કિસાન ન્યાય ગેરંટી : દેવા માફી, એમએસપીને કાનૂની ગેરંટી સહિત કોંગ્રેસ ખેડૂતો માટે કર્યા 5 મોટા વાયદા

Kisan Nyay Guarantee : રાહુલ ગાંધીએ કહ્યું - દેશની માટીને પોતાના પરસેવાથી ખેંચતા ખેડૂતોના જીવનમાં ખુશી આપવી કોંગ્રેસનું લક્ષ્ય છે અને આ 5 ઐતિહાસિક નિર્ણય તે દિશામાં ભરેલા પગલાં છે

Written by Ashish Goyal
March 14, 2024 20:31 IST
કિસાન ન્યાય ગેરંટી : દેવા માફી, એમએસપીને કાનૂની ગેરંટી સહિત કોંગ્રેસ ખેડૂતો માટે કર્યા 5 મોટા વાયદા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Express file photo by Partha Paul)

Kisan Nyay Guarantee : લોકસભા ચૂંટણી 2024 પહેલા બધી પાર્ટીઓ વોટર્સને પોતાની તરફ કરવા ખેંચવા માટે અલગ-અલગ પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ અને યુવાઓ પછી હવે કિસાન ન્યાય ગેરંટી અંતર્ગત ખેડૂતો માટે પાંચ ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં એમએસપી કાનૂન લાવવાથી લઇને દેવા માફી પંચ બનાવવાનો વાયદો સામેલ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે કોંગ્રેસ પાર્ટી તમારા માટે પાંચ ગેરંટીઓ લઇને આવી છે, જે તમારી બધી સમસ્યાઓ મૂળમાંથી સમાપ્ત કરી દેશે.

કોંગ્રેસે કરી ખેડૂતો માટે પાંચ મોટી જાહેરાત

  • એમએસપી સ્વામીનાથન પંચ ફોર્મ્યુલા અંતર્ગત કાનૂની દરજ્જો આપવાની ગેરંટી.

  • ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ બનાવવાની ગેરંટી.

  • વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાન થવા પર 30 દિવસની અંદર સીધા બેંક ખાતામાં પૈસા જમા થવાની ગેરંટી.

  • ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત-નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી.

  • કૃષિ સામગ્રીઓથી જીએસટી હટાવીને ખેડૂતોને જીએસટી મુક્ત બનાવવાની ગેરંટી.

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની માટીને પોતાના પરસેવાથી ખેંચતા ખેડૂતોના જીવનમાં ખુશી આપવી કોંગ્રેસનું લક્ષ્ય છે અને આ 5 ઐતિહાસિક નિર્ણય તે દિશામાં ભરેલા પગલાં. ભારતની કૃષિ વ્યવસ્થામાં સમૃદ્ધિનો સુરજ ઉગવાનો છે.

આ પણ વાંચો – ભાજપની બીજી 72 ઉમેદવારની યાદી જાહેર, ગડકરી નાગપુરથી, ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે

નારી ન્યાય ગેરંટી હેઠળ આ 5 જાહેરાતો કરી

આ પહેલા નારી ન્યાય ગેરંટી હેઠળ કોંગ્રેસ 5 જાહેરાતો કરી રહી હતી. પ્રથમ, મહાલક્ષ્મી ગેરંટી – જે હેઠળ દરેક ગરીબ પરિવારની દરેક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. બીજું અડધી વસ્તીને સંપૂર્ણ અધિકાર છે – આ અંતર્ગત કેન્દ્ર સરકારના સ્તરે નવી ભરતીઓમાં અડધાથી વધુ મહિલાઓનો અધિકાર રહેશે.આ યોજના હેઠળ ત્રીજું શક્તિ કા સન્માન છે – આ હેઠળ આંગણવાડી, આશા અને મધ્યાહ્ન ભોજન કામદારોની માસિક આવકમાં કેન્દ્ર સરકારનો ફાળો બમણો કરવામાં આવશે.

ચોથું, અધિકાર મૈત્રી – આ અંતર્ગત મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને તેમની મદદ કરવા માટે દરેક પંચાયતમાં એક પેરાલીગલની નિમણૂક કરવામાં આવશે. પાંચમું, સાવિત્રીબાઈ ફૂલે હોસ્ટેલ – ભારત સરકાર જિલ્લા મુખ્યાલયમાં કામ કરતી મહિલાઓ માટે ઓછામાં ઓછી એક હોસ્ટેલનું નિર્માણ કરશે. દેશભરમાં આ છાત્રાલયોની સંખ્યા બમણી કરવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ