SCO Summit: પીએમ મોદી પુતિનને ગળે મળ્યા, જિનપિંગ સાથે હસીને વાત કરી; તસવીરોમાં જુઓ ‘ત્રિમૂર્તિ’ની રાજકીય કેમિસ્ટ્રી

PM Modi Meet Vladimir Putin And Xi Jinping : એસસીઓ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ગળે મળી અભિવાદન કર્યું હતું. તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્મિત સાથે મુલાકાત કરી હતી. એશિયાના 3 મહત્વપૂર્ણ દેશોના વડાઓની કેમિસ્ટ્રી તસવીરમાં સ્પષ્ટ દેખાય છે.

Written by Ajay Saroya
September 01, 2025 10:16 IST
SCO Summit: પીએમ મોદી પુતિનને ગળે મળ્યા, જિનપિંગ સાથે હસીને વાત કરી; તસવીરોમાં જુઓ ‘ત્રિમૂર્તિ’ની રાજકીય કેમિસ્ટ્રી
PM Modi With Vladimir Putin And Xi Jinping : SCO સમિટ 2025માં પીએમ નરેન્દ્ર મોદી સાથે રશિયાના વડા પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. (Photo: @narendramodi)

PM Modi Meer Vladimir Putin And Xi Jinping In SCO Summit 2025 : પીએમ નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અન્ય દેશોના નેતાઓએ ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ (એસસીઓ)ના સભ્ય સત્રમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પુતિન અને જિનપિંગ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદી SCO સમિટ સ્થળે પહોંચતા જ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પણ ગળે લગાવ્યા હતા.

SCO સમિટમાં પીએમ મોદી, શી જિનપિંગ અને પુતિનની કેમેસ્ટ્રી એ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વાયરલ ફોટામાં ત્રણેય નેતાઓ એકબીજા સાથે હસી હસીને વાતો કરતા જોઇ શકાય છે. ચીનના તિયાનજિનમાં સોમવારે 10 સભ્યોના SCOના રાષ્ટ્રાધ્યક્ષોના શિખર સંમેલનની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જૂથના અન્ય નેતાઓ સાથે મળીને આ સમૂહની ભાવિ દિશા નક્કી કરવા માટે એક દિવસીય સમિટમાં ચર્ચા-વિચારણા શરૂ કરી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નેતાઓનું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદીએ પુતિન અને શી જિનપિંગ સાથે તસવીરો પોસ્ટ કરી

સોમવારથી શરૂ થનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની વાતચીતની તસવીરો પોસ્ટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર એક પોસ્ટ કરી જેમા લખ્યું કે, “તિયાનજિનમાં વાટાઘાટો ચાલુ છે! SCO સમિટની સાથે સાથે રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વિચારોનું આદાનપ્રદાન.”

પીએમ નરેન્દ્ર મોદીની પુતિન સાથેની મિત્રતા સ્પષ્ટ દેખાઈ રહી હતી કારણ કે બંનેએ એકબીજાને સ્મિત આપતા અને ગળે મળીને અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ પુતિનને શુભેચ્છા પાઠવતી અને ગળે લગાવતી તેમની બે તસવીરો પણ પોસ્ટ કરી હતી. SCO સમિટના પૂર્ણ સત્ર પહેલા ત્રણેયે કેટલીક હળવી ટિપ્પણીઓની આપ-લે પણ કરી હતી, જે પછી તેઓ એસસીઓના સભ્યોની તસવીર માટે સ્ટેજ તરફ ચાલ્યા ગયા હતા. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે આ વાતચીત તેમની દ્વિપક્ષીય બેઠક પહેલા થઇ હતી, જે પૂર્ણ સત્ર બાદ થવાની છે.

SCO સમિટની શરૂઆત

25મી SCO સમિટ રવિવારે રાત્રે શી જિનપિંગ દ્વારા આયોજિત ભવ્ય ભોજન સમારંભ સાથે ઔપચારિક રીતે ખુલી હતી. આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ સામેલ થયા છે. આ વર્ષની સમિટને એસસીઓ જૂથની સૌથી મોટી સમિટ માનવામાં આવે છે કારણ કે ચીને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત 20 વિદેશી નેતાઓ અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓને ‘SCO પ્લસ’ સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. સોમવારે વિવિધ નેતાઓ સભાને સંબોધીત કરશે અને સંગઠન માટે પોતાનું ભાવિ વિઝન રજૂ કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ