PM Modi Address UN : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીએ કહ્યું – શાંતિ માટે ગ્લોબલ રિફોર્મ જરૂરી

PM Modi Address UN : પીએમ મોદીએ યુએનમાં કહ્યું - અમે ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને અમે બતાવ્યું છે કે સતત વિકાસ સફળ થઈ શકે છે. અમે સફળતાનો આ અનુભવ શેર કરવા તૈયાર છીએ

Written by Ashish Goyal
September 23, 2024 22:32 IST
PM Modi Address UN : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમ મોદીએ કહ્યું – શાંતિ માટે ગ્લોબલ રિફોર્મ જરૂરી
PM Modi Address united nations : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં'સમિટ ઓફ ધ ફ્યુચર' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો (Pics : @BJP4India)

PM Modi Address united nations : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રમાં’સમિટ ઓફ ધ ફ્યુચર’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે શાંતિ માટે વૈશ્વિક સુધારા જરૂરી છે. માનવતાની સફળતા યુદ્ધના મેદાનમાં નહીં પણ આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે. વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા મહત્વપૂર્ણ છે. સુધારણા પ્રાસંગિકતાની ચાવી છે.

આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે એક તરફ આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો બનેલો છે, તો બીજી તરફ સાયબર સુરક્ષા, દરિયાઈ અને અંતરિક્ષ સંઘર્ષના નવા ક્ષેત્રો બની રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર હું ભારપૂર્વક કહીશ કે વૈશ્વિક કાર્યવાહી વૈશ્વિક મહત્વાકાંક્ષાના અનુરુપ હોવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત માટે વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર એક પ્રતિબદ્ધતા છે. આ પ્રતિબદ્ધતા અમારા વન અર્થ, વન હેલ્થ અને વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ જેવી પહેલમાં જોવા મળે છે.

આ પણ વાંચો – ન્યૂયોર્કમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને કહ્યું – દુનિયાનો નવો AI પાવર છે અમેરિકા-ઇન્ડિયા

ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા

સંયુક્ત રાષ્ટ્રમાં ફ્યુચર સમિટમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે હું અહીં માનવતાના છઠ્ઠા ભાગના અવાજને સાંભળવા માટે આવ્યો છું. અમે ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને અમે બતાવ્યું છે કે સતત વિકાસ સફળ થઈ શકે છે. અમે સફળતાનો આ અનુભવ શેર કરવા તૈયાર છીએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ