600 વકીલોએ CJI ને લખેલા પત્ર પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – ડરાવવા, ધમકાવવા કોંગ્રેસની જૂની સંસ્કૃતિ

દેશના સીનિયર વકીલ હરીશ સાલ્વે સહિત 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયપાલિકાને કમજોર કરવામાં લાગ્યું છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પત્ર પર કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે

Written by Ashish Goyal
Updated : March 28, 2024 18:15 IST
600 વકીલોએ CJI ને લખેલા પત્ર પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – ડરાવવા, ધમકાવવા કોંગ્રેસની જૂની સંસ્કૃતિ
પીએમ મોદી - photo - x @bjp4india

lawyers write to CJI : દેશના સીનિયર વકીલ હરીશ સાલ્વે સહિત 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડને પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયપાલિકાને કમજોર કરવામાં લાગ્યું છે. હવે પીએમ નરેન્દ્ર મોદીએ આ પત્ર પર કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટોફોર્મ એક્સ પર પોસ્ટમાં PM મોદીએ કહ્યું કે બીજાને ડરાવવા-ધમકાવવા કોંગ્રેસની જૂની આદત છે. કોંગ્રેસવાળા બેશર્મીથી પોતાના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા ઇચ્છે છે, રાષ્ટ્ર પ્રત્યે તેમની કોઈ પ્રતિબદ્ધતા નથી. બીજાને ડરાવવા-ધમકાવવા કોંગ્રેસની જૂની સંસ્કૃતિ છે. પાંચ દાયકા પહેલાં જ તેમણે પ્રતિબદ્ધ ન્યાયતંત્ર ની હાકલ કરી હતી. તે બશર્મીથી પોતાના હિતો માટે બીજા પાસેથી પ્રતિબદ્ધતા ઇચ્છે છે પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની કોઈ પણ પ્રતિબદ્ધતાથી બચે છે.

વકીલોએ સીજેઆઈને પત્ર લખ્યો હતો

જાણકારી માટે જણાવી દઈએ કે વકીલોએ ગુરુવારે જ સીજેઆઈને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે એક જૂથ ન્યાયિક નિર્ણયોને પ્રભાવિત કરવા માટે દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે. ખાસ કરીને રાજકીય વ્યક્તિઓ અને ભ્રષ્ટાચારને લગતા કેસોમાં આ વધારે જોવા મળે છે. તેમનો તર્ક એ છે કે આ કાર્યવાહી લોકશાહી માળખા અને ન્યાયિક પ્રક્રિયાઓમાં રાખવામાં આવેલા વિશ્વાસ માટે જોખમ ઉભું કરે છે.

આ પણ વાંચો – કોંગ્રેસ નેતા સંજય નિરુપમે પોતાની જ પાર્ટીને આપ્યું અલ્ટિમેટમ, કહ્યું – ખીચડી ચોર માટે હું પ્રચાર નહીં કરું

પત્રમાં વધુમાં લખ્યું છે કે ખાસ જૂથો જુદી જુદી રીતે પ્રપંચ કરી રહ્યા છે. આનાથી ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ જૂથો એવા નિવેદનો કરે છે જે સાચા નથી અને રાજકીય લાભ મેળવવા માટે આવું કરે છે. રાજકીય વ્યક્તિત્વ અને ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં દબાણનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

આ પણ વાંચો – હરીશ સાલ્વે સહિત 500 થી વધુ વકીલોએ CJIને લખ્યો પત્ર, કહ્યું – ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ

જે વકીલોએ સીજેઆઈને પત્ર લખ્યો છે તેમાં હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલ્લા, સ્વરૂપમા ચતુર્વેદી અને દેશભરના 600થી વધુ વકીલોનો સમાવેશ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ