Ramnath Goenka Memorial Lecture 2025 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા રામનાથ ગોએન્કા લેક્ચરમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે રામનાથ ગોએન્કા સાર્વજનિક જીવનમાં સાહસ અને સત્યનિષ્ઠાના પ્રતીક હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વૈશ્વિક અસ્થિરતા છતાં આપણો GDP લગભગ 7 ટકાના દરે વધી રહ્યો છે. ભારત માત્ર એક ઉભરતું બજાર જ નથી, પરંતુ એક ઉભરતું મોડેલ પણ છે. Express Groupની આ પ્રતિષ્ઠિત શ્રેણી એવા વક્તાઓને આમંત્રિત કરે છે જેમણે સમાજમાં પરિવર્તન લાવ્યું છે.
ભારતમાં લગભગ 94 કરોડ લોકો હવે સામાજિક સુરક્ષાના દાયરામાં છે – PM મોદી
PM મોદીએ કહ્યું કે ભારતમાં લગભગ 94 કરોડ લોકો હવે સામાજિક સુરક્ષાના દાયરામાં છે. એક દાયકા પહેલા આ સંખ્યા ફક્ત 25 કરોડ હતી, જેનો અર્થ એ થયો કે તે સમયે ફક્ત 25 કરોડ લોકોએ સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ લીધો હતો. આજે આ આંકડો વધીને 94 કરોડ થઈ ગયો છે, જે સામાજિક કલ્યાણ કવરેજના નોંધપાત્ર વિસ્તરણ અને સામાજિક ન્યાયના અમલીકરણનું સાચું ઉદાહરણ છે.
ભારત એક ભારત એક ઉભરતું મોડેલ છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે ઈન્ડિયન એક્સપ્રેસના પ્લેટફોર્મ પરથી હું કહી શકું છું કે ભારત માત્ર એક ઉભરતું બજાર નથી, ભારત માત્ર એક ઉભરતું મોડેલ પણ છે. આજે વિશ્વ ભારતીય વિકાસ મોડલને આશાનું મોડેલ માને છે.
બિહારમાં ઇતિહાસમાં સૌથી વધુ મતદાન થયું છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે તમને 14 નવેમ્બરના રોજ આવેલા પરિણામો યાદ હશે. આ ઐતિહાસિક પરિણામો સાથે બીજી એક બાબત ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. લોકશાહીમાં લોકોની વધતી ભાગીદારીને કોઈ અવગણી શકે નહીં. આ વખતે બિહારના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન થયું છે. મહિલાઓનું મતદાન પુરુષોની તુલનામાં લગભગ 9 ટકા વધારે હતું. આ લોકશાહીની પણ જીત છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ માત્ર એક અખબાર નથી, પરંતુ એક મિશન છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે આપણે બધા અહીં એક એવા વિભૂતિના સન્માન માટે અહીં આવ્યા છીએ, જેમણે ભારતીય લોકશાહીમાં પત્રકારત્વ, અભિવ્યક્તિ અને જન આંદોલનોની શક્તિને નવી ઉંચાઇ આપી છે. રામનાથજી એક વિઝનરીના રુપમાં, એક Institutional build-upના રુપમાં, નેશનલિસ્ટના રુપમાં અને એક મીડિયા લીડરના રુપમાં ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપને માત્ર એક અખબાર નહીં, પરંતુ એક મિશનના રુપમાં ભારતના લોકો વચ્ચે સ્થાપિત કર્યું.
ભારત પ્રગતિ માટે ઉત્સુક છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે રામનાથજીને ઘણીવાર એક અધીર વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવતા હતા, નકારાત્મક અર્થમાં નહીં, પરંતુ સકારાત્મક અર્થમાં. તેમની અધીરતા પરિવર્તનને પ્રેરણા આપી છે, સ્થિર પાણીમાં પણ ગતિ લાવતી હતી. તેવી જ રીતે આજનું ભારત પણ આ સર્જનાત્મક અધીરતાનું પ્રતીક છે. ભારત પ્રગતિ માટે આતુર છે, ભારત વિકાસ માટે બેચેન છે અને આત્મનિર્ભર બનવા માટે સંકલ્પબદ્ધ છે.
દૈનિક સાહસપૂર્ણ કાર્યોથી લોકશાહીને જીવંત રહે થે – વિવેક ગોએન્કા
એક્સપ્રેસ ગ્રુપના ચેરમેન વિવેક ગોએન્કાએ જણાવ્યું હતું કે દૈનિક સાહસપૂર્ણ કાર્યોથી લોકશાહીને જીવંત રાખે છે. 75માં વર્ષમાં આપણને યાદ અપાવવામાં આવી રહ્યું છે કે લોકતંત્ર તે નેતાઓના દૈનિક સાહસપૂર્ણ કાર્યોથી જીવિત રહે છે જે સાંભળે છઝે, પત્રકારો દૃઢ રહે છે અને વાચકો જે પરવાહ કરે છે.
એક્સપ્રેસ ગ્રુપના સ્થાપક રામનાથ ગોએન્કાના શ્રેષ્ઠ વિચારોની યાદગીરીમાં શરૂ કરાયેલ રામનાથ ગોએન્કા લેક્ચર સીરીઝમાં એવા વક્તાઓને આમંત્રિત કરવામાં આવે છે. જેમણે પરિવર્તન લાવ્યું છે અને સમકાલીન પડકારો પર વિવેચનાત્મક અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રેરણા આપી છે. પ્રતિષ્ઠિત એવી આ વ્યાખ્યાનમાળામા અત્યાર સુધી શ્રેષ્ઠ વ્યક્તિઓ પોતાના વિચાર રજૂ કર્યા છે અને એક નવી દિશા આપી છે.





