વૈજ્ઞાનિકોએ શોધ્યું અલૌકિક ચમકતું દુર્લભ મશરૂમ, ભારતમાં ક્યા જંગલમાં જોવા મળ્યું? શું છે તેનું રહસ્ય? જાણો બધુ જ

Bioluminescent Mushroom Glowing Rare Mushroom : વૈજ્ઞાનિકોને કેરળના કાસરગોડ વિભાગના રાણીપુરમ જંગલ માં એક દુર્લભ ચમકતુ મશરૂમ પ્રજાતિ મળી આવી છે. જોકે, હાલ તેનો ખાવા માટે ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે અને, વધુ સંશોધનની રાહ જોવી જોઈએ.

Written by Kiran Mehta
June 17, 2024 18:35 IST
વૈજ્ઞાનિકોએ શોધ્યું અલૌકિક ચમકતું દુર્લભ મશરૂમ, ભારતમાં ક્યા જંગલમાં જોવા મળ્યું? શું છે તેનું રહસ્ય? જાણો બધુ જ
કેરળના જંગલમાંથી દુર્લભ મશરૂમ મળ્યું (ફોટો ફ્રીપીક - પ્રતિકાત્મક)

Bioluminescent Mushroom Glowing Rare Mushroom : ઓનમનોરમાના અહેવાલ મુજબ, કેરળના કાસરગોડના જંગલોમાં, સંશોધકોએ બાયોલ્યુમિનેસન્ટ મશરૂમની એક દુર્લભ પ્રજાતિની શોધ કરી છે, જે રાત્રિના અંધકારમાં તેજસ્વી, અલૌકિક લીલો પ્રકાશ ફેંકે છે.

દુર્લભ ચમકતુ મશરૂમ ક્યાંથી મળ્યું?

વૈજ્ઞાનિક રીતે ફિલોબોલેટસ મેનિપ્યુલરિસ (Phyloboletus manipularis) તરીકે ઓળખાતી, આ આકર્ષક ફૂગ (મશરૂમ) બાયોકેમિકલ પ્રક્રિયા દ્વારા પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. કેરળના વન અને વન્યજીવ વિભાગના કાસરગોડ વિભાગ અને રાનીપુરમના જંગલમાં ભારતીય સમુદાયના મશરૂમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા સૂક્ષ્મ ફૂગ (મશરૂમ)ના સર્વેક્ષણ પછી આ મળી આવ્યું હતુ.

વૈજ્ઞાનિકો અને સંશોધકોનો સમાવેશ કરતી સર્વે ટીમમાં કાસરગોડ વિભાગીય વન અધિકારી કે અશરફ, ડૉ. જીનુ મુરલીધરન, ડૉ. સંતોષ કુમાર કુકલ, કેએમ અનુપ, સચિન પાઈ અને પૂર્ણા સજનાનો સમાવેશ થાય છે.

ઓનમેનોરમા અનુસાર, સર્વેક્ષણ દરમિયાન મશરૂમની 50 થી વધુ વિવિધ પ્રજાતિઓ મળી આવી છે, પરંતુ જેમાં બાયોલ્યુમિનેસન્ટ મશરૂમ સૌથી નોંધપાત્ર શોધ છે. જો કે, વૈજ્ઞાનિકો આ મશરૂમને “ખાવા માટે યોગ્ય નથી” માનતા.

ફિલોબોલેટસ મેનિપ્યુલરિસ શું છે?

યાંગસમ સિનિયર સેકન્ડરી સ્કૂલ, સિક્કિમના વનસ્પતિશાસ્ત્રી અને પ્રિન્સિપાલ દિલીપ કુમાર રાય સમજાવે છે કે, “કાસરગોડ જંગલમાં ફિલોબોલેટસ મેનિપ્યુલરિસ (Phylloboletus manipularis) ની શોધ એ ફૂગની (મશરૂમ) જૈવવિવિધતા વિશેની અમારી સમજમાં એક નોંધપાત્ર ઉમેરો છે. તેની અનન્ય બાયોલ્યુમિનેસેન્સ પ્રકૃતિની અજાયબીઓની ઝલક પૂરી પાડે છે.”

આ દુર્લભ મશરૂમ કેમ ચમકે છે?

તેમણે કહ્યું કે, Phyloboletus manipularis બાયોલ્યુમિનેસન્ટ મશરૂમની અજાયબી અને આકર્ષક પ્રજાતિ છે. આ મશરૂમ તેમના કોષોમાં રાસાયણિક પ્રક્રિયાને કારણે રાત્રે તેજસ્વી રીતે લીલા પ્રકાશ તરીકે ચમકે છે. “આ મશરૂમ ઉષ્ણકટિબંધીય, ભેજવાળા વાતાવરણમાં ખીલે છે, સામાન્ય રીતે ગાઢ જંગલોમાં જોવા મળે છે, જ્યાં ખરી પડેલાં વૃક્ષો અને પાંદડાઓ જેવી પુષ્કળ પ્રમાણમાં ક્ષીણ થતી કાર્બનિક સામગ્રી હોય છે. આ સાથે સમૃદ્ધ, ભેજવાળું વાતાવરણ તેમની વૃદ્ધિ અને તેમની ચમત્કારીક ચમકતી મિલકત માટે જરૂરી સંજોગો અને પોષક તત્વો પૂરા પાડે છે.”

ફાયલોબોલેટસ મેનિપ્યુલરિસમાં બાયોલ્યુમિનેસેન્સની બાયોકેમિકલ પ્રક્રિયા

રાયના મતે, તમે Phyloboletus manipularis માં જે ગ્લો (ચમક) જુઓ છો તે લ્યુસિફેરીન (એક રંગદ્રવ્ય) અને લ્યુસિફેરેસ (એક એન્ઝાઇમ) સાથે સંકળાયેલી રાસાયણિક પ્રતિક્રિયાને કારણે છે, જેમાં ઓક્સિજન મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પ્રતિક્રિયા પ્રકાશ ઉત્પન્ન કરે છે, જે અન્ય બાયોલ્યુમિનેસન્ટ સજીવો જેમ કે ફાયરફ્લાય અને કેટલાક દરિયાઈ જીવો સાથે વહેંચાયેલ (મળતી આવતી) લાક્ષણિકતા છે.

ફૂગમાં (મશરૂમ), આ ગ્લો (ચમક) મિકેનિઝમ જંતુઓને આકર્ષવા માટે માનવામાં આવે છે, “જે મશરૂમના બીજકણ ફેલાવવામાં મદદ કરે છે”. જ્યારે આ પ્રક્રિયા અન્ય બાયોલ્યુમિનેસન્ટ જીવોની જેમ જ છે, ત્યારે રાય નિર્દેશ કરે છે કે, તેમાં સામેલ કેટલાક ચોક્કસ રસાયણો અલગ હોઈ શકે છે, જે બાયોલ્યુમિનેસન્ટ જીવનની વિવિધતામાં વધારો કરે છે, જે સંશોધનનો વિષય છે.

રાણીપુરમ જંગલમાં ફંગલ (મશરૂમ) જૈવવિવિધતાને સમજવામાં યોગદાન આપશે

રાય સંમત છે કે, રાનીપુરમના જંગલમાં ફાયલોબોલેટસ મેનિપ્યુલરિસની શોધ એ વિજ્ઞાનની મોટી જીત છે. “આ બાયોલ્યુમિનેસન્ટ મશરૂમ્સ માત્ર કાર્બનિક પદાર્થોને તોડીને ઇકોસિસ્ટમમાં ફાળો આપે છે, પરંતુ સંશોધન માટે નવા રસ્તાઓ પણ ખોલે છે. વૈજ્ઞાનિકો બાયોલ્યુમિનેસેન્સ વિશે વધુ સમજવા અને સંભવિત રીતે નવી પ્રજાતિઓ શોધવા માટે તેમના આનુવંશિક મેકઅપનો અભ્યાસ કરી રહ્યા છે, જે ફંગલ ઇકોસિસ્ટમના આપણા જ્ઞાનમાં વધારો કરશે”.

Bioluminescent Mushroom Glowing Rare Mushroom
જંગલમાંથી મળેલી આ મશરૂમ પ્રજાતિનું સેવન હાલ યોગ્ય નહી (ફોટો સોર્સ – ફ્રીપીક)

ફાયલોબોલેટસ મેનિપ્યુલરિસ મશરૂમ સેવન ટાળવા માટેના કારણો અને આરોગ્ય જોખમો

જો કે Phyloboletus manipularis તેના ઝળહળતા લીલા પ્રકાશથી જાદુઈ અને આકર્ષક દેખાઈ શકે છે, પરંતુ વૈજ્ઞાનિકો તેને ખાવા માટે ભારપૂર્વક ટાળવાનું કહી રહ્યા છે. રાયે તેની પાછળના કારણો શેર કર્યા છે. “ઘણા જંગલી મશરૂમ્સમાં ઝેર હોય છે, જે આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે, અને બાયોલ્યુમિનેસન્ટ માટે તેમાં હાલ કોઈ અપવાદ નથી. તેને ચમકીલુ કરવા માટે રહેલા રસાયણો ઝેરી હોઈ શકે છે, જેનાથી ગંભીર જઠરાંત્રિય સમસ્યાઓ થઈ શકે છે અથવા જો ખાવમાં આવે તો વધુ ખરાબ પણ થઈ શકે છે.

તેઓ ચેતવણી આપે છે કે, જ્યાં સુધી વધુ સંશોધન કરવામાં ન આવે ત્યાં સુધી, આ મશરૂમ્સને ખોરાકના સ્ત્રોત તરીકે ન ગણવું જોઈએ, તેના બદલે તેની સુંદરતા માટે પ્રશંસા કરવી જ શ્રેષ્ઠ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ