કાનપુરમાં સ્કુટીમાં જોરદાર બ્લાસ્ટ, 6 લોકો ઇજાગ્રસ્ત, પોલીસ તપાસમાં લાગી

scooter explosion in Kanpur : કાનપુરના મેસ્ટન રોડ પર પાર્ક કરેલી બે સ્કૂટીમાં બુધવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે બજારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ગભરાઈ ગયા હતા

Written by Ashish Goyal
Updated : October 08, 2025 23:28 IST
કાનપુરમાં સ્કુટીમાં જોરદાર બ્લાસ્ટ, 6 લોકો ઇજાગ્રસ્ત, પોલીસ તપાસમાં લાગી
કાનપુરના મેસ્ટન રોડ પર પાર્ક કરેલી બે સ્કૂટીમાં બુધવારે જોરદાર વિસ્ફોટ થયો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

powerful scooter explosion in Kanpur : કાનપુરના મેસ્ટન રોડ પર પાર્ક કરેલી બે સ્કૂટીમાં બુધવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે બજારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ગભરાઈ ગયા હતા. આ વિસ્ફોટમાં છ લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના કેટલાક મકાનોમાં તિરાડ પડી ગઈ છે. વિસ્ફોટની જાણ મળતાની સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જોઈન્ટ પોલીસ કમિશ્નર (કાયદો અને વ્યવસ્થા) આશુતોષ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે આ મિશ્રી બજારનો વિસ્તાર છે, જ્યાં રમકડાંની એક નાની દુકાન છે. અહીં બે સ્કૂટી પાર્ક કરવામાં આવી હતી અને આ સ્કૂટીમાં વિસ્ફોટ થયો હતો. અમારી ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે હાજર છે, ઘાયલ થયેલા તમામ લોકો ખતરાની બહાર છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

પોલીસ વિસ્ફોટ પાછળના કારણોની તપાસ કરી રહી છે

પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમારી ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે હાજર છે અને અમે વિસ્ફોટ પાછળના કારણોની તપાસ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે જે લોકોની સ્કૂટી છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. તે અકસ્માત છે કે ષડયંત્ર, તે પછીથી જ ખબર પડશે. પોલીસ વિસ્ફોટ પાછળના કારણોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો અને કોંગ્રેસે નબળાઇનો સંદેશો આપ્યો

ગયા અઠવાડિયે ફર્રુખાબાદમાં એક કોચિંગ સેન્ટરમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં બે યુવાનો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટકોની પુષ્ટિ થઈ ન હતી, પરંતુ અધિકારીઓએ વિસ્ફોટનું કારણ સેપ્ટિક ટાંકીમાં ગેસ હોવાની શંકા વ્યક્ત કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ