Viral Video : રીલ બનાવવા બાળક રેલવે ટ્રેક પર સૂઇ ગયું અને ટ્રેન આવી … ખતરનાક વાયરલ વીડિયો જોઇ યૂઝર્સે કહ્યું – ગાંડપણની હદ

Dangerous Stunt Viral Video: સોશિયલ મીડિયા પર વાયરલ થવા રીલ બનાવતી વખતે લોકો જિંદગી પણ જોખમમાં મૂકી શકે છે. વાયરલ વીડિયોમાં એક બાળક રેલવે ટ્રેક પર સુઇ જાય છે અને તેના પરથી ટ્રેન પસાર થાય છે. આ દિલધડક વાયરલ વીડિયો જોઇ યૂઝર્સે કહ્યું કે, આ ગાંડપણ છે

Written by Ajay Saroya
July 07, 2025 13:42 IST
Viral Video : રીલ બનાવવા બાળક રેલવે ટ્રેક પર સૂઇ ગયું અને ટ્રેન આવી … ખતરનાક વાયરલ વીડિયો જોઇ યૂઝર્સે કહ્યું – ગાંડપણની હદ
Shocking Viral Video: રીલ બનાવવા બાળક રેલવે ટ્રેક પર સૂઇ જવાનો વાયરલ વીડિયો જોઇ યુઝર્સ ભડક્યાં છે. (Photo: @TeluguScribe)

Shocking Viral Video: સોશિયલ મીડિયાની લત લોકો પર એટલી વધી ગઈ છે કે તેઓ જિંદગીની પરવા કર્યા વગર માત્ર લાઈક્સ અને વ્યૂઝ માટે કન્ટેન્ટ બનાવવા નીકળી પડે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલચે લોકોને આંધળા કરી દીધા છે. તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવા કંઇ પણ કરી શકે છે. પછી ભલે તે જિંદગીના ભોગે કેમ ન હોય. આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમા બાળક રેલવે ટ્રેક પર સુઇ જાય છે અને તેના પર ટ્રેન પસાર થઇ જાય છે. આ વીડિયો જોઇ યુઝર્સ ભડક્યા છે.

બાળક ઉપરથી ટ્રેન પસાર થઇ ગઇ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળક રીલ માટે પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક રેલવે ટ્રેક પર સૂઈ ગયો છે અને ટ્રેન તેની ઉપરથી પસાર થઈ રહી છે.

માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર તેલુગુ સ્ક્રાઇબ નામના હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક બાળક રેલવે ટ્રેક પર સૂઇને ટ્રેન આવવાની રાહ જોઇ રહ્યું છે. જ્યારે અન્ય બાળકો તેના વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, થોડી ક્ષણો બાદ ટ્રેન આવે છે અને પાટા પર સૂતેલા બાળક ઉપરથી ઝડપથી પસાર થાય છે. આ સમય દરમિયાન, બેકગ્રાઉન્ડમાં વીડિયો રેકોર્ડ કરતા બાળકોનો અવાજ સાંભળી શકાય છે. બાળકને ખુશ કરવા મોટા અવાજે બુમો પાડતા સાંભળી શકાય છે

આ વીડિયો ઓડિશાના બૌધ જિલ્લાનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. અહીંના પુરૂનાપાનીમાં રીલ્સ બનાવવાનો ક્રેઝી એક છોકરો રેલવે ટ્રેક પર સૂઇ ગયો હતો અને ટ્રેન તેની ઉપરથી પસાર થઈ ગઈ હતી. તેના મિત્રોએ આ વીડિયો તેમના ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો. અધિકારીઓએ ત્રણ સગીરને કસ્ટડીમાં લીધા હોવાનું કહેવાય છે અને તેઓ તપાસ કરી રહ્યા છે. જો કે જનસત્તા આવા કોઈ દાવાની પુષ્ટિ કરી શકી નથી.

ગાંડપણ અંગે ચિંતા વ્યક્ત કરી

વાયરલ વીડિયોના કમેન્ટ સેક્શનમાં યૂઝર્સ યંગસ્ટર્સ અને બાળકોમાં રીલ્સના ક્રેઝ અંગે ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. તેમણે સંભવિત જોખમ અવગણીને માત્ર રીલ માટે કંઇ પણ કરવાની વધતી જતી ઘેલછાને ચિંતાજનક ગણાવી હતી.

આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, આજના યુવાનો રીલના નામે પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે. યુવાનોમાં પરિવર્તનની જરૂર છે. હું ઇચ્છું છું કે સરકાર, માતાપિતા અને આપણી આસપાસના લોકો આ દિશામાં પગલાં લે. અન્ય એક યુઝરે કહ્યું કે, “આ રીલ્સ ડિસ્ટર્બ કરી રહી છે અને બાળકોને વ્યસની બનાવી રહી છે.” તેઓ ફક્ત પલંગ પર ચોંટેલા રહેવાનું પસંદ કરે છે … તેઓ કોઈ પણ બાબત વિશે વિચારવાની સ્થિતિમાં પણ નથી. ”

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ