Ladakh Controversy : લદ્દાખ લાંબા સમયથી ભાજપ માટે એક મહત્વપૂર્ણ રાજકીય ટાર્ગેટ રહ્યું હતું અને ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં આ કિલ્લો જીત્યો હતો. તે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલે જીત મેળવી હતી. આ સફળતાના 11 વર્ષ બાદ અહીં ભાજપની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને અહીંના પાર્ટીના નેતાઓ પણ અંદરથી નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
લદ્દાખમાં ભાજપની અસ્થિરતા પર નજીકથી નજર રાખનારા ભાજપના સ્થાનિક નેતાઓએ નિરાશા વ્યક્ત કરી હતી કે પાર્ટી આ વિવાદને સંવેદનશીલતાથી સંભાળવામાં નિષ્ફળ રહી છે. આ સિવાય તે મતદારો પણ ગુમાવ્યા છે જે ભાજપમાં વિશ્વાસ ધરાવતા હતા.
આરએસએસનો મહત્ત્વનો પ્રોજેક્ટ
અવિભાજિત જમ્મુ-કાશ્મીર હંમેશાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વૈચારિક પ્રોજેક્ટ રહ્યો છે. આરએસએસ અને ભાજપે લેહને કોંગ્રેસથી અલગ કરવા અને જમ્મુ-કાશ્મીરમાંથી અલગ કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશ અને હિલ કાઉન્સિલનો દરજ્જો મેળવવાની લેહની ઇચ્છાને સ્વીકારી હતી. આરએસએસએ લદ્દાખ બૌદ્ધ સંઘનું સમર્થન કર્યું હતું. એલબીએના પ્રમુખ ત્સેરિંગ દોરજે લકરુક અને થુપસ્તાન છેવાંગ સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. છેવાંગ હાલમાં લેહ સ્થિત સર્વોચ્ચ સંસ્થાના અધ્યક્ષ છે, જ્યારે લકરુક તેના સહ-અધ્યક્ષ છે.
પાર્ટીથી અલગ થઇને માંગણીઓ ઉઠાવી રહ્યા છે
5 ઓગસ્ટ 2019 ના રોજ, જ્યારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવામાં આવ્યો હતો અને રાજ્યને લદ્દાખ સહિત બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, ત્યારે લેહમાં આ પગલાની ઉજવણી કરવામાં આવી હતી અને એલબીએએ તેને તેના લાંબા સંઘર્ષની સફળતા ગણાવી હતી. હવે છેવાંગ, લકરુક અને ભાજપના અન્ય પૂર્વ સાથી પક્ષો પાર્ટીથી અલગ થઈ ગયા છે અને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે. છઠ્ઠી અનુસૂચિમાં રાજ્યની અંદર કાયદાકીય, ન્યાયિક અને વહીવટી સ્વાયત્તતા સાથે સ્વાયત્ત જિલ્લા પરિષદોની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
માંગણીઓ અગાઉથી સ્વીકારવી જોઈએ: ભાજપ નેતા
ભાજપના ઘણા નેતાઓએ ધ્યાન દોર્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાનો વાયદો પાર્ટીએ પોતે જ અનેક ઘોષણાપત્રોમાં કર્યો હતો. તેમજ મોદી સરકાર હેઠળના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (એનસીએસટી)ની પણ ભલામણ કરી હતી. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાનું વચન આપ્યા બાદ સરકારે તેને મુલતવી રાખવું જોઈતું ન હતું. અમને એવી પાર્ટી અને સરકાર તરીકે જોઈના શકાય નથી જે તેના વચનો પૂરા કરતી નથી.
લેહમાં હિંસાનું કારણ બન્યો અહંકાર
સરકારની ટીકા કરતા અન્ય એક નેતાએ કહ્યું કે તેમના ઘમંડ જ છે જેના કારણે 24 સપ્ટેમ્બરના રોજ લેહમાં હિંસા થઈ હતી. હવે બધું બગડી થઈ ગયું છે. નંદકુમાર સાંઈ 2019માં એનસીએસટીના અધ્યક્ષ હતા. તેમણે લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે જો આ સૂચનનો અમલ કરવામાં આવ્યો હોત તો લદ્દાખમાં આટલી હિંસા ન થઈ હોત. ભાજપના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સાંઈએ જણાવ્યું હતું કે આયોગે આ મુદ્દો એટલા માટે ઉઠાવ્યો હતો કારણ કે તેની ભારે માંગ હતી. છઠ્ઠી અનુસૂચિનો દરજ્જો અત્યાર સુધીમાં મળી જવો જોઇતો હતો.
આ પણ વાંચો – ‘અમે GST ઓછો કર્યો તો તેમણે કિંમતો વધારી દીધી’, પીએમ મોદીએ વિપક્ષ પર લગાવ્યો મોંઘવારી વધારવાનો આરોપ
3 ડિસેમ્બર, 2019 ના રોજ, તત્કાલીન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભાને એનસીએસટીની ભલામણો વિશે માહિતગાર કર્યા હતા. તે જ સમયે રેડ્ડીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લદ્દાખ સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એલએએચડીસી) એક્ટ 1997 અને ત્યારબાદના સુધારાઓ પછી તેની કાઉન્સિલોની સત્તા છઠ્ઠી અનુસૂચિના લાભો જેટલી બની ગઈ છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે 2018 માં એલએચડીસી એક્ટમાં સુધારા પછી આ કાઉન્સિલો સંભવતઃ દેશની સૌથી મજબૂત સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે.
કેન્દ્રના વિલંબથી લોકો નારાજ
જ્યારે 2020માં લેહ હિલ કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપે પોતે છઠ્ઠી અનુસૂચિ હેઠળ બંધારણીય સુરક્ષાનું વચન આપ્યું હતું. પાર્ટીએ ચૂંટણી જીતી હતી. વર્ષ 2022માં ગૃહ મંત્રાલયે બીજો વળાંક લીધો અને કહ્યું કે છઠ્ઠી અનુસૂચિનો મુખ્ય ઉદ્દેશ્ય, જે આદિવાસી વસ્તીના સશક્તિકરણ દ્વારા સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવાનો હતો, તે લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટની રચના પછી પૂર્ણ થઈ ચૂક્યો છે. કેન્દ્રની વિલંબ સામે નારાજગીનો અર્થ એ છે કે બૌદ્ધ બહુમતી ધરાવતા લેહ અને મુસ્લિમ બહુમતી ધરાવતા કારગિલ જિલ્લાઓ હવે તેમની માંગણીઓમાં એક થઈ ગયા છે. કારગિલ બાજુ કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યું છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ઓછામાં ઓછા ત્રણ નેતાઓએ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ કારણને અવિશ્વસનીય ગણાવતા એક નેતાએ કહ્યું કે થોડા મહિના પહેલા સુધી પાર્ટી પોતે સોશિયલ મીડિયા પર તેમના પર રિલ બનાવી રહી હતી. હવે તેમની નેશનલ સિક્યોરિટી એક્ટ (એનએસએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વાંગચુક પોતે મોદી સરકારના પ્રખર સમર્થક હતા. તેમના પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસા ભડકાવવાનો અને પાકિસ્તાન સાથે સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. એનએસએ હેઠળ ધરપકડ બાદ સોનમ વાંગચુકને જોધપુર શિફ્ટ કરવામાં આવ્યા હતા.
સમગ્ર મામલાની તપાસની માંગ
ભાજપના નેતા સાઇએ કહ્યું કે આ બધાનો અર્થ એ છે કે 2019 થી ઘણું બધું બગડી ગયું છે. ઘણી વસ્તુઓ નિયંત્રણ બહાર ગઈ છે. કેન્દ્રએ તમામ હોદ્દેદારો સાથે વાત કરવી જોઈએ અને 24 સપ્ટેમ્બરના વિરોધ પ્રદર્શન કેવી રીતે હિંસક બન્યા તેની તપાસ કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે તેઓ કેટલીક બહારની તાકાતની સંડોવણીને નકારી રહ્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે આવા વિરોધ પ્રદર્શનને કોણે પ્રેરિત કર્યા, સોનમ વાંગચુક બહારી તાકાતનો પ્રભાવ હેઠળ આવી છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.