Earthquake : મ્યાંમાર, થાઈલેન્ડમાં જોરદાર ભૂકંપ, નિર્માણાધિન બિલ્ડિંગ ધરાશાયી, ભારતમાં અસર

Earthquake news : મ્યાનમારના પાડોશી દેશ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા આ ભૂકંપના કારણે એક નિર્માણાધીન ઈમારત પત્તાના પોટલાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.

Written by Ankit Patel
March 28, 2025 13:53 IST
Earthquake : મ્યાંમાર, થાઈલેન્ડમાં જોરદાર ભૂકંપ, નિર્માણાધિન બિલ્ડિંગ ધરાશાયી, ભારતમાં અસર
મ્યાંમાર, થાઈલેન્ડમાં જોરદાર ભૂકંપ - photo-social media

Earthquake in Myanmar: મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપના કારણે મ્યાનમારમાં ઘણી ઇમારતો ઝૂકી જવાના અહેવાલ છે. મ્યાનમારના પાડોશી દેશ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલા આ ભૂકંપના કારણે એક નિર્માણાધીન ઈમારત પત્તાના પોટલાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.

કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપની અસર બાંગ્લાદેશ અને ભારત સહિત ઘણા દેશોમાં જોવા મળી હતી. જર્મનીના GFZ જીઓલોજી સેન્ટરે જણાવ્યું કે ભૂકંપ બપોરે 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો.

ધ ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ચિત્રો અને વીડિયોમાં મંડલે, મ્યાનમારમાં ધરાશાયી થયેલી ઈમારતો અને શહેરના રસ્તાઓ પર કાટમાળ પથરાયેલો જોવા મળે છે.

“જ્યારે બધું ધ્રુજવા લાગ્યું ત્યારે અમે બધા ઘરની બહાર દોડી ગયા. મેં મારી નજર સમક્ષ એક પાંચ માળની ઈમારત ધરાશાયી થતી જોઈ. મારા શહેરમાં દરેક વ્યક્તિ શેરીમાં છે અને કોઈ ઈમારતોની અંદર જવાની હિંમત કરતું નથી,” મંડલે શહેરમાં એક સાક્ષીએ રોઇટર્સને જણાવ્યું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ