Passport Rule Change: પાસપોર્ટ બનાવવા માટે આ દસ્તાવેજ ફરજિયાત, જાણો પાસપોર્ટના નવા નિયમ

Passport Rule Change India: પાસપોર્ટ સંબંધિત નિયમમાં ફેરફાર થયા છે. નવા નિયમ મુજબ પાસપોર્ટ બનાવવા માટે આ દસ્તાવેજ ફરજિયાત બનાવ્યું છે.

Written by Ajay Saroya
March 04, 2025 11:48 IST
Passport Rule Change: પાસપોર્ટ બનાવવા માટે આ દસ્તાવેજ ફરજિયાત, જાણો પાસપોર્ટના નવા નિયમ
Passport: ભારતનો પાસપોર્ટ.

Passport Rule Change India: પાસપોર્ટ સંબંધિત નિયમમાં ફેરફાર થયા છે. જો તમે પાસપોર્ટ બનાવી રહ્યા છો અથવા રિન્યૂ કરવાના છો, પાસપોર્ટના વા નિયમ જાણી લેવા જરૂરી છે. કેન્દ્ર સરકારે નવા પાસપોર્ટ માટે અમુક દસ્તાવેજ ફરજિયાત બનાવ્યા છે. આ દસ્તાવેજ વગર પાસપોર્ટ મળશે. નહીં. અહીં પાસપોર્ટ સંબંધિત 5 નવા નિયમ તમારી માટે જાણવા જરૂરી છે.

Birth Certificate : જન્મ પ્રમાણપત્ર

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા પાસપોર્ટ નિયમ મુજબ જન્મ અને મૃત્યુ નોંધી, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ અધિકૃત કોઈપણ અન્ય સત્તા દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્રો, 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા લોકો માટે જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે.

Passport Rule Change : પાસપોર્ટના નવા નિયમ ક્યારે લાગુ થશે?

આ અઠવાડિયાની શરૂઆતમાં પાસપોર્ટ નિયમો, 1980 માં સુધારો કરવા માટે એક સત્તાવાર નોંધ જારી કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી ગેઝેટ જારી થયા પછી નવો નિયમ અમલમાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, સરકારે પાસપોર્ટ નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આમાંથી, તમારે કેટલાક મુખ્ય ફેરફારો વિશે જાણવું જોઈએ.

Birth Certificate For Passport : પાસપોર્ટ માટે બર્થ સર્ટિફિકેટ જરૂરી

કેન્દ્ર સરકારે નવા પાસપોર્ટ જન્મ પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે. જો કે, નવા નિયમો 1 ઓક્ટોબર, 2023 પહેલા જન્મેલા વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ લોકો માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ તેમનું જન્મ પ્રમાણપત્ર, ટ્રાન્સફર અથવા શાળા છોડવાનું અથવા મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર અથવા છેલ્લી શાળામાં ભણેલા વ્યક્તિનું પ્રમાણપત્ર, અથવા જન્મ તારીખ ધરાવતું આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ PAN કાર્ડ સબમિટ કરી શકે છે. વ્યક્તિઓ ડ્રાઇવિંગ લાયસન્સની નકલ અથવા અરજદારના સર્વિસ ફંડ જેવા અન્ય દસ્તાવેજો પણ સબમિટ કરી શકે છે.

રહેણાંક માહિતી

અરજદારની ગોપનીયતાના રક્ષણ માટે, નવા ભારતીય પાસપોર્ટ નિયમો અનુસાર પાસપોર્ટના છેલ્લા પાના પર તેમનું રહેઠાણનું સરનામું છાપવામાં આવતું નથી. ઇમિગ્રેશન અધિકારીઓએ બારકોડ સ્કેન કરીને તમારા રહેણાંક ડેટાને ઍક્સેસ કરવાની જરૂર છે.

પાસપોર્ટ કલર કોડિંગ

સરકારે વિવિધ વ્યક્તિઓ માટે નવા કલર કોડેડ પાસપોર્ટ પણ જારી કર્યા છે. નવા પાસપોર્ટ નિયમો હેઠળ, રાજદ્વારી પાસપોર્ટ ધારકોને લાલ રંગનો પાસપોર્ટ, સરકારી અધિકારીઓને સફેદ રંગનો પાસપોર્ટ અને અન્ય લોકોને વાદળી રંગનો પાસપોર્ટ મળે છે.

માતાપિતાના નામ

નવા પાસપોર્ટ નિયમોમાં એ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે તમારા માતાપિતાનું નામ દસ્તાવેજના છેલ્લા પાના પર છાપવામાં આવશે નહીં. આ નિયમ એકલ માતા-પિતા અથવા અલગ પરિવારોના બાળકોને લાભ આપવા માટે બનાવવામાં આવ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ