આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન એ જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. જેમ જીવવા માટે ભોજન કરવું જરૂરી છે તેમ સ્માર્ટફોનને ચાલુ રાખવા માટે તેની બેટરી ચાર્જિંગ જરૂરી છે. ઘણા લોકો સ્માર્ટફોનમાં બેટરીનું ચાર્જિંગ ઝડપથી ઉતરી જવાની સમસ્યાથી પરેશાન હોય છે પરંતુ તેમને એ વાતનો ખ્યાન નથી હોતો કે ક્યાં કારણસર બેટરીનું ચાર્જિંગ ઉતરી જાય છે. અમે તમને સ્માર્ટફોનની બેટરીનું ચાર્જિંગ ખાલી કરતી 10 મોબઇલ એપ્લિકેશન વિશે જણાવીશું.
Top 10 Apps બેટરી સ્માર્ટફોનમાં એક એવું ફીચર છે, જેને લઈને મોટાભાગના યુઝર્સ ટેન્શનમાં રહે છે. જો કે, ક્યારેક એવું બને છે કે હાઇ કેપેસિટીળી બેટરી લાઇફ, ઓપ્ટિમાઇઝ સોફ્ટવેર હોવા છતાં ફોનની બેટરી ઝડપથી ખાલી થઇ જાય છે. સ્માર્ટફોનની બેટરીનું ચાર્જિંગ લાંબા સમય સુધી ચાલે તેની માટે આપણે જરૂરી પગલાં લઈએ છીએ જેમાં પાવર સેવિંગ મોડ, બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરવા જેવા ફિચરોનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ફોનમાં કેટલીક એવી એપ્લિકેશન્સ છે જે ઝડપથી બેટરીનો વપરાશ કરે છે.
બિન-જરૂરી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળો
તાજેતરમાં સ્માર્ટફોનની બેટરીનો સૌથી વધારે વપરાશ કરતી મોબાઇલ એપ્લિકેશનની યાદી બહાર પડી છે. એન્ડ્રોઇડ ડિવાઇસ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી એપ્સ ઉપલબ્ધ છે. સ્માર્ટફોન યુઝર્સ સૌથી લોકપ્રિય એપ્સ જ ડાઉનલોડ કરે છે. તમારા સ્માર્ટફોનની બેસ્ટ બેટરી લાઇફ મેળવવા માટે, તમારે આવી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળવું જરૂરી છે.

જરૂરી હોય એટલી જ Apps રાખવી
ઉલ્લેખનિય છે કે, સૌથી વધુ બેટરી ચાર્જિંગનો વપરાશ કરતી કેટલીક એપ્સ બહુ જ ઉપયોગી હોય છે અને તેને તમારા સ્માર્ટફોનમાં પણ ઇન્સ્ટોલ કરવી જોઈએ. એટલે કે તમારી જરૂરિયાત અને પ્રાથમિકતાના આધારે તમારે આ એપ્સને ફોનમાં રાખવી જોઈએ. સ્માર્ટફોનમાં સૌથી વધુ બેટરીનો વપરાશ કરતી ટોપ-10 Appsની યાદી જુઓ.
- ફિટબિટ (Fitbit)
- ઉબેર (Uber)
- સ્કાયપે (Skype)
- ફેસબુક (Facebook)
- એરબીએનબી (Airbnb)
- ઇન્સ્ટાગ્રામ (Instagram)
- ટિન્ડર (Tinder)
- બમ્બલ (Bumble)
- સ્નેપચેટ Snapchat
- વોટ્સએપ (WhatsApp)
રિસર્ચ ફર્મ pCloud એ પોતાની એક રિપોર્ટમાં આ યાદી વિશે જાણકારી આપી છે. આ ડેટાની માટે રિસર્ચ ફર્મે આવી મોબાઇલ એપ્લકેશન્સની યાદી બનાવી છે જે ઇલે. ડિવાઇસમાં સૌથી વધારે બેટરીનો યુઝ કરે છે. આ Apps ભલે સૌથી વધુ લોકપ્રિય હોય, પરંતુ હકીકતમાં તેમાં સૌથી વધુ બેટરી વપરાય છે.
આ પણ વાંચોઃ માત્ર 999 રૂપિયામાં ઘરે લઇ જાવો આ ધાસુ 5G સ્માર્ટફોન, જાણો કેવી રીતે
જો તમારા ફોનમાં આ એપ્સ છે તો તે બેકગ્રાઉન્ડમાં પણ બેટરી વાપરે છે. જો આવી Appsમાંથી કોઇ એપ્લિકેશન્સનો તમે વધારે ઉપયોગ કરતા નથી અને બેટરી લાઇફ અંગે ચિંતિત છો, તો તરત જ મોબાઇલમાંથી તેને અનઈન્સ્ટોલ કરવી દેવી જોઇએ.