Syria President Bashar al Assad: સીરિયામાં વિદ્રોહી બળોએ રવિવારે દમિશ્ક પર કબજો કરી લીધો. બશર અલ-અસદના શાસનનો અંત આવી ગયો. બશર અલ અસદ ક્યાં છે તે વિશે કંઈ જાણવા મળ્યું નથી. સરકાર વિરોધી તાકતો, સૈન્ય અધિકારીઓ અને ખુફીયા અધિકારીઓ પાસે પૂછપરછ કરી રહી છે જેમની પાસે અસદના ઠેકાણે વિશે જાણકારી હોય શકે છે. સૂત્રો અનુસાર અસદના વિમાનને દેશ છોડતા પહેલા ગોળી મારી દેવામાં આવી હતી.
કેટલાક સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે વિમાન આકાશથી 500 મીટર ઉપર ક્રેશ થયું હતું, જેનો કાટમાળ પણ મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે દેશ છોડીને જઈ રહ્યા હતા. જો કે, હજુ સુધી આ અંગે બળવાખોરો તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્રોહીઓએ વિમાનને ઠાર માર્યું હતું.
આ પણ વાંચો: બળવાખોરો રાજધાની દમાસ્કસ તરફ, પ્રમુખ બશર અલ અસદ ક્યા છે?
સીરિયાના પ્રધાનમંત્રી મોહમ્મદ ગાઝી જલાલીએ કહ્યું છે કે, તેઓ શાસન શાંતિપૂર્ણ રીતે વિપક્ષને આપવા તૈયાર છે. મોહમ્મદ જલાલીએ કહ્યું,”હું મારા ઘરે જ છું અને ક્યાંય ગયો નથી અને આ એટલા માટે કે મને મારા દેશથી પ્રેમ છે. અમે કામ કરવા માટે અમે કાર્યાલય જઈશું. સીરિયાઈ નાગરિકો સાર્વજનિક સંપત્તિને નુક્સાન ન પહોંચાડે.”
અસદના 50 વર્ષના શાસનનો અંત
સીરિયામાં રવિવારે રાષ્ટ્રપતિ બશર અલ-અસદના 50 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. સીરિયાઈ સરકાર ટેલિવિઝન ચેનલ પર એક વીડિયો પ્રસારિત કરાયો છે, જેમાં તેઓ કહેતા નજર આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ બશર અલ અસદને સત્તામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને જેલમાંથી તમામ કેદીઓને છોડી દેવામાં આવ્યા છે.
રાજધાની દમાસ્કસમાં સૌથી મોટો હુમલો
સીરિયાની રાજધાની દમાસ્કસમાં સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થતી જાય છે. આ સમયે બળવાખોરોએ અસદની સેનાની ટેન્કો પર પણ કબજો કરી લીધો છે, તેમની સાથે તેઓ રાષ્ટ્રપતિના મહેલ તરફ આગળ વધ્યા છે. બશર સરકારનું એક વિમાન પણ સીરિયાના આકાશમાં ઉડતું જોવા મળ્યું છે, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અસદ પોતે તે વિમાનમાંથી પોતાના પરિવાર સાથે વિદેશ ગયા હતા.





