રાજા રઘુવંશીના હત્યા કેસ પર મેઘાલયના મંત્રીએ કહ્યું – સોનમ છે મુખ્ય આરોપી, ભાડાના હત્યારાઓને કર્યા હતા હાયર

Raja Raghuvanshi Murder Case : મેઘાલયના પર્યટન મંત્રી પોલ લિંગદોહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ સ્પષ્ટપણે એક લવ ટ્રાયંગલ કેસ છે અને મુખ્ય આરોપીએ આ જઘન્ય ગુનાને અંજામ આપવા માટે ભાડે રાખેલા હત્યારાઓને કામે લગાડ્યા હતા

Written by Ashish Goyal
Updated : June 09, 2025 21:07 IST
રાજા રઘુવંશીના હત્યા કેસ પર મેઘાલયના મંત્રીએ કહ્યું – સોનમ છે મુખ્ય આરોપી, ભાડાના હત્યારાઓને કર્યા હતા હાયર
Raja Raghuvanshi Murder Case : રાજા રઘુવંશી હત્યા કેસ (ફાઇલ ફોટો)

Raja Raghuvanshi Murder Case : રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. રાજાની પત્ની સોનમ પર હત્યાનો આરોપ છે. સોનમની યુપી પોલીસે ધરપકડ કરી છે. મેઘાલયના પર્યટન મંત્રી પોલ લિંગદોહે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ સ્પષ્ટ રીતે પ્રેમ પ્રકરણનો કેસ છે અને મુખ્ય આરોપી સોનમે આ જઘન્ય અપરાધને અંજામ આપવા માટે ભાડે રાખેલા હત્યારાઓને કામે લગાડ્યા હતા.

આ લવ ટ્રાયંગલનો કિસ્સો છે – મેઘાલયના પર્યટન મંત્રી

મેઘાલયના પર્યટન મંત્રી પોલ લિંગદોહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ સ્પષ્ટપણે એક લવ ટ્રાયંગલ કેસ છે અને મુખ્ય આરોપીએ આ જઘન્ય ગુનાને અંજામ આપવા માટે ભાડે રાખેલા હત્યારાઓને કામે લગાડ્યા હતા. અમે સાત દિવસમાં કેસ હલ કરવા બદલ વિશેષ તપાસ ટીમને અભિનંદન આપીએ છીએ. આ કેસમાં ચાર આરોપી છે, જેમાં સોનમ રઘુવંશી મુખ્ય આરોપી છે. અન્ય આરોપીઓ ભાડેથી રાખેલા હત્યારાઓ છે. આરોપીઓની ઓળખ વિશાલ સિંહ ચૌહાણ, રાજ સિંહ અને આનંદ કુર્મી તરીકે થઈ છે, જે તમામ ઇન્દોરના રહેવાસી છે.

પોલ લિંગદોહે કહ્યું કે અમે સાબિત કરી દીધું છે કે અમારી પાસે કેસને સંભાળવા માટે સક્ષમ સક્ષમ પોલીસ દળ છે. એક રાજ્ય તરીકે, અમે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓની યજમાની કરવાનું ચાલુ રાખીએ છીએ. આવા કિસ્સાઓને રોકવા માટે ઉચ્ચ સ્તરની ક્ષમતાની ખાતરી કરવા માટે અમે સમગ્ર સ્થાનિક પર્યટક સમુદાય સાથે સંપર્ક પણ જાળવી રાખીશું.

આ પણ વાંચો – દુલ્હનના દરવાજે વરરાજાની માર મારીને હત્યા, ગુંડાઓએ ઘરે વસે તે પહેલા જ ઉજાડી નાખ્યું

શું છે કેસ?

રાજા રઘુવંશી અને સોનમના લગ્ન ઇન્દોરમાં થયા હતા અને 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. મેઘાલયમાં હનીમૂન પર ગયેલી સોનમ અને રાજા 22 મેના રોજ રૂટ બ્રિજની મુલાકાત લે છે અને ત્યાર બાદ નોંગ્રિએટમાં આખી રાત રહે છે. તેઓ બીજા દિવસે ગાયબ થઈ જાય છે. તેમનું સ્કૂટર ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. 2 જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ મેઘાલયમાં મળ્યો હતો જ્યારે સોનમ ગુમ હતી. આ પછી ઇન્દોર પોલીસથી લઈને મેઘાલય પોલીસ સુધી, તેઓ તેને શોધવાનું શરૂ કરે છે.

9 જૂને સોનમ રઘુવંશીએ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં કથિત રીતે સરેન્ડર કર્યું હતું. બીજી તરફ એમપીમાંથી 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ