોમ્બ બની શકે છે?
હવે બીજા સવાલની વાત કરીએ તો શું મોબાઈલ ફોનને પણ આ રીતે બ્લાસ્ટ કરી શકાય? આનો જવાબ હા છે કારણ કે જે રીતે ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતે તે સતત બદલાતી રહે છે, આગામી દિવસોમાં કશું જ અશક્ય બનવાનું નથી. આમ જોવા જઈએ તો મોબાઈલ હેક કરવો ખુબ જ મુશ્કેલ છે. જાણકારોનું માનવું છે કે એન્ડ્રોઇડ અને આઇઓએસ મોડલમાં હેકિંગની શક્યતા પણ અલગ છે. એવું જાણવા મળ્યું છે કે આઇઓએસ કરતા એન્ડ્રોઇડને વધુ સરળતાથી હેક કરી શકાય છે.
આ પણ વાંચો – મોસાદે પેજર બ્લાસ્ટનું કાવતરું કેવી રીતે ઘડ્યું?
આમ જોવા જઈએ તો મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થઈ શકે છે તેને નકારી શકાય નહીં. એક નાનો એક્સપ્લોસિવને જરૂર ફીટ કરી શકાય છે. બોમ્બની દુનિયામાં એક સી4 નામનો એક વિસ્ફોટક છે. જે ફોનની બેટરીમાં ફિટ કરી શકાય છે, જેના દ્વારા વિસ્ફોટ થાય છે. સમજવા જેવી વાત એ છે કે વાયરલેસ સિગ્નલ દ્વારા વિસ્ફોટો થાય છે. દાખલા તરીકે બ્લૂટૂથ કે કોઇ અન્ય નેટવર્ક દ્વારા સિગ્નલ મોકલવામાં આવે છે અને બ્લાસ્ટ થાય છે.
ભારતના લોકો કઈ મોટી ભૂલ કરી રહ્યા છે?
હવે આ ટ્રેન્ડ ભારત માટે પણ ખતરનાક છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટફોનનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ભારતમાં કરોડો લોકો સ્માર્ટફોન પણ ખરીદી રહ્યા છે અને તેનો પણ ઘણો ઉપયોગ થઇ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે લોકો ફોન ખરીદતી વખતે, ફોન ક્યાંથી આવ્યો છે, કયા દેશમાં બને છે, તે કઈ જગ્યાએ બનાવવામાં આવે છે, તેની ખાસ તપાસ કરતા નથી. આવા પાસાઓને દર વખતે અવગણવામાં આવે છે. હવે નિષ્ણાતોનું માનવું છે કે આ નાની નાની ભૂલો પાછળથી મોટા હુમલાનું સ્વરૂપ પણ લઈ શકે છે.
અન્ય એક મોટો ખતરો દસ્તક દઇ ચુક્યો છે
આ ઉપરાંત હવે ટેક્નોલોજી જે ઝડપે બદલાઇ રહી છે, લોકોએ પણ જાગૃત રહેવું પડશે. જ્યારથી એઆઈએ આ દુનિયામાં દસ્તક દીધી છે, ત્યારથી આવી ઘણી વસ્તુઓ પળવારમાં થવા લાગી છે, જેના વિશે પહેલાં ક્યારેય વિચાર્યું ન હતું. જેમ કે, AI વોઇસ ક્લોનિંગ એક એવું હથિયાર બની ગયું છે, જેના દ્વારા લોકો મોટા મોટા કૌભાંડો કરી રહ્યા છે, અન્ય વ્યક્તિના અવાજમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે, કમ્યુનિકેશન ગેપ છે અને પછી મોટી રમતો જોવા મળે છે. આવનારા સમયમાં દેશની સુરક્ષા માટે પણ તેને મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે. દેશના દુશ્મનો પણ તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરી શકે છે.