Tamil Nadu BSP Chief Murder Case Exposed : પોલીસે તમિલનાડુ રાજ્યમાં બીએસપી રાજ્ય પ્રમુખની હત્યા અંગે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ અધિકારીઓએ તેમની પ્રાથમિક તપાસના આધારે કહ્યું છે કે, બહુજન સમાજ પાર્ટી તમિલનાડુ એકમના પ્રમુખ કે આર્મસ્ટ્રોંગની ગયા વર્ષે ઓગસ્ટમાં હત્યા, ગેંગસ્ટર અરકત સુરેશની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવી હતી. 47 વર્ષીય આર્મસ્ટ્રોંગની શુક્રવારે સાંજે ચેન્નાઈના પેરામ્બુર પાસે છ સભ્યોના ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
વેલ્લોરના વતની સુરેશ પેરામ્બુરમાં જાણીતા વ્યક્તિ હતા પરંતુ, આર્મસ્ટ્રોંગ સાથે તેના વિવાદાસ્પદ સંબંધો હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, સુરેશે કથિત રીતે નાણાકીય કૌભાંડમાં સામેલ એક ગોલ્ડ ટ્રેડિંગ કંપનીને સમર્થન આપ્યું હતું, જેણે સપ્ટેમ્બર 2020 થી મે 2022 ની વચ્ચે 2,438 કરોડ રૂપિયાના એક લાખ થાપણદારોને છેતર્યા હતા. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, આર્મસ્ટ્રોંગે કૌભાંડમાં નાણાં ગુમાવનારા કેટલાક લોકોને તેમના રોકાણ પાછા મેળવી આપવાનું વચન આપ્યું હતું, જેના કારણે ગેંગસ્ટર અને નેતા વચ્ચે વચ્ચે તણાવ પેદા કર્યો હતો.
સુરેશની હત્યા જયપાલની આગેવાની હેઠળની ટોળકીએ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હુમલાખોરોનું માનવું છે કે, જયપાલે આર્મસ્ટ્રોંગના આદેશ પર સુરેશની હત્યા કરી હતી. જયપાલ હાલ એક અલગ કેસમાં જેલમાં છે. તેની સામે રોકાણકારો પાસેથી તેમના ખોવાયેલા નાણાં પરત મેળવવા માટે કમિશન લેવાની પણ ફરિયાદ છે.
આર્મસ્ટ્રોંગની હત્યામાં સુરેશના ભાઈ બાલુની ધરપકડ કરવામાં આવી છે, જે ઓછામાં ઓછા ત્રણ ફોજદારી કેસોનો સામનો કરી રહ્યો છે. બાલુએ શુક્રવારે આર્મસ્ટ્રોંગની હત્યા કરનાર ગેંગનું કથિત નેતૃત્વ કર્યું હતું.
ચેન્નાઈ સિટી પોલીસે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે – સુરેશના ભાઈ પોન્નાઈ વી બાલુ (39), ડી રામુ (38), કે થિરુવેન્ગાટમ (33), એસ થિરુમલાઈ (45), ડી સેલ્વરાજ (48), જી અરુલ (33), કે. મણિવન્નન (25) અને જે સંતોષ (22).
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ પોલીસે મોબાઈલ ફોન લોકેશન અને બાઇક રજીસ્ટ્રેશન નંબર દ્વારા હુમલાખોરોને શોધી કાઢ્યા હતા. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલાખોરોએ ગુનો કર્યા પછી આત્મસમર્પણ કર્યું હતું, કારણ કે તેમને ડર હતો કે, જો તેમનો પીછો કરીને પકડવામાં આવશે તો તેઓ એન્કાઉન્ટરમાં માર્યા જશે. અન્ય ગુનેગાર, નાગેન્દ્રન, જે હાલમાં જેલમાં છે, તેના પર ગુનાને અંજામ આપવામાં બાલુને મદદ કરવાની શંકા છે.
શુક્રવારે રાત્રે, આર્મસ્ટ્રોંગ તેના ઘરની નજીક મિત્રો અને સમર્થકો સાથે વાતચીત કરી રહ્યા હતા હતા ત્યારે હુમલાખોરોએ તેના પર છરી અને દાંતી વડે હુમલો કર્યો હતો. તેમની બૂમો સાંભળીને તેના મિત્રો દોડી આવ્યા હતા અને તેના પરિવારજનો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓએ તેમને લોહીથી લથપથ હાલતમાં અને માથા અને ગરદન પર ગંભીર ઇજાઓ સાથે જોયા. તેમને તત્કાલીક શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પોલીસે ગઈકાલે રાત્રે હત્યા પાછળના લોકોની ધરપકડ કરી છે. હું તેમના પરિવારના સભ્યો અને પક્ષના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”
બસપાના કાર્યકરોએ રાજીવ ગાંધી સરકારી હોસ્પિટલના શબઘર બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને CBI તપાસની માંગ કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ હત્યા પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, હું આને ક્રૂર અને ધિક્કારપાત્ર ગણાવ્યું. “હું તેમના પરિવાર, મિત્રો અને અનુયાયીઓ પ્રત્યે મારી હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું.”
AIADMK ના જનરલ સેક્રેટરી ઈડાપ્પડી કે, પલાનીસ્વામી અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે પણ હત્યાની નિંદા કરી હતી.





