તેજસ્વી યાદવની કોર ટીમમાં સંજય યાદવ અને રમીઝ સિવાય આ 4 લોકો પણ સામેલ, જાણો કોનો શું છે રોલ

તેજસ્વી યાદવની કોર ટીમમાં સંજય યાદવ અને રમીઝ સિવાય અન્ય ચાર લોકો પણ સામેલ છે જે તેમના અને આરજેડીના આખા કામની સંભાળ રાખે છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સંજય યાદવ પર ગંભીર આરોપ લગાવ્યા છે

Written by Ashish Goyal
November 18, 2025 23:23 IST
તેજસ્વી યાદવની કોર ટીમમાં સંજય યાદવ અને રમીઝ સિવાય આ 4 લોકો પણ સામેલ, જાણો કોનો શું છે રોલ
સંજય યાદવ તેજસ્વી યાદવના સલાહકાર છે (ફાઇલ ફોટો)

tejashwi yadav core team : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએનો ઐતિહાસિક વિજય થયો હતો અને મહાગઠબંધનનો કારમો પરાજય થયો હતો. મહાગઠબંધનની હાર બાદ લાલુ પરિવારમાં હંગામો મચી ગયો છે. તેજસ્વી યાદવ અને તેમના સલાહકાર સંજય યાદવ વિરુદ્ધ પરિવારમાં અવાજ ઉઠવા લાગ્યા છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ સંજય યાદવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે તેજ પ્રતાપ યાદવ પહેલાથી જ સંજય યાદવને નિશાન બનાવી રહ્યા છે.

ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આરજેડીના કાર્યકરોએ પણ સંજય યાદવ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે સંજય યાદવ તેજસ્વી યાદવની ખૂબ નજીક છે અને અવારનવાર તેની સાથે જોવા મળે છે. તેજસ્વી યાદવે શું કરવાનું છે અથવા કયા મુદ્દા પર કઇ રણનીતિ બનાવવાની છે. તેનો નિર્ણય પર સંજય યાદવ લેશે.

રોહિણી આચાર્યએ રમીઝ-સંજય સામે મોરચો ખોલ્યો છે

લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ પણ સંજય યાદવ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેણે તેજસ્વી યાદવની ટીમમાં રહેલા રમીઝનો પણ ઉલ્લેખ કર્યો છે. રમીઝ ઉત્તર પ્રદેશના બલરામપુરનો રહેવાસી છે અને તેની સામે અનેક કેસ પણ નોંધવામાં આવ્યા છે. પરંતુ રમીઝ અને સંજય યાદવ સિવાય તેજસ્વી યાદવની કોર ટીમમાં અન્ય ચાર લોકો પણ સામેલ છે, જે તેમના અને આરજેડીના આખા કામની સંભાળ રાખે છે.

મોહમ્મદ અદનાન

મોહમ્મદ અદનાન તેજસ્વી યાદવનો પર્સનલ આસિસ્ટન્ટ છે અને તે હંમેશા તેમની સાથે રહે છે. મોહમ્મદ અદનાન નક્કી કરે છે કે તેજસ્વી યાદવ કોને મળશે. તેજસ્વી યાદવને નિર્દેશ સંજય યાદવથી મળે છે.

સુનીલ સિંહ

સુનીલ સિંહ તેજસ્વી યાદવની ટીમનો ભાગ છે. જોકે તે લાલુ યાદવની ટીમમાં પણ સામેલ છે. સુનીલ સિંહને આરજેડી અને લાલુ પરિવારનો સૌથી અભિન્ન ભાગ માનવામાં આવે છે. તેને રાબડી દેવીએ ભાઇ બનાવેલો છે અને એમએલસી પણ છે. સુનીલ સિંહ તેજસ્વીને સલાહ પણ આપે છે અને એવું પણ કહેવામાં આવે છે કે તેજસ્વી તેની વાત કાપતો નથી.

આ પણ વાંચો – ખેડૂતો માટે ખુશીના સમાચાર, પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 21મો હપ્તો આ તારીખે મળશે

શક્તિ યાદવ

તેજસ્વી યાદવની ટીમમાં આરજેડીના મુખ્ય પ્રવક્તા શક્તિ યાદવ પણ સામેલ છે. શક્તિ યાદવ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પ્રવક્તાઓની ટીમને સંભાળે છે. શક્તિ સિંહ યાદવ નક્કી કરે છે કે કયા નેતાએ મીડિયામાં શું કહેવું છે. તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ મનોજ ઝાને બોલતા અટકાવે છે.

એન્જિનિયર સુનિલ

તેજસ્વી યાદવની કોર ટીમમાં એન્જિનિયર સુનીલ પણ સામેલ છે. એન્જિનિયર સુનીલ રાઘોપુરમાં તેજસ્વી યાદવનું આખું કામ સંભાળે છે અને પાર્ટીના ભંડોળ સંબંધિત કામોની પણ દેખરેખ રાખે છે. વર્ષ 2015થી એન્જિનિયર સુનીલ રાઘોપુરની કમાન્ડ સંભાળી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે તેજસ્વી ત્યાંથી ધારાસભ્ય છે, પરંતુ બધું કામ એન્જિનિયર સુનિલ સંભાળે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ