રાહુલ ગાંધી બિહારમાં “સુપર ફ્લોપ” સાબિત થયા, તેમણે 51 ઉમેદવારો માટે મત માંગ્યા પરંતુ જીત્યા ફક્ત ચાર

Bihar vidhansabha Election Result: રાહુલ ગાંધીએ સાત જિલ્લાઓમાં 13 જાહેર રેલીઓ યોજી હતી, જેમાં 51 વિધાનસભા મતવિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા. આમ છતાં કોંગ્રેસ ફક્ત ચાર બેઠકો જીતવામાં સફળ રહી.

Written by Rakesh Parmar
November 21, 2025 20:27 IST
રાહુલ ગાંધી બિહારમાં “સુપર ફ્લોપ” સાબિત થયા, તેમણે 51 ઉમેદવારો માટે મત માંગ્યા પરંતુ જીત્યા ફક્ત ચાર
રાહુલ ગાંધીએ બિહારમાં 51 ઉમેદવારો માટે સભાઓ યોજી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ જંગી જીત મેળવી, જ્યારે મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સાત જિલ્લાઓમાં 13 રેલીઓ યોજી, 51 વિધાનસભા મતવિસ્તારોમાં ઉમેદવારો માટે મત માંગ્યા, પરંતુ ફક્ત ચાર બેઠકો જીતી. રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મળીને ડઝનબંધ જિલ્લાઓમાં 21 રેલીઓ યોજી હતી, જેમાં 105 બેઠકો આવરી લેવામાં આવી, પરંતુ તેમનો સ્ટ્રાઇક રેટ ઓછો હતો. આ ચૂંટણીમાં મહાગઠબંધનના ભાગ રૂપે કોંગ્રેસે 61 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

રાહુલનો સ્ટ્રાઇક રેટ ફક્ત 8 ટકા હતો

પક્ષના સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ સાત જિલ્લાઓમાં 13 જાહેર રેલીઓ યોજી હતી, જેમાં 51 વિધાનસભા મતવિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા. આમ છતાં કોંગ્રેસ ફક્ત ચાર બેઠકો જીતવામાં સફળ રહી અને રાહુલ ગાંધીની રેલીઓનો સ્ટ્રાઇક રેટ લગભગ 8 ટકા હતો. ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ રાજ્યમાં “મતદાર અધિકાર યાત્રા”નું પણ નેતૃત્વ કર્યું, જેમાં 18 જિલ્લાઓનો પ્રવાસ કર્યો. આ સમયગાળા દરમિયાન બે બેઠકોમાં તેમની સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ હાજર રહ્યા હતા.

મુકેશ શાહની સાથે તળાવમાં ઉતર્યા હતા

મલ્લાહ સમુદાયને આકર્ષવાના પ્રયાસમાં રાહુલ ગાંધીએ વીઆઈપી નેતા મુકેશ સાહની સાથે પ્રચારમાં પણ ભાગ લીધો. પ્રથમ તબક્કાના ભાગ રૂપે 29 ઓક્ટોબરના રોજ રાહુલ ગાંધીએ સકરા (SC), મુઝફ્ફરપુર અને રાજા પાકડ (SC) માં ઉમેદવારોના સમર્થનમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે સંયુક્ત રેલી યોજી. 30 ઓક્ટોબરના રોજ તેમણે નાલંદાના હરનૌત, પટણાના બારહ અને લખીસરાયમાં ઉમેદવારો માટે પ્રચાર કર્યો. 2 નવેમ્બરના રોજ બેગુસરાય અને ખાગરિયામાં રેલીઓ યોજાઈ, જ્યાં સાહની માછીમાર સમુદાય માટે આયોજિત સંવાદ કાર્યક્રમમાં ખાસ મહેમાન પણ હતા.

4 નવેમ્બરના રોજ રાહુલે ઔરંગાબાદ, કુટુમ્બા અને વઝીરગંજમાં રેલીઓ યોજી, જ્યારે 6 નવેમ્બરના રોજ તેમણે કસ્બા, બનમાનખી, આમરો, અરરિયા, મણિહારી અને ફોર્બ્સગંજમાં પ્રચાર કર્યો. 7 નવેમ્બરના રોજ અમરપુર, સુલતાનગંજ, ભાગલપુર અને કહલગાંવમાં રેલીઓ યોજાઈ હતી, જ્યારે 9 નવેમ્બરના રોજ બહાદુરગંજ, કિશનગંજ અને કસ્બામાં જાહેર રેલીઓ યોજાઈ હતી. રાહુલ ગાંધીએ જે બેઠકો પર રેલીઓ કરી હતી તેમાંથી કોંગ્રેસ ફક્ત ફોર્બ્સગંજ, અરરિયા, કિશનગંજ અને મણિહારીમાં જ જીતી હતી. તેવી જ રીતે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રથમ તબક્કામાં બછવારા અને બેલદૌરમાં રેલીઓ યોજી હતી.

આ પણ વાંચો: વન અધિકારીએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હતી, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

3 નવેમ્બરના રોજ સોનબરસા (SC), રોસેરા (SC) અને લખીસરાયમાં કાર્યક્રમો યોજાયા હતા. 5 નવેમ્બરના રોજ પશ્ચિમ ચંપારણના વાલ્મિકી નગર અને ચાણપટિયામાં પ્રચાર થયો હતો. 6 નવેમ્બરના રોજ રીગા, ગોવિંદગંજ અને બેનીપટ્ટીમાં રેલીઓ યોજાઈ હતી, જ્યારે અંતિમ તબક્કામાં કડવા, બરારી અને પૂર્ણિયામાં ચૂંટણી રેલીઓ યોજાઈ હતી. પ્રિયંકા ગાંધીની રેલીઓ છતાં, ફક્ત વાલ્મિકી નગર અને ચાણપટિયામાં જ વિજય મળ્યો હતો.

2020 ની ચૂંટણીમાં 19 બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે માત્ર છ બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ફક્ત બે પક્ષના ધારાસભ્યો, અરરિયાથી અબીદુર રહેમાન અને મણિહારીથી મનોહર પ્રસાદ સિંહ, પોતાની બેઠકો જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. અન્ય તમામ અગ્રણી કોંગ્રેસ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રદેશ પ્રમુખ રાજેશ રામ, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાન અને ભૂતપૂર્વ મંત્રી અવધેશ સિંહ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ ચૂંટણી હારી ગયા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ