PM Narendra Modi : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી વચ્ચે વાતચીત થઈ છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે સંવાદ અને ફુટનીતિને આગળ વધારવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં પીએમ નરેન્દ્ર મોદીએ શાંતિ માટેના તમામ પ્રયાસો અને સંઘર્ષનો વહેલી તકે અંત લાવવા માટે ભારતના સતત સમર્થનની જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત તેના જનકેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવીય સહાય પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
ભારત માનવીય સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે – પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સારી વાતચીત થઈ છે. શાંતિના તમામ પ્રયાસો અને ચાલી રહેલા સંઘર્ષને જલ્દી સમાપ્ત કરવા માટે ભારતનાં સતત સમર્થનની જાણકારી આપી હતી. ભારત તેના જનકેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવીય સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : વરુણ ગાંધી નવા જુની કરવાના મૂડમાં! ઉમેદવારી પેપરને લઇને ચર્ચામાં
પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી
ઝેલેન્સ્કી સાથેની વાતચીત પહેલા જ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી હતી. તેમને તેમના પાંચમા કાર્યકાળ માટે અભિનંદન આપતા કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે સંવાદ અને કૂટનીતિ એ જ આગળનો માર્ગ છે.
છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયામાં રાષ્ટ્રપતિ પુતિન પાંચમી વખત ચૂંટણી જીતીને રાષ્ટ્રપતિ બન્યા છે.





