સ્માર્ટ ઇન્વેસ્ટર છે રાહુલ ગાંધી, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં કરોડોનું રોકાણ, બેંક બેલેન્સ જાણી ચોંકી જશો

Rahul Gandhi Share Market And Mutual Fund Investment : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એફિડેટિવ અનુસાર તેમની પાસે ઘર કે કાર નથી પરંતુ તેમણે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ બોન્ડ સહિત વિવિધ બચત યોજનાઓમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે.

Written by Ajay Saroya
Updated : April 04, 2024 17:41 IST
સ્માર્ટ ઇન્વેસ્ટર છે રાહુલ ગાંધી, શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં કરોડોનું રોકાણ, બેંક બેલેન્સ જાણી ચોંકી જશો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી . (Photo - @RahulGandhi)

Rahul Gandhi Share Market And Mutual Fund Investment : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભલે રાજકારણની સાથે સાથે રોકાણના મામલે પણ સ્માર્ટ ઇન્વેસ્ટર છે. રાહુલ ગાંધી વાયનાડથી લોકસભા ચૂંટણી 2024 લડી રહ્યા છે. રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી લડવા માટે નામાંકન ભરતી ભરતી વખતે ચૂંટણી પંચ સમક્ષ એફિડેવિટ રજૂ કર્યું છે. જેમા તેમણે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડમાં જંગી રોકાણ કર્યુ હોવાની માહિતી આપી છે. ઉપરાંત તેમના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા જમા છે. ચાલો જાણીયે સ્માર્ટ ઇન્વેસ્ટર રાહુલ ગાંધી એ ક્યા શેર અને મ્ચુચ્યુઅલ ફંડમા રોકાણ કર્યું છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી માટે 3 એપ્રિલ 2024ના રોજ ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમણે પોતાનું ચૂંટણી સોગંદનામું પણ ચૂંટણી પંચને આપ્યું છે. નવા સોગંદનામામાં બતાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી માત્ર રાજકારણી જ નહીં પરંતુ સ્માર્ટ રોકાણકાર પણ છે. 2019 અને 2024ના એફિડેવિટની તુલના કરીએ તો આ વાત સ્પષ્ટ થાય છે. 2019ની સરખામણીએ 2024માં તેમના પોર્ટફોલિયોની વેલ્યૂએશન છે. તેઓએ મ્યુચ્યુઅલ ફંડ કરતાં શેરબજારમાં વધુ રોકાણ કર્યું છે.

રાહુલ ગાંધીનું શેર બજાર અને મ્યુચ્યુ્અલ ફંડમાં 8 કરોડ રૂપિયાથી વધુ રોકાણ

રાહુલ ગાંધીના સોગંદનામું અનુસાર તેમના પોર્ટફોલિયોમાં વિવિધ કંપનીઓના શેરોની સાથે સાથે ઇક્વિટી અને હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું છે. રાહુલ ગાંધીના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોની લેટેસ્ટ વેલ્યૂ આશરે 3.82 કરોડ રૂપિયા છે. તો વિવિધ કંપનીઓના શેરમાં કરેલા રોકાણનું મૂલ્ય આશરે 4.34 કરોડ રૂપિયા છે. આ સાથે જ રાહુલ ગાંધીએ સોવરેન બોન્ડમાં 15 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. આમ રાહુલ ગાંધીના ઇક્વિટી પોર્ટફોલિયોની વેલ્યૂ લગભગ 8 કરોડ રૂપિયાથી વધુ છે.

રાહુલ ગાંધીએ કઇ કંપનીના શેરમાં રોકાણ કર્યું

રાહુલ ગાંધી એ શેર બજારમાં સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામાં અનુસાર રાહુલ ગાંધીએ 25 કંપનીઓના શેરમાં રોકાણ કર્યું છે. જેની માર્કેટ વેલ્યૂ 4.34 કરોડ રૂપિયા દર્શાવી છે. રાહુલ ગાંધીના ઇક્વિટી પોર્ટફોલિયોમાં બજાજ ફાઈનાન્સ, દીપક નાઇટ્રેટ, દિવિસ લેબ, એચયુએલ, આઈસીઆઈસી બેંક, આઈટીસી લિમિટેડ, એલટીઆઈ માઈન્ડટ્રી, નેસ્લે ઈન્ડિયા, ટીસીએસ, ટાયટન, બ્રિયાનિયા ઈન્ડસ્ટ્રીઝ જેવી જાણીતી કંપનીના શેર સામેલ છે.

rahul gandhi net worth | congress leader rahul gandhi | rahul gandhi share market investment | rahul gandhi equity portfolio | rahul gandhi mutual fund investment | rahul gandhi bank balance | rahul gandhi affidavit
રાહુલ ગાંધી દ્વારા શેર બજારમાં રોકાણની વિગત (Photo – Rahul Gandhi Affidavit)

રાહુલ ગાંધીનું મ્યુચ્યુઅલ ફંડ અને સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ

રાહુલ ગાંધીએ ઇક્વિટી માર્કેટની જેમ 7 મ્ચુચ્યુઅલ ફંડમાં પણ જંગી 3.81 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રાહુલ ગાંધીએ એચડીએફસી એમકોપ ડીપી જીઆર, એચડીએફસી સ્મોલકેપ, આઈસીઆઈસીઆઈ EQ&DF, પીપીએફએએસ એફસીએફ ડી ગ્રોથ, એચડીએફસી હાઇબ્રિડ ડેટ ફંડ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ રેગ્યુલેર સેવિંગ્સ સ્કીમાં રોકાણ કર્યું છે.

rahul gandhi net worth | congress leader rahul gandhi | rahul gandhi share market investment | rahul gandhi equity portfolio | rahul gandhi mutual fund investment | rahul gandhi bank balance | rahul gandhi affidavit
રાહુલ ગાંધી દ્વારા મ્ચુચ્યુઅલ ફંડમાં રોકાણની વિગત (Photo – Rahul Gandhi Affidavit)

રાહુલ ગાંધી પાસે કેટલું બેંક બેલેન્સ છે?

રાહુલ ગાંધી સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ ઉપરાંત વીમા પોલિસી, નેશનલ સેવિંગ્સ સ્કીમ, પોસ્ટ બચત યોજના અને આવા અન્ય વિકલ્પોમાં રોકાણ કર્યું છે અને તેની હાલ માર્કેટ વેલ્યૂ 61.52 લાખ રૂપિયા છે. તેમની પાસે 55,000 રૂપિયા રોકડ રકમ છે અને બેંક એકાઉન્ટમાં 26.25 લાખ રૂપિયા જમા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ