Tamil Nadu’s Dindigul Hospital Fire: તમિલનાડુની ખાનીગ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલમાં લાગેલી આગને કારણે 7 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલમાંથી ઓછામાં ઓછા 29 દર્દીઓને ડિંડીગુલ સરકારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રિસેપ્શન એરિયામાં લાગી હતી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગની જ્વાળાઓ ઝડપથી બીજા માળે ફેલાઈ ગઈ અને ઈમારતને લપેટમાં લઈ લીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોસ્પિટલમાં ગાઢ ધુમાડાને કારણે ગૂંગળામણથી પીડિતોનું મોત થયું હતું. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને એક કલાકથી વધુની મહેનત કરવી પડી હતી. તે જ સમયે, અંદર ફસાયેલા લોકોને શોધવા અને મદદ કરવા માટે બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
અકસ્માત અંગે ડીંડીગુલ કલેકટરે શું કહ્યું?
ઘટનાની માહિતી મળ્યા બાદ ગ્રામીણ વિકાસ મંત્રી આઈ પેરિયાસામી, પૂર્વ મંત્રી ડિંડીગુલ સી શ્રીનિવાસન, ડિંડીગુલ કલેક્ટર એમએન પૂંગોડી, પોલીસ અધિક્ષક એ. પ્રદીપ અને પલાનીના ધારાસભ્ય આઈપી સેંથિલ કુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ડિંડીગુલ જિલ્લા કલેક્ટર એમએન પૂંગોડીએ કહ્યું, ‘એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. અહીંના દર્દીઓને બચાવીને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલીક જાનહાનિ થઈ શકે છે, પરંતુ અમે ડોકટરોની પુષ્ટિ પછી જ મૃત્યુની સંખ્યાની પુષ્ટિ કરીશું.
- આ પણ વાંચોઃ- Gujarat Year Ender 2024: વર્ષ 2024માં આગની આ ઘટનાઓએ આક્રંદ અને લોકોનું હૈયું હચમચાવી દીધું
આગ લાગવાના કારણની તપાસ
તમિલનાડુની હોસ્પિટલમાં આગના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કેટલાક વીડિયોમાં ફાયર ફાઈટર આગ બુઝાવતા જોવા મળ્યા હતા. અગ્નિશમન અને બચાવ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અમે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સામેલ તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.





