Success Story: પરિવારની મદદ કરવા મહિલાએ કર્યું સાહસ, ઉભુ કરી નાંખ્યું મસાલાઓનું સામ્રાજ્ય

પ્રિયંકાએ 2013માં નીરજ સૈની સાથે લગ્ન કર્યા હતા. આઇટી સેક્ટરમાં કામ કરતા અને એમબીએ ગ્રેજ્યુએટ થયેલા તેમના પતિ પરિવારના ખર્ચની જવાબદારી સંભાળી રહ્યા હતા.

Written by Rakesh Parmar
April 22, 2025 19:02 IST
Success Story: પરિવારની મદદ કરવા મહિલાએ કર્યું સાહસ, ઉભુ કરી નાંખ્યું મસાલાઓનું સામ્રાજ્ય
પરિવારને મદદ કરવા નાના પ્રયત્નો તરીકે જે શરૂ થયું તે હવે સફળ વ્યવસાયમાં ફેરવાઈ ગયું છે. (તસવીર: સોશિયલ મીડિયા)

Success Story: દરેક વ્યક્તિ જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરે છે. સમસ્યાઓનો સામનો કર્યા વિના આત્મવિશ્વાસ અને સખત મહેનત કરીને સફળતા મેળવી શકાય છે. તે જીવન પણ બદલી શકે છે. સહારનપુરના નવીન નગરની રહેવાસી પ્રિયંકા સૈનીની આવી જ એક પ્રેરણાદાયી કહાની છે. પ્રિયંકાએ 2013માં નીરજ સૈની સાથે લગ્ન કર્યા હતા. આઇટી સેક્ટરમાં કામ કરતા અને એમબીએ ગ્રેજ્યુએટ થયેલા તેમના પતિ પરિવારના ખર્ચની જવાબદારી સંભાળી રહ્યા હતા. પ્રિયંકાએ પણ એમ.એ. પૂર્ણ કરી લીધું હતું અને તે ગૃહિણી તરીકે જીવી રહી હતી.

જોકે કોવિડ-19 મહામારી દરમિયાન નીરજની અચાનક નોકરી છૂટી જવાથી બધું જ બદલાઈ ગયું હતું. આ અણધારી પરિસ્થિતિએ પરિવાર માટે આર્થિક સમસ્યાઓ ઉભી કરી. વધતા ખર્ચાને જોઈને પ્રિયંકાએ આગળ આવીને પોતાના પરિવારને સપોર્ટ કરવાનો નિર્ણય કર્યો. સસરાની સલાહ પર તેને ઘરેથી મસાલાનો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો. દરેક ભારતીય રસોડામાં હળદર, મરચું અને ધાણાજીરું આવશ્યક વસ્તુઓ છે. તેથી તેણીએ કાચા મસાલા ખરીદવા માટે સ્થાનિક ખેડુતો અને બજારોનો સંપર્ક કર્યો અને ઘરે જ તેને બનાવવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે તેણે તેને વેચવાનું પણ શરૂ કરી દીધું.

નાના પ્રયાસોનું સફળ વ્યાપારમાં રૂપાંતર

પરિવારને મદદ કરવા નાના પ્રયત્નો તરીકે જે શરૂ થયું તે હવે સફળ વ્યવસાયમાં ફેરવાઈ ગયું છે. પ્રિયંકા હવે તેના ઘરે બનાવેલા મસાલાઓ સેંકડો ગ્રાહકોને ઓફલાઇન અને ઓનલાઇન વેચે છે. તેના ઉત્પાદનોમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, કાળું મીઠું, ચાટ મસાલો, કાળા મરીનો પાવડર, વરિયાળીનો પાવડર, જીરું પાવડર અને આમ્ચુર (કેરી પાવડર)નો સમાવેશ થાય છે. ગ્રાહકોને તે બનાવેલા મસાલાઓનો કુદરતી સ્વાદ અને શુદ્ધતા ગમે છે. તેમના જણાવ્યા મુજબ એક વખત ગ્રાહકે મસાલા ટ્રાય કર્યા પછી ઘણા લોકો તેને વારંવાર ખરીદતા હોય છે.

આ પણ વાંચો: વડોદરાની હર્ષિતા ગોયલ કોણ? પહેલા CA, હવે UPSC માં મેળવ્યો બીજો રેન્ક

પ્રિયંકા એ પણ સુનિશ્ચિત કરે છે કે તેના ભાવો બજાર ભાવ સાથે મેળ ખાય. તે પોતાનો વ્યવસાય વધારવા અને વધુ લોકો સુધી પહોંચવા માટે એક નાની મસાલા ફેક્ટરી સ્થાપવાની પણ યોજના ધરાવે છે, જે મહિલાઓને રોજગાર પણ પ્રદાન કરશે. પતિ અને સસરાના જોરદાર સાથ-સહકારથી પ્રિયંકાએ ગૃહિણીથી સફળ ઉદ્યોગસાહસિક સુધીની સફર શરૂ કરી હતી, જે દરેક ગૃહિણી માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ