Shubhanshu Shukla Axiom4 Mission Return Updates : ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની પૃથ્વી પર પાછા ફરવાની યાત્રા શરૂ થઇ ગઇ છે. તેઓ Axiom-4 મિશન હેઠળ પાછા ફરી રહ્યા છે. તેમના અવકાશયાનને ISS માંથી અનડોક કરવામાં આવ્યું છે. શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર 18 દિવસ વિતાવ્યા હતા.
મંગળવારે બપોરે લેન્ડ થશે
શુભાંશુ શુક્લા અને તેમની ટીમ ડ્રેગન સ્પેસડ્રાફ્ટમાં સવાર છે અને અવકાશ સ્ટેશનમાંથી અનડોકિંગ ભારતીય સમય પ્રમાણે લગભગ 4:50 વાગ્યે થયું હતું. આ પછી સ્પેસડ્રાફ્ટ 22.5 કલાકની મુસાફરી પછી મંગળવારે બપોરે ભારતીય સમય પ્રમાણે 3:01 વાગ્યે કેલિફોર્નિયાના દરિયાકાંઠે સમુદ્રમાં સ્પ્લૈશડાઉન કરશે. આ સમગ્ર પ્રક્રિયા સ્વચાલિત હશે અને તેને કોઈ મેન્યુઅલ હસ્તક્ષેપની જરૂર રહેશે નહીં.
ડ્રેગન સ્પેસક્રાફ્ટ ISS થી અલગ થયા પછી કેટલાક એન્જિન બર્ન કરશે જેથી તે સ્ટેશનથી સુરક્ષિત અંતરે પોતાને લઈ જઈ શકે. આ પછી તે પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તેનું તાપમાન 1,600 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પેરાશૂટ બે તબક્કામાં ખુલશે, પહેલા 5.7 કિમીની ઊંચાઈએ સ્ટેબલાઇઝિંગ ચુટ્સ અને પછી લગભગ બે કિમી પર મુખ્ય પેરાશૂટ ખોલશે, જેનાથી સ્પેસક્રાફ્ટની સુરક્ષિત લેન્ડિંગ સંભવ બનશે.
આ પણ વાંચો – ગુફામાં રહેતી રશિયાની મહિલાએ કહ્યું – પ્રાણીઓએ અમારા પર હુમલો કર્યો નથી, અમે માણસોથી ડરતા હતા
શુભાંશુ શુક્લાએ વિદાય સમારંભમાં શું કહ્યું
રવિવારે આઈએસએસ પર એક્સપીડિશન-73 મિશનના અંતરિક્ષયાત્રીઓએ Axiom-4 મિશન ટીમ માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે શુભાંશુ શુક્લાએ કહ્યું કે આપણે પૃથ્વી પર ટૂંક સમયમાં મળીશું. તેમણે એમ પણ કહ્યું કે તેમણે કલ્પના કરી ન હતી કે આ યાત્રાની શરૂઆતમાં તેઓ આટલો બધો અનુભવ કરશે. આ યાત્રા તેમના માટે અવિસ્મરણીય હતી.
અવકાશમાંથી ભારતની તસવીર વિશે વાત કરતાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે રાકેશ શર્માએ 1984માં જે ભારત જોયું હતું તે પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે આજનું ભારત મહત્વાકાંક્ષી, નીડર, આત્મવિશ્વાસી અને ગર્વથી ભરેલું દેખાય છે. આ જ કારણ છે કે હું આજે પણ કહી શકું છું કે ‘સારે જહાં સે અચ્છા હૈ હમારા ભારત’. તેમનું નિવેદન ભારતની બદલાતી અંતરિક્ષ તાકાતને પણ દર્શાવે છે.