PM Modi in Ukraine: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુક્રેન પહોંચ્યા હતા અને તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદીએ ઝેલેન્સ્કીને કહ્યું કે યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત અને ફૂટનીતિ જ એકમાત્ર ઉપાય છે, તેમણે રશિયા સાથે શાંતિ સ્થાપવા માટે એક મિત્ર તરીકે વ્યક્ગિત રુપથી મદદ કરવાની ઓફર કરી હતી.
જણાવી દઈએ કે હાલમાં જ પીએમ મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીના યુક્રેન પ્રવાસને ઐતિહાસિક તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કીની મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદન પણ જારી કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ભારત આ યુદ્ધમાં ક્યારેય તટસ્થ રહ્યું નથી, અમે શાંતિની તરફેણમાં છીએ.
સંપ્રભુતા અને અખંડતાનું સન્માન કરો – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે અન્ય દેશોના લોકો એ પણ જાણે છે કે ભારતે સક્રિય રીતે શાંતિના પ્રયાસોની સક્રિય રુપથી યોજના બનાવી અને તમે પણ જાણો છો કે અમારો અભિગમ લોકો-કેન્દ્રિત રહ્યો છે. હું તમને અને સમગ્ર વિશ્વને ખાતરી આપવા માંગુ છું કે આ ભારતની પ્રતિબદ્ધતા છે અને અમારું માનવું છે કે સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન અમારા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે અને અમે તેનું સમર્થન કરીએ છીએ.
પીએમ મોદીએ કહ્યું કે થોડા સમય પહેલા જ્યારે હું આના સમર્થનમાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો, ત્યારે મેં તેમને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. હાલમાં જ જ્યારે હું એક બેઠક માટે રશિયા ગયો હતો, ત્યારે મેં ત્યાં પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઈ પણ સમસ્યાનો ઉકેલ યુદ્ધના મેદાનમાં ક્યારેય મળતો નથી. સમાધાન માત્ર સંવાદ, વાતચીત અને ફૂટનીતિના માધ્યમથી થાય છે અને આપણે કોઈ પણ સમય બગાડ્યા વિના તે દિશામાં આગળ વધવું જોઈએ.
આ પણ વાંચો – યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પીએમ મોદીની ઉષ્માસભર મુલાકાત, ખભા પર રાખ્યો હાથ, સામે આવી તસવીર
પીએમ મોદીએ મધ્યસ્થી કરવાની ઓફર કરી
પીએમ મોદીએ રશિયા યૂક્રેન યુદ્ધ વિશે કહ્યું છે કે બંને પક્ષોએ સાથે બેસીને આ સંકટમાંથી બહાર નીકળવાના રસ્તા શોધવા જોઈએ. આજે હું તમારી સાથે શાંતિ અને પ્રગતિના માર્ગ વિશે ખાસ કરીને ચર્ચા કરવા માંગું છું. તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર પણ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે ભારત શાંતિ તરફના દરેક પ્રયત્નોમાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. જો હું વ્યક્તિગત રીતે તેમાં ફાળો આપી શકું તો હું તે કરવા માંગું છું. એક મિત્ર તરીકે હું તમને ખાતરી આપી શકું છું. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે યુદ્ધનો અંત લાવવો અને ન્યાયી શાંતિ સ્થાપિત કરવી એ યુક્રેનની પ્રાથમિકતા છે.
વિદેશ મંત્રીએ પણ આપ્યું નિવેદન
વડાપ્રધાન મોદીએ કીવમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને ઝેલેન્સ્કીને ભારત આવવા આમંત્રણ પણ આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કીવમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી. જયશંકરે કહ્યું કે વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તેમની સુવિધા પ્રમાણે ભારત આવે. યુક્રેનમાં હાજર ભારતીય વિદ્યાર્થીઓ અંગે તેમણે કહ્યું છે કે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ એલર્ટ પર રહ્યા હતા.
જયશંકરે યુક્રેન મોદીની મુલાકાતને ઐતિહાસિક ઘટના ગણાવી હતી, જે 1991ના યુક્રેનની આઝાદી પછી કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી સાથેની મુલાકાત દરમિયાન સંરક્ષણ, વેપાર અને કૃષિ પર કેન્દ્રિત મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે.
ભારતનો પ્રભાવ ઘણો મોટો છે અને તમે પુતિનને રોકી શકો છો – ઝેલેન્સ્કી
બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કિવમાં ANI સાથે વાત કરતા કહ્યું હતું કે ભારત તેની ભૂમિકા ભજવશે. મને લાગે છે કે ભારતે એ ઓળખવાનું શરૂ કરી દીધું છે કે આ માત્ર યુદ્ધ નથી, આ એક વ્યક્તિ પુતિનનું યુદ્ધ છે એક આખા દેશ, યુક્રેન સામે અસલી યુદ્ધ છે. તમે એક મોટો દેશ છે. તમારો પ્રભાવ ઘણો મોટો છે અને તમે પુતિનને રોકી શકો છો અને તેમની અર્થવ્યવસ્થાને રોકી શકે છે. વાસ્તવમાં તેમની જગ્યા પર લાવી શકો છો.
હવે દરેક સમાચાર તમારા મોબાઇલમાં, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે સોશિયલ મીડિયામાં Facebook | Twitter | Instagram સાથે જોડાઓ





