Supreme Court Justice BV Nagarathna On Governors : સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બીવી નાગરત્નાએ શનિવારે રાજ્યપાલો વિશે એક મોટી વાત કહી હતી. શનિવારે એક નિખાલસ ભાષણમાં બીવી નાગરથનાએ બંધારણીય અદાલતો સમક્ષ કેસમાં રાજ્યના રાજ્યપાલોની સંડોવણી અંગે ગંભીર ટિપ્પણી કરી હતી.
ન્યાયાધીશ નાગરત્ન એ રાજ્યપાલોને શું કરવું અને શું ન કરવું તે કહેવાને બદલે બંધારણ અનુસાર કામગીરી કરવા જણાવ્યું હતું.
ન્યાયાધીશ નાગરત્ન એ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરનો ટ્રેન્ડ એવો રહ્યો છે કે કોઈ રાજ્યના રાજ્યપાલ કાં તો ખરડા – બિલોને મંજૂરી આપવામાં અથવા તેમના દ્વારા કરવામાં આવેલી અન્ય કામગીરીને કારણે કેસ દાખલ થઇ રહ્યા છે. રાજ્યના રાજ્યપાલની કામગીરી અથવા ભૂલને બંધારણીય અદાલતો સમક્ષ વિચારણા માટે લાવવી એ બંધારણ હેઠળ તંદુરસ્ત વલણ નથી.
તેમણે કહ્યું કે તેને રાજ્યપાલ પદ કહેવામાં આવે છે, પરંતુ તે એક ગંભીર બંધારણીય પદ છે અને રાજ્યપાલોએ બંધારણ અનુસાર કાર્ય કરવું જોઈએ જેથી આ પ્રકારના કેસ ઓછા થાય. રાજ્યપાલોને શું કરવું અને શું ન કરવું કહેવામાં આવે તે ખૂબ જ શરમજનક છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે જ્યારે તેમને બંધારણ મુજબ તેમની ફરજો નિભાવવાનું કહેવું જોઈએ.
સુપ્રીમ કોર્ટ ના ન્યાયાધીશે હૈદરાબાદના નાલસાર લો યુનિવર્સિટી દ્વારા આયોજિત અદાલતના પરિચયાત્મક સત્ર અને સંવિધાન સંમેળન દરમિયાન આ વાત કરી છે.

ન્યાયાધીશ નાગરત્નની આ ટિપ્પણી એવા સમયે મહત્વપૂર્ણ છે, જ્યારે અદાલતે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિના આચરણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કેરળ, તેલંગાણા અને પંચાબે પોતાના રાજ્યપાલોની વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
જસ્ટિસ નાગરત્ન એ કહ્યું કે સર્વોચ્ચ અદાલત દેશના લોકશાહી પાયાને મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો | અરવિંદ કેજરીવાલના કેસમાં ઈડીએ Apple પાસે મદદ માંગી, ઈન્ડિયા ગઠબંધનની મહારેલી
જજ નાગરત્ન એ લાંબા સમયથી ચાલી રહેલા મહત્વના કેસોમાં ઝડપથી બંધારણીય ખંડપીઠની રચના કરવા બદલ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતની પ્રશંસા કરી હતી. નોટબંધીના મુદ્દે પોતાની અસંમતિ પર તેમણે ખુલાસો કર્યો હતો કે નોટો પાછી ખેંચવાના પગલા બાદ સામાન્ય માણસની દુર્દશાથી તેઓ વિચલિત થઇ ગયા હતા.





