જસ્ટિસ યશવંત વર્મા સામે તપાસ ઝડપી બની, જ્યાં અડધી સળગેલી નોટો મળી હતી તે વિસ્તાર સીલ કર્યો

Justice Yashwant Verma News: બુધવારે ત્રણ સભ્યોની તપાસ ટીમ પોલીસ અધિકારી સાથે જસ્ટિસ યશવંત વર્માના ઘરે પહોંચી હતી. તપાસ ટીમ ત્યાં લગભગ બે કલાક સુધી રહી હતી

Written by Ashish Goyal
March 26, 2025 19:54 IST
જસ્ટિસ યશવંત વર્મા સામે તપાસ ઝડપી બની, જ્યાં અડધી સળગેલી નોટો મળી હતી તે વિસ્તાર સીલ કર્યો
બુધવારે ત્રણ સભ્યોની તપાસ ટીમ પોલીસ અધિકારી સાથે જસ્ટિસ યશવંત વર્માના ઘરે પહોંચી હતી (એક્સપ્રેસ ફોટો)

Justice Yashwant Verma News: દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂકેલા યશવંત વર્મા સામેની તપાસ વધુ ઝડપી બની છે. હવે તેમના દિલ્હીના નિવાસસ્થાનના તે વિસ્તારને સીલ કરી દીધો છે જ્યાં અડધી સળગેલી નોટો મળી આવી હતી. બુધવારે ત્રણ સભ્યોની તપાસ ટીમ પોલીસ અધિકારી સાથે જસ્ટિસ યશવંત વર્માના ઘરે પહોંચી હતી. તપાસ ટીમ ત્યાં લગભગ બે કલાક સુધી રહી હતી, ત્યારબાદ જે વિસ્તારમાં આગ લાગી હતી તેને સીલ કરી દેવામાં આવ્યો છે.

જસ્ટિસ વર્માના ઘરે પહોંચી તપાસ ટીમ

જણાવવામાં આવી રહ્યું છે કે જસ્ટિસ વર્માના ઘરની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે, તમામ પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. હવે આ વિસ્તારને સીલ કરવાનો નિર્ણય હમણાં જ લેવાયો છે, પરંતુ તે પહેલાં ત્રણ સભ્યોની ટીમ લગભગ 45 મિનિટ ઘટના સ્થળ પર રહી હતી. જ્યાં ઘણા પ્રશ્નો અને જવાબો પણ કરવામાં આવ્યા હતા.

હાલ જસ્ટિસ વર્માની દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેઓ ત્યાં પણ કોઈ કેસની સુનાવણી કરવાના નથી.

આ પણ વાંચો – સર્વેમાં થયો મોટો ખુલાસો; ભારત છોડીને વિદેશમાં વસવા માંગે છે 100 માંથી 22 અબજોપતિ

આ મામલે પોલીસ તપાસ પણ સવાલોમાં ચાલી રહી છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર આગ લાગ્યા બાદ અધિકારીઓની ટીમ ઘણી મોડી ઘટના સ્થળે પહોંચી હતી, તેથી ઘણા પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં એવી માગણી કરવામાં આવી છે કે જસ્ટિસ વર્મા સામે એફઆઈઆર નોંધવામાં આવે. એવી દલીલ કરવામાં આવી હતી કે જો કોઈ સામાન્ય માણસને આવા કેસમાં ફસાવવામાં આવ્યો હોત તો ઈડી-સીબીઆઈ તેની પાછળ પડી જાત.

બીજી તરફ સુપ્રીમ કોર્ટે બુધવારે જસ્ટિસ યશવંત વર્માના કેસમાં એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ