Redmi 12 5G review : જો તમે બજેટ-ફ્રેંડલી સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો Redmi 12 5G સ્માર્ટફોન માટે છે,પરંતુ તમારી ઈચ્છા મુજબની સુવિધાઓ સાથે 4G ડિવાઇસ અથવા કેટલીક ખામીઓ વાળી 5G ડિવાઇસ વચ્ચે નિર્ણય લેવાની ફરજ પડશે. 5G ચિપસેટની ઊંચી કિંમત ફોન ઉત્પાદકોને કિંમત ઓછી રાખવા માટે દબાણ કરે છે. પરંતુ એક Redmi ફોન છે જે સૌથી ઝડપી મોબાઇલ નેટવર્ક સ્ટાન્ડર્ડ સાથે તમારી અપેક્ષા કરતાં વધુ ઓફર કરવાનો દાવો કરે છે. અહીં વાંચો ઝોહીબ અહેમદ દ્વારા છણાવટ કરાયેલ રેડમી 12 5જી રીવ્યુ,
ડિઝાઇન અને ડિસ્પ્લે
Redmi 12 5G ની ડિઝાઇનએ કસ્ટમરને જરૂરથી આકર્ષિત કરશે. ફોન સ્લીક બેક પેનલ સાથે પ્રીમિયમ એક્સપિરિયન્સ આપશે જે ફક્ત બ્રાન્ડ નામ ધરાવે છે, આ કિંમત સીરીઝમાં આના કરતાં વધુ આકર્ષક ફોન શોધવા માટે તમને ખૂબ જ મુશ્કેલી પડશે. ફ્રન્ટ પણ પંચ-હોલ કેમેરા સાથે પ્રીમિયમ લુક ધરાવે છે,
ફોન પ્રીમિયમ પણ લાગે છે, જે એક મજબૂત બિલ્ડ સાથે ટકાઉ છે. ડિસ્પ્લે AMOLED ન હોઈ શકે, પરંતુ LCD હાઈ ક્વોલિટીની 6.79″ કદની છે અને FHD+ રિઝોલ્યુશન સાથે સરળ 90Hz રિફ્રેશ રેટ ધરાવે છે.
પરફોર્મન્સ :
Snapdragon 4 Gen 2 ચિપ Redmi 12 5G ને પાવર આપે છે, જે આ ચિપ સાથે ભારતીય બજારમાં આવનાર પ્રથમ ડિવાઇસ બની છે. 4 Gen 2, તેના નામ પ્રમાણે, ફ્લેગશિપ-લેવલ 8 Gen 2 નું બરાબર અડધું પરફોર્મન્સ આપે છે. અને ફ્લેગશિપ ચિપ ખરેખર પાવરફૂલ છે.
ફોન ગેમિંગ માટે સારો છે, તમે પ્રોની જેમ Smooth+Ultra પર BGMI રમી શકો છો, જો કે, આમાં કોઈ એક્સ્ટ્રીમ ફ્રેમ રેટ સેટિંગ નથી. બેટરીની વાત કરીએ તો, 5,000mAhની બેટરી આખો દિવસ ચાલે છે.
ફોનના સોફ્ટવેરની વાત કરીએ તો, ફોનના શક્તિશાળી CPU હોવા છતાં, તે ઓછા એનિમેશન અને કોઈ અસ્પષ્ટ અસરો સાથે MIUI નું લાઈટ વરઝ્ન ચલાવે છે. તેનું ગ્રે બેગ્રાઉન્ડ એટલું આકર્ષક નથી,સ્ક્રીન ડિવાઇસ માટે સારી રીતે ઑપ્ટિમાઇઝ હોવા છતાં, તેને અપડેટની સખત જરૂર જણાય છે કારણ કે તે તેના હરીફોની તુલનામાં સુવિધાઓમાં પાછળ છે. દાખલા તરીકે, બિલ્ટ-ઇન આઇકન કસ્ટમાઇઝેશન નથી. Xiaomi ચાઇના અને MIUI ના ગ્લોબલ વરઝ્નને અલગ રીતે ટ્રીટ આપવાનું ચાલુ રાખે છે, જ્યારે અગાઉના ફીચર વધુ અદ્યતન છે.
કેમેરા
Redmi 12 5G માં 50MP પ્રાઈમરી કેમેરા છે, જે 2MP ડેપ્થ સેન્સર દ્વારા આસિસ્ટેડ છે. નેચરલ કલર સાતે કેમેરાનું રિઝલ્ટ સારું છે, જે બજેટ ડિવાઇસ માટે રેર છે, અને ડાયનેમિક રેન્ક માટે મુખ્ય હતી. નાઇટ-ટાઇમ વ્યુ જોકે હિટ લે છે અને તે સ્પષ્ટ થાય છે કે તે બજેટ ડિવાઇસ છે. પરંતુ તમારા હાથને ક્લિયર પિક્ચર લેવા સ્થિર રાખવો પડશે.
Redmi 12 5G ખરીદી શકાય?
એકંદરે, Redmi 12 5G તેની કિંમત શ્રેણી માટે નોંધપાત્ર ફોન છે તે ખરેખર ભારતમાં સૌથી સસ્તા 5G વિકલ્પોમાંનો એક છે. તે આકર્ષક ડિઝાઇન, સરળ પરફોર્મન્સ અને બેસ્ટ કેમેરા ક્વોલિટી ધરાવે છે.કદાચ માત્ર સોફ્ટવેરનો તમારો અનુભવ સારોન રહી શકે, પરંતુ તે વ્યક્તિગત પસંદગીની બાબત છે. જો તમે ઓછા બજેટમાં 5G ફોન શોધી રહ્યા છો, તો Redmi 12 5G એ યોગ્ય પસંદગી છે.





