Proponent of PM Modi Candidature Varanasi, અસદ રહેમાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસીથી ઉમેદવારી નોંધાવતાની સાથે જ તેમના ચાર પ્રસ્તાવકો કોણ હશે, તે અંગે ભારે ઉત્સુકતા હતી. જે ખતમ થઈ ગઈ છે, તો જોઈએ કોણ છે આ ચાર લોકો
પીએમ મોદીના ઉમેદવારી પત્રના પ્રસ્તાવકોમાં જ્ઞાતી સમિકરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સમર્થકોમાં એક બ્રાહ્મણ, બે અન્ય પછાત વર્ગો (ઓબીસી) અને દલિત સમુદાયોમાંથી એક છે.
પીએમ સાથે ઉમેદવારી પત્ર ભરતા સમયે કોણ હાજર રહ્યું
પીએમની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી તેમજ સીએમ યોગી આદિત્યનાથ, પુષ્કર સિંહ ધામી અને મોહન યાદવ, તો રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના નેતાઓમાં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ, આંધ્રના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ વગેરે.
પીએમ મોદી ઉમેદવારીપત્રના પ્રસ્તાવકો (સાક્ષી) ચાર સમર્થકો કોણ છે
ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ
ગણેશ શાસ્ત્રી દ્રવિડ (66) વેદના પ્રખ્યાત વિદ્વાન અને વારાણસીના રામ ઘાટ વિસ્તારના રહેવાસી છે. તેમણે જ જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે “મુહૂર્ત (શુભ સમય)”, ઓગસ્ટ 2020માં મંદિર માટે “ભૂમિપૂજન (ભૂમિ-પૂજન સમારોહ)” અને ફેબ્રુઆરી 2022માં કાશી વિશ્વનાથ કોરિડોર માટે શુભ મુહૂર્ત કાઢ્યું હતુ. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને “ઉત્તર અને દક્ષિણ ભારતના હિંદુઓ વચ્ચેના અંતરને દૂર કરવાના વિચાર સાથે અભિષેક માટે મુહૂર્ત કાઢવાનું કહેવામાં આવ્યું હતું.
તમિલનાડુના તિરુવિસનલ્લુર ગામના વતની, દ્રવિડના પૂર્વજો 19મી સદીમાં વારાણસીમાં સ્થળાંતર કરી ગયા હતા. રામઘાટમાં શ્રી વલ્લભરામ શાલિગ્રામ સંગવેદ વિદ્યાલયની સ્થાપનાનો શ્રેય તેમના પિતા લક્ષ્મણ શાસ્ત્રીને જાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં તેમના જ્ઞાન ઉપરાંત, દ્રવિડ કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ અને ન્યાય શાસ્ત્રમાં તેમની કુશળતા માટે તેઓ જાણીતા છે.
સંજય સોનકર
50 વર્ષીય વ્યક્તિ ભાજપના વારાણસી એકમના જિલ્લા મહાસચિવ છે અને તે સોનકર સમુદાયના છે, જેને અનુસૂચિત જાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મોદીને મળ્યા બાદ તેઓ ધ્યાન પર આવ્યા હતા. તેઓ વારાણસીના રહેવાસી છે અને ભાજપના જૂના નેતા છે.
લાલચંદ કુશવાહા
કાપડની દુકાનના માલિક 65 વર્ષીય વ્યક્તિ ઓબીસી કુશવાહા જાતિના છે અને વારાણસીના કેન્ટોનમેન્ટ વિસ્તારન રહેવાસી છે. તેઓ ભાજપના વારાણસી ઝોનલ પ્રભારી છે.
આ પણ વાંચો – Gujarati News 14 May 2024 LIVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે વારાણસી બેઠક પર ઉમેદવારી નોંધાવી
બૈજનાથ પટેલ
પટેલ આરએસએસના જૂના સમર્થક છે અને તેમણે જનસંઘથી રાજકીય સફર શરૂ કરી હતી. વારાણસીના સેવાપુરી વિસ્તારના રહેવાસી પટેલ ઓબીસી સમુદાયના છે. તેઓ અગાઉ હર્ષોષના ગ્રામ્ય પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.