Parliament Winter Session : ડ્રામા નહીં, ડિલિવરી થવી જોઈએ; સંસદ શિયાળુ સત્ર પહેલા PM મોદીનું નિવેદન

Parliament Winter Session : સંસદ શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી આપણી સંસદનો ઉપયોગ કાં તો ચૂંટણીની તૈયારી માટે અથવા તો હાર પછી તેમની હતાશા બહાર કાઢવા માટે કરવામાં આવે છે.

Written by Ajay Saroya
December 01, 2025 12:09 IST
Parliament Winter Session : ડ્રામા નહીં, ડિલિવરી થવી જોઈએ; સંસદ શિયાળુ સત્ર પહેલા PM મોદીનું નિવેદન
PM Narendra Modi : નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન. (Photo: @PMOIndia)

Parliament Winter Session : સંસદ શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 19 નવેમ્બરના રોજ સમાપ્ત થશે અને સંસદના બંને ગૃહોની 15 બેઠકો હશે. સંસદ સત્ર પહેલા મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ડિલિવરી થવી જોઈએ, ડ્રામા નહીં. સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “સંસદનું શિયાળુ સત્ર માત્ર એક પરંપરા નથી, તે ભારતને વિકાસના માર્ગે લઈ જવાના પ્રયાસોને ઊર્જા આપશે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમજનક મતદાન લોકશાહીની સૌથી મોટી તાકાતનું પ્રમાણ છે. પરિણામોથી નારાજ વિપક્ષ હારની નિરાશા માંથી બહાર આવે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત લોકશાહીમાં જીવ્યું છે અને આ બાબત વારંવાર સાબિત થઈ છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણીએ પણ આ બાબત દર્શાવી છે. ”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોને કહ્યું હતું કે, “નકારાત્મકતા રાજકારણમાં ઉપયોગી થઈ શકે છે પરંતુ છેવટે સકારાત્મક વિચારસરણી રાષ્ટ્ર નિર્માણ માટે પણ હોવી જોઈએ.” હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે તમે નકારાત્મકતાને મર્યાદિત કરો અને રાષ્ટ્ર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ શિયાળુ સત્ર અન્ય એક કારણથી પણ મહત્વપૂર્ણ છે. અમારા નવા અધ્યક્ષ અમારા ઉપલા ગૃહને માર્ગદર્શન આપશે. હું તેમને શુભેચ્છા પાઠવું છું. જીએસટી સુધારાએ દેશવાસીઓમાં શ્રદ્ધાનું વાતાવરણ ઊભું કર્યું છે. આ સત્રમાં પણ આ દિશામાં ઘણું કામ થશે. ”

સંસદનો ઉપયોગ નિરાશ રજૂ કરવા માટે થઇ રહ્યો છે : પીએમ મોદી

મીડિયા સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી આપણી સંસદનો ઉપયોગ કાં તો ચૂંટણીની તૈયારી માટે અથવા તો હાર પછી તેમની હતાશા બહાર કાઢવા માટે કરવામાં આવે છે. મેં જોયું છે કે કેટલાક રાજ્યો એવા છે જ્યાં સત્તામાં આવ્યા પછી નેતાઓ એટલી મજબૂત સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે કે તેઓ જનતાનો સામનો કરી શકતા નથી. તેના બદલે, તેઓ અહીં આવે છે અને તેમનો બધો ગુસ્સો ગૃહની અંદર કાઢે છે. કેટલાક પક્ષોએ સંસદને તેમના રાજ્ય સ્તરની રાજનીતિનો મંચ બનાવ્યો છે, એક ખરાબ પરંપરા બનાવી છે જે દેશ માટે સારી નથી. ”

આ પણ વાંચો | સંસદ શિયાળુ સત્રમાં સંવાદ થશે કે સંઘર્ષ ! કેન્દ્ર સરકાર આ 10 બિલ રજૂ કરશે

વિપક્ષી દળો એસઆઈઆર, આંતરિક સુરક્ષા અને લેબર કોડ પર ચર્ચાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે. શિયાળુ સત્ર તોફાની રહેવાની ધારણા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ