PM Modi Navi Mumbai International Airport inaugurated : પીએમ નરેન્દ્ર મોદીએ લગભગ 19,650 કરોડ રુપિયાના ખર્ચે બનેલા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે મુંબઈ માત્ર આર્થિક રાજધાની જ નહીં પરંતુ ભારતના સૌથી જીવંત શહેરોમાંથી એક છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. પરંતુ તત્કાલીન કોંગ્રેસ સરકારે નબળાઈનો સંદેશ આપ્યો હતો. હાલમાં જ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રીએ ખુલાસો કર્યો હતો કે 2008ના મુંબઈ હુમલા પછી આપણા સુરક્ષા દળો પાકિસ્તાન પર હુમલો કરવા માટે તૈયાર હતા, પરંતુ કોઇ અન્ય દેશના દબાણને કારણે તત્કાલીન કોંગ્રેસ સરકારે આપણા સુરક્ષા દળોને રોકી દીધા હતા.
કોંગ્રેસની નબળાઈએ આતંકવાદીઓને મજબૂત બનાવ્યા
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે એ બતાવવાની જરૂર છે કે વિદેશી તાકાતના દબાણમાં આ નિર્ણય કોણે લીધો હતો. દેશને આ જાણવાનો પુરો અધિકાર છે. કોંગ્રેસની નબળાઈએ આતંકવાદીઓને મજબૂત બનાવ્યા. દેશે વારંવાર આ ભૂલની કિંમત જીવ આપીને ચૂકવી છે. અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને આપણા નાગરિકોની સલામતી કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
ઉદ્ઘાટન પછીના પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે મુંબઈની લાંબી ઇંતજારનો અંત આવ્યો છે. મુંબઈને હવે પોતાનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળી ગયું છે. આ એરપોર્ટ આ પ્રદેશને એશિયાના સૌથી મોટા કનેક્ટિવિટી હબ તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આજે મુંબઈને પુરી રીતે અંડરગ્રાઉન્ડ મેટ્રો પણ મળી છે, જે મુંબઈની સફરને વધુ સરળ બનાવશે અને સમય બચાવશે.
સંસ્કૃતિ અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક એવો પ્રોજેક્ટ છે જેમાં વિકસિત ભારતની ઝલક. તે છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પર બનેલ છે અને કમળના ફૂલ જેવો આકાર છે. આનો અર્થ એ છે કે તે સંસ્કૃતિ અને સમૃદ્ધિનું જીવંત પ્રતીક છે. આ નવા એરપોર્ટથી મહારાષ્ટ્રના ખેડૂતોને યુરોપ અને પશ્ચિમ એશિયાના સુપરમાર્કેટ સાથે પણ જોડશે.
આ પણ વાંચો – હિમાચલ પ્રદેશ : બિલાસપુરમાં બસ પર પહાડનો કાટમાળ પડ્યો, 15 લોકોનાં મોત
2014 પહેલા આપણા દેશમાં ફક્ત 74 એરપોર્ટ હતા, આજે 160થી વધુ
પીએમ મોદીએ કહ્યું કે 2014માં જ્યારે દેશે મને આ તક આપી, ત્યારે મેં કહ્યું હતું કે મારું સ્વપ્ન હતું કે હવાઇ ચપ્પલ પહેરનારાઓ પણ હવાઈ મુસાફરી કરી શકે. અમારી સરકારે આ મિશન પર ગંભીરતાથી કામ કરવાનું શરૂ કર્યું અને છેલ્લા 11 વર્ષમાં, દેશભરમાં એક પછી એક એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 2014 પહેલા આપણા દેશમાં ફક્ત 74 એરપોર્ટ હતા, અને આજે આ સંખ્યા 160 ને વટાવી ગઈ છે. ઉડાન યોજનાને કારણે છેલ્લા દાયકામાં લાખો લોકોએ પહેલી વાર હવાઈ મુસાફરી કરી છે, તેમના સપના પૂરા કર્યા છે.
પ્રધાનમંત્રી મોદી યુવાનોને આગળ વધારવા માટે કામ કરે છે – નાગરિક ઉડ્ડયન મંત્રી
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણા દેશના યુવાનોને આગળ વધારવા માટે કામ કરે છે, તેમને ખૂબ પ્રોત્સાહિત કરે છે અને પ્રેરણા આપે છે, તેથી મને દેશના સૌથી યુવા કેન્દ્રીય મંત્રી હોવાનો ગર્વ છે. તેમના આશીર્વાદથી, મને આ તક મળી છે.