pm narendra modi visit bhutan : લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની ટૂંકી મુલાકાત પર જવાના છે. આચારસંહિતા લાગુ થયા બાદ બંને દેશો વચ્ચે કોઇ સમજૂતી કે જાહેરાત કરવામાં આવશે નહીં. આ પછી પણ આ પ્રવાસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીએમ મોદીનો ભૂટાન પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ હાલમાં જ ભારતની યાત્રા પર આવ્યા હતા. આ પોતાનામાં જ એક ખૂબ જ ખાસ અવસર હશે જ્યારે ભારતના પ્રધાનમંત્રી ચૂંટણીની જાહેરાત બાદ વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. આચારસંહિતા લાગુ થયા બાદ સરકાર કોઈ સમજૂતી કે જાહેરાત કરી શકતી નથી.
મનમોહન સિંહે પણ કર્યો હતો વિદેશનો પ્રવાસ
આ પહેલા 2009માં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ બ્રિટનની યાત્રા કરી હતી. ત્યારે તે જી-20ની બેઠકમાં ભાગ લેવા વિદેશ ગયા હતા.
પીએમ મોદીની ભૂટાન યાત્રાને વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે પીએમ મોદીનો આ પ્રવાસ ઘણો ખાસ છે. શેરિંગ સરકાર દરમિયાન જ ચીન સાથેના સરહદી વિવાદને હલ કરવામાં મદદ મળી હતી. આ દરમિયાન ચીન અને ભૂટાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચની કાર્યવાહી, ગુજરાત-ઉત્તર પ્રદેશ સહિત 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ
ભૂટાનનો સાથે આ માટે છે ખૂબ જ મહત્વપૂર્ણ
ભારત, ભૂટાન અને ચીન વચ્ચેની સરહદ ઘણી જગ્યાએ ‘ચિકન્સ નેક’માં ફેરવાઈ જાય છે. ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ જોવા મળી હતી. આ વિસ્તાર ટ્રાઇ-જંક્શન વાળો હતો. પૂર્વોત્તર વિસ્તારોમાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. ભૂટાન અને ચીન વચ્ચેના સરહદી કરારમાં પ્રદેશની અદલાબદલી સામેલ હતી. જાન્યુઆરીમાં પદ સંભાળ્યા પછી તોબગે તેમની પ્રથમ વિદેશ મુલાકાત પર ભારત આવ્યા હતા. આવી સ્થિતિમાં પીએમ મોદી ભૂટાન જશે અને બંને દેશોના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવાનો પ્રયાસ કરશે.





