બિહારમાં વોટર અધિકાર યાત્રાના સમાપન સમયે રાહુલ ગાંધી ખુબ જ આક્રામક અંદાજમાં જોવા મળ્યા હતા. પટનામાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે મહાદેવપુરામાં ‘વોટ ચોરી’ના રૂપમાં પરમાણું બોમ્બ બાદ, અમે ખુબ જ જલદી હાઈડ્રોજન બોમ્બ લાવીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે દેશની સામે ‘વોટ ચોરી’નો પુરાવો રજૂ કર્યો, વોટ ચોરીનો મતલબ લોકોના અધિકારો, લોકતંત્ર અને ભવિષ્યની ચોરી. તેમણે કહ્યું કે જ્યારે અમે વોટ ચોરીનો હાઈજન બોમ્બ લાવીશુ ત્યારે પીએમ મોદી લોકોને પોતાનો ચહેરો પણ દેખાડવા લાયક રહેશે નહીં.
તેમણે એવું પણ કહ્યું કે, લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી, તેઓ હવે લોકતંત્ર અને સંવિધાનને ખતમ કરવા માંગે છે. અમે તેઓને એવું કરવા દઈશું નહીં. લોકસભામાં નેતા પ્રતિપક્ષે કહ્યું કે, “વોટ ચોરી”નો મતલબ અધિકાર, આરક્ષણ, રોજગાર, શિક્ષા અને યુવાનોના ભવિષ્યની ચોરી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, વોટ ચોરી બાદ લોકોના રાશન કાર્ડ અને જમીન છીનવી લેવાશે.
મલ્લિકાર્જુન ખડગે કહ્યું- બિહારમાં ડબલ એન્જિન સરકાર જવાની છે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે દાવો કર્યો કે, આગાની બિહાર વિધાનસભા ચૂંટણી બાદ ડબલ એન્જિન સરકાર નહીં હોય અને મહાગઠબંઝનની સરકાર બનશે, જે ગરીબો, મહિલાઓ, દલિતો અને પછાત વર્ગના લોકોની સરકાર હશે. તેમણે ‘વોટર અધિકાર યાત્રા’ના સમાપનના અવસરે આયોજીત સભામાં જનતાને આહ્વાન કર્યું કે, તેઓ આ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનને સત્તાથી બહાર કરે.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “જે લોકોને મૂર્ખ બનાવી શકે છે તે શ્રેષ્ઠ નેતા બની શકે છે”
ખડગેએ કહ્યું કે, યાત્રામાં અડચણો ઉભી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે યાત્રા પૂર્ણ કરી. તેમણે કથિત વોટ ચોરીનો ઉલ્લેખ કર્યો અને જનતાને આહ્વાન કર્યું કે,”બિહારના લોકો સતર્ક રહે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તમને ડૂબાડી દેશે.” કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે,”ડબલ એન્જિનની સરકાર હવે બિહારમાં નહીં ચાલે. જે નવી સરકાર આવશે તે ગરીબો, મહિલાઓ, દલિતો અને પછાત વર્ગના લોકોની સરકાર હશે.”