સુનિતા વિલિયમ્સની લેટેસ્ટ તસવીરોએ ચિંતા ઉભી કરી, સ્વાસ્થ્યને લઇને આવ્યું મોટું અપડેટ

Sunita Williams Health Update: અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ નવી તસવીરોમાં ઘણી દુબળી-પાતળી જોવા મળી રહી છે, આ મિશનથી પરિચિત નાસાના એક સૂત્રએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે વિલિયમ્સની સ્થિતિએ ઘણી ચિંતા ઉભી કરી છે

Written by Ashish Goyal
November 09, 2024 22:10 IST
સુનિતા વિલિયમ્સની લેટેસ્ટ તસવીરોએ ચિંતા ઉભી કરી, સ્વાસ્થ્યને લઇને આવ્યું મોટું અપડેટ
નાસાએ સુનિતા વિલિયમ્સની નવી તસવીરો શેર કરી છે (તસવીર - નાસા)

Sunita Williams Health Update: અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની નવી તસવીરો જોઇને નાસા આશ્ચર્યમાં પડી ગયું છે. કારણ કે નવા ફોટોમાં સુનીતા ઘણી નબળી, હાડકાના સ્ટ્રક્ચરની જેમ જોવા મળી રહી છે. નાસા તેમના સ્વાસ્થ્ય પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. સુનીતા વિલિયમ્સ જૂન મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા છે.

નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર સાથે જૂનના પ્રથમ સપ્તાહમાં આઠ દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. પરંતુ બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યાને કારણે વિલિયમ્સને 150 દિવસથી વધુ સમય સુધી ત્યાં છે. હાલમા જ તેમની દુબળી-પાતળી તસવીરોએ લાંબા ગાળાની અવકાશ યાત્રાની શારીરિક અસરો વિશે ચિંતા વ્યક્ત કરી છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરી શકશે.

સુનીતા વિલિયમ્સની સ્થિતિએ ઘણી ચિંતા ઉભી કરી છે

આ મિશનથી પરિચિત નાસાના એક સૂત્રએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે વિલિયમ્સની સ્થિતિએ ઘણી ચિંતા ઉભી કરી છે. તેમણે કહ્યું કે તેમનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. હવે સુનિતા દુબળી પાતળી અને હાડકાં દેખાવવા લાગ્યા છે. તેમના વજનને સ્થિર કરવું એ એજન્સી માટે પ્રાથમિકતા બની ગઈ છે. સૂત્રએ કહ્યું કે જ્યારે મેં સુનિતા વિલિયમ્સની નવી તસવીર જોઈ ત્યારે હું ચોંકી ગયો હતો. આ ખરેખર ચિંતાનો વિષય છે. દરેક વ્યક્તિ તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.

સુનીતા વિલિયમ્સનું વજન લોન્ચ સમયે લગભગ 140 પાઉન્ડ હતું

સુનીતા વિલિયમ્સ, જેમનું વજન લોન્ચ સમયે લગભગ 140 પાઉન્ડ હતું, અંતરિક્ષ જીવનની ઉચ્ચ શારીરિક માંગને સંતુલિત કરવા માટે દૈનિક 3,500 થી 4,000 કેલરીના સેવન પુરું કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. નાસાના કર્મચારીએ કહ્યું કે જ્યારે તમે કેલરી ઘટાડવાનું શરૂ કરો છો ત્યારે તમારું વજન ઝડપથી ઘટે છે. વજન રહિત વાતાવરણમાં સ્નાયુઓ અને હાડકાના જથ્થાને જાળવવા માટે દરરોજે બે કલાકથી વધુ કસરતની જરૂર પડે છે, જેનાથી વધારાની કેલરી ખર્ચ થાય છે.

નાસાના ડોક્ટર એક મહિનાથી વધુ સમયથી વિલિયમ્સના વજન પર કામ કરી રહ્યા છે, કારણ કે તેમને જાણવા મળ્યું છે કે અવકાશમાં મેટાબોલિઝ્મના ફેરફારને કારણે મહિલા અવકાશયાત્રીઓને પુરુષો કરતા વધુ ઝડપથી સ્નાયુઓમાં ઘટાડો અનુભવી શકે છે. નાસાના એક ફિઝિશિયનના જણાવ્યા અનુસાર વિલિયમ્સની ઉપસ્થિતિ ઊંચાઈ પર રહેવાને કારણે પેદા થતા તણાવને દર્શાવે છે.

નાસાના પ્રવક્તાએ લોકોને આશ્વત કરતા એ વાત પર ભાર મુક્યો કે તમામ આઇએસએસ અવકાશયાત્રીઓની નિયમિત આરોગ્ય તપાસ થાય છે. પ્રવક્તાએ કહ્યું કે તેમના પર નજર રાખવા માટે સમર્પિત ફ્લાઇટ સર્જન છે અને તેમની તબિયત સારી છે. પ્રવક્તાએ વિલિયમ્સના મિશનને ચાલુ રાખતી વખતે ચિંતાઓને દૂર કરવાના હેતુથી આ વાત કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ