/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Ramnath-Goenka-Excellence-in-Journalism-Awards.jpg)
રામનાથ ગોએન્કા ઈન્ડિયન એક્સપ્રેસના સ્થાપક છે અને તેમની સ્મૃતિમાં 2006થી આ પુરસ્કાર આપવામાં આવે છે.
Ramnath Goenka Excellence in Journalism Awards 2024 : પત્રકારત્વના ક્ષેત્રમાં દેશનો પ્રતિષ્ઠિત એવોર્ડ - રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ્સની 19 માર્ચ 2024, મંગળવારે ઘોષણા કરવામાં આવશે. આ એવોર્ડ કાર્યક્રમનું સાંજે 5.30 વાગ્યે રાજધાની નવી દિલ્હીના સરદાર પટેલ માર્ગ પર આઇટીસી મૌર્ય હોટલના કમલ મહેલ ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. પત્રકારત્વના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી, સમાચાર, રિપોર્ટિંગ, રિસર્ચ અને કવરેજ કરનારા પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવે છે.
13 કેટેગરીમાં 37 ઉત્કૃષ્ટ યોગદાન બદલ પત્રકારોને સન્માનિત કરાશે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ છે. આ કાર્યક્રમમાં 2021 અને 2022માં રિપોર્ટિંગ કરવામાં આવેલી ન્યૂઝ સ્ટોરી માટે પત્રકારોને આ પુરસ્કારો આપશે. આ તે સમયગાળો હતો જ્યારે દેશ કોરોના મહામારીમાંથી રિકવર થઇ રહ્યું હતું. રામનાથ ગોએન્કા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ એવોર્ડમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને ગવર્નન્સ, પુસ્તક, ફીચર રાઇટિંગ અને પ્રાદેશિક ભાષાઓ સહિત 13 કેટેગરીમાં પ્રિન્ટ, ડિજિટલ અને બ્રોડકાસ્ટ એમ બંને પ્રકારના પત્રકારોના 37 ઉત્કૃષ્ટ યોગદાન માટે સર્વશ્રેષ્ઠ પત્રકારત્વને મહત્વને માન્યતા આ સમ્માન આપવામાં આવે છે.
જ્યુરી દ્વારા પત્રકારોની પસંદગી
પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારા પત્રકારોની પસંદગી કરવા માટે વિવિધ ક્ષેત્રની દેશની ટોચની હસ્તીઓની એક જ્યુરી કમિટી હોય છે. તેમના નિર્ણય મુજબ દેશ-વિદેશના પત્રકારોના નામ નક્કી થાય છે. જ્યુરીએ મોટી સંખ્યામાં આવેલી ન્યૂઝ સ્ટોરીમાંથી સર્વશ્રેષ્ઠ સ્ટોરીની પસંદ કરવાની હોય છે.
પાછલા વર્ષ 2023માં આ પુરસ્કારો માટેની જ્યુરીમાં જસ્ટિસ બી એન શ્રીકૃષ્ણ (નિવૃત્ત); પ્રોફેસર (ડો.) સી. રાજકુમાર - ઓ.પી. જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના સ્થાપક વાઇસ ચાન્સેલર અને ડીન; ડો. એસ. વાય. કુરૈશી - ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર અને કે.જી. સુરેશ - માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન વાઇસ ચાન્સેલરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023માં દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યા હતા.
રામનાથ ગોએન્કા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડનાર યોદ્ધા
સ્વાતંત્ર્ય સેનાની અને પત્રકાર રામનાથ ગોએન્કાનો જન્મ 3 એપ્રિલ, 1904ના રોજ બિહારના દરભંગા જિલ્લામાં થયો હતો. તેઓ ઓળખ એક પ્રામાણિક પત્રકાર અને સરકારના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર યોદ્ધા છે. વર્ષ 1936માં તેમણે ઇન્ડિયન એક્સપ્રેસની શરૂઆત કરી હતી. તેઓ દેશની પ્રથમ બંધારણ સભાના સભ્ય પણ હતા.
રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ્સ (આરએનજી એવોર્ડ્સ) દેશમાં પત્રકારત્વના ક્ષેત્રમાં આપવામાં આવતા એવોર્ડ્સ પૈકીનો એક પુરસ્કાર છે. આ એવોર્ડ 2006થી રામનાથ ગોએન્કાની યાદીમાં દર વર્ષે આપવામાં આવે છે. ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપે 2004માં રામનાથ ગોએન્કા ઇન્ડિયા પ્રેસ ફોટો એવોર્ડની સ્થાપના કરી હતી. આ એવોર્ડ માત્ર મીડિયા ફોટોગ્રાફરો માટે હતો અને ડિસેમ્બર 2004માં મુંબઇના નરીમાન હાઉસ એક્સપ્રેસ ટાવર ખાતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us