/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/sitaram-yechury-body-donation.jpg)
Sitaram Yechury Dead Body Donation To AIIMS: સીતારામ યેચુરીનો પાર્થિવ દેહ એઇમ્સમાં દાન કરવામાં આવ્યો છે. (Express Photo By Amit Mehra/ Freepik)
Sitaram Yechury Dead Body Donation To Aiims: સીપીઆઈ નેતા સીતારામ યેચુરીનું 12 સપ્ટેમ્બર 2024ના રોજ 72 વર્ષની વયે નિધન થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુ બાદ પરિવારજનોએ એમ્સ (AIMS) માં તેમનો પાર્થિવ દેહ દાન કર્યું છે. હવે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે નહીં. એક વ્યક્તિના દેહ દાન થી ઘણા લોકો કોઈ પણ વ્યક્તિના શરીરનું દાન કરીને નવું જીવન મેળવી શકે છે. ઘણા લોકોના મનમાં એક સવાલ થાય છે કે દેહ દાન થયા બાદ તેનું શું કરવામાં આવે છે? તેનો ઉપયોગ શેના માટે થાય છે અને દેહ દાન કરવાની પ્રક્રિયા શું છે. ચાલો વિગતવાર જાણીયે
ભારતમાં અંગ દાનને લગતો કાયદો શું છે?
ભારતમાં માનવ અંગોના પ્રત્યારોપણ અથવા સર્જિકલ રીતે દૂર કરવાના મામલે 1994માં ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હ્યુમન ઓર્ગન એન્ડ ટિશ્યુ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં માનવ અંગોની તસ્કરી પર કોઈ પણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ અંગે કડક કાયદો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ બ્રેઈન ડેડ હોય ત્યારે સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ પછી પરિવારના સભ્યોની સંમતિથી જ તેના અંગોનું દાન કરી શકાય છે. આ માટે એક રેગ્યુલેટરી સંસ્થાની પણ રચના કરવામાં આવી છે.
દેહ દાન કરવાની પ્રક્રિયા શું છે?
દેહ દાન બે રીતે કરી શકાય છે. પ્રથમ, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પહેલાં અંગ દાન કરવાની પ્રતિજ્ઞા લઈ શકે છે. આ કામ ફોર્મ ભરીને કરી શકે છે. તેના માટે બે સાક્ષીની જરૂર છે. જેમાંથી એક તેનો નજીકનો સંબંધી હોવો જોઈએ. બીજું, મૃત્યુ બાદ પરિવારના સભ્યો પોતાના નજીકના વ્યક્તિનું અંગ દાન પણ કરી શકે છે. જો કે કોઇ પણ વ્યક્તિના મૃત્યુ બાદ કયા કયા અંગોનું દાન કરી શકાય છે, તેનો આધાર તે વ્યક્તિના મૃત્યુના કેટલા સમય સુધીમાં દાન કરવામાં આવ્યું છે તેના પર રહેલો છે.
દેહ દાન કર્યા પછી શરીરનું શું થાય છે?
વ્યક્તિના મૃત્યુ બાદ તેનું શરીર ઝડપથી બદલાવા લાગે છે. તે ઝડપથી ડીકમ્પોઝ થવા લાગે છે. આની સામે રક્ષણ મેળવવા માટે પેસ્ટ લગાવવામાં આવે છે. આ પ્રક્રિયાને ફોર્માલિન કહેવામાં આવે છે. આ શરીરને લાકડા જેવું બનાવે છે. તે શરીરમાંથી બેક્ટેરિયા અથવા સૂક્ષ્મજંતુઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. ઇનબ્યુલેટિંગ પ્રવાહી આખા શરીરમાં લગાવવામાં આવે છે. કોટિંગ લગાવવાની સાથે સાથે તેને શરીરમાં ઇન્જેક્ટ પણ કરવામાં આવે છે. બાદમાં આ બોડીનો ઉપયોગ પ્રથમ વર્ષના વિદ્યાર્થીના શિક્ષણ માટે કરવામાં આવે છે.
એવું નથી કે એકવાર આ કોટિંગ લગાવ્યા બાદ શરીર કાયમ માટે સુરક્ષિત થઈ જાય છે. બલકે, હવાના સંપર્કમાં આવ્યા પછી, તે નષ્ટ થવાનું શરૂ કરે છે. ક્યારેક પરિવારને સોંપી દેવામાં આવે છે, તો ક્યારેક બાળ્યા બાદ અસ્થિ પરિવારને સોંપી દેવામાં આવે છે.
શરીરના કયા અંગોનું દાન કરી શકાય?
શરીરના કયા અંગોનું દાન કરી શકાય છે, તે ઘણી બાબતો પર નિર્ભર કરે છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે અંગોનું દાન ત્યારે જ કરી શકાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય કે બ્રેઈન ડેડ થઈ જાય. બ્રેઇન ડેડ થાય તો હૃદય, યકૃત, કિડની, આંતરડા, ફેફસાં અને આંતરડાનું દાન કરી શકાય છે. કુદરતી મૃત્યુ થાય તો કોર્નિયા, હૃદયના વાલ્વ, ચામડી અને હાડકાંનું દાન કરી શકાય છે. જો કે ટિશ્યુ અને અંગોનું દાન કરવા માટે અલગ-અલગ નિયમો છે.
મૃત્યુ થયા બાદ કેટલા સમય સુધીમાં અંગોનું પ્રત્યારોપણ થઈ શકે છે?
વ્યક્તિના મૃત્યુ બાદ તેનું હૃદય 4 કલાક શુધી, ફેફસા 4 થી 6 કલાક, આંતરડા 6 કલાક, સ્વાદુપિંડ 6 કલાક, યકૃત 24 કલાક, કિડની 72 કલાક, કોર્નિયા 14 દિવસ માટે, હાડકા અને ચામડી 5 વર્ષ સુધી ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, જ્યારે હૃદયના વાલ્વ 10 વર્ષ સુધી ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us