Bihar Robbery Case: બિહારના આરામાં તનિષ્કના જ્વેલરી શોરૂમમાં બદમાશોએ 25 કરોડની લૂંટ ચલાવી છે. તસ્કરોએ શો-રૂમમાં ધોળે દહાડે લૂંટ ચલાવી સોના-ચાંદી અને હીરાના દાગીના તેમજ રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર આ પછી આરોપીઓને પોલીસ સાથેની ઝડપમાં ગોળી વાગી છે અને બે ની ધરપકડ કરી લેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તનિષ્ક શોરૂમ લૂંટ કેસમાં બંને આરોપીઓ સારણ જિલ્લાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક સોનપુરનો અને બીજો દિઘવારા વિસ્તારનો છે. આ બન્નેની આરા-છપરા બોર્ડર પર બબુરા પાસે ધરપકડ કરવામાં આવી છે.
લૂંટનો માલ ત્રણ થેલામાં લઈ બદમાશો ભાગી રહ્યા હતા
આ મામલે પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ થયું હતું. આ બંને શખસો ત્રણ થેલામાં આભૂષણ લઈ જતા હતા, જેમાંથી બે થેલામાં દાગીના ભરેલા હતા અને એક થેલો રોકડ રકમનો હતો. આ એન્કાઉન્ટરમાં ગોળી વાગવાને કારણે બંને આરોપીઓ ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.
લગભગ 7 બદમાશો શો રૂમમાં ઘૂસ્યા
પોલીસના જણાવ્યા અનુસાર લૂંટના કેસમાં આરોપીઓની સંખ્યા 7ની આસપાસ હોવાનું કહેવાય છે. એકે માસ્ક પહેર્યું હતું, તો બીજા બધા ગુનેગારો મોઢું ખુલ્લું રાખીને આવ્યા હતા. પહેલા તો આ ગુનેગારો ગ્રાહક બનીને તનિષ્કના શોરૂમમાં ઘૂસી ગયા હતા. આ પછી ફરી બે ગુનેગારો ઘૂસ્યા હતા ત્યાર બાદ બંદૂકની અણીએ લૂંટ કરવામાં આવી હતી. આ દરમિયાન સેલ્સમેન રોહિત કુમારને માર મારવામાં આવ્યો હતો અને ઇજા થઇ હતી.
તનિષ્ક શોરૂમના સિક્યુરિટી ગાર્ડ રહેલા મનોજ ઠાકુરના માથા પર પિસ્તોલ રાખીને તેની પાસેથી બંદુક પડાવી લીધી હતી.





