ઉત્તર પ્રદેશના આગ્રાથી હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, અહીંયા આઈટી કંપનીમાં મેનેજર માનવ શર્માએ પત્ની પર આરોપ લગાવ્યો અને પછી કથિત રીતે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો. આ કેસે તાજેતરમાં જ બનેલા અતુલ સુભાષ કેસની યાદ તાજા કરાવી દીધી છે. સોશિયલ મીડિયામાં માનવ શર્માનો રડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કેસે વધુ એક વખત પુરૂષોના હકની ચર્ચાને સોશિયલ મીડિયામાં તેજ કરી દીધી છે. જોકે માનવ શર્માની પત્ની નિકિતા સામે આવી છે અને પોતાની વાત રાખતા કહ્યું કે કોઈ મારૂ પણ સાંભળી લે, જે દેખાઈ રહ્યું છે તેવું નથી.
માનવે પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પછી આપઘાત કરી લીધો. માનવે કહ્યું હતું કે તેના મોત માટે તેની પત્ની નિકિતા શર્મા જવાબદાર છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો અને હવે માનવની પત્ની નિકિતાનું નિવેદન સામે આવ્યું છે. નિકિતાનું કહેવું છે કે, માનવનો વીડિયો મેં જોયો છે, તેને જે આરોપ લગાવ્યા છે તે લગ્ન પહેલાની વાત છે. લગ્ન બાદ એવું કંઇ જ થયુ નથી. માનવ પહેલા પણ પોતાની જાતને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી ચુક્યો છે.
મારા મોતની જવાબદાર મારી પત્ની
માનવે પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને પછી આપઘાત કરી લીધો હતો. માનવે કહ્યું હતું કે, તેના મોતની જવાબદાર તેની પત્ની નિકિતા શર્મા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ ગયો અને હવે માનવની પત્ની નિકિતા શર્માનું નિવેદન સામે આવ્યું છે. નિકિતાનું કહેવું છે કે, માનવનો વીડિયો મેં જોયો છે, તેને જે આરોપ લગાવ્યા છે તે લગ્ન પહેલાની વાત છે. લગ્ન બાદ એવું કંઇ જ થયુ નથી. માનવ પહેલા પણ પોતાની જાતને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી ચુક્યો છે. એક વખત તો મેં ફંદો કાપીને તેનો જીવ બચાવ્યો હતો. આ વખતે હું સ્થળે હાજર ન હતી. તમે લોકો મારૂ પણ સાંભળી લો.
નિકિતાએ પોતાની વાત રાખી
નિકિતાનું કહેવું છે કે જે દિવસે માનવનું મોત થયુ મેં તેમની બહેન અને તેમના પિતાને કહ્યું કે તે ફાંસો લગાવી રહ્યો છે અને તમે લોકો કંઈક કરો, તેમણે કહ્યું કે કંઈ નઈ થાય સૂઈ જા. તેમના પરિવારજનોએ મને ધક્કો મારીને ઘરથી બહાર કાઢી મૂકી. નિકિતાનું કહેવું છે,”મારા પતિએ આપઘાત કરી લીધો છે, તે મને ઘરે મૂકીને ગયા હતા. તે પોતે જ મને ખુશી ખુશી ઘરે મુકીને ગયા અને પછી ફાસો ખાધો. તેમણે હાથની નસ કાપી હતી, ફાંસો ખાવીની કોશિશ કરી હતી. આવું ત્રણ વાર બની ચુક્યું છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ચીને પર 10 ટેરિફ લાદી, કેનેડા મેક્સિકો માટે ટેરિફ રાહત સમાપ્ત
‘પપ્પા સોરી, મમ્મી સોરી, અક્કુ સોરી… હવે હું વિદાય લઉ છું’
માનવ શર્માનો છેલ્લો વીડિયો 6.57 મિનિટનો છે, તે ગળામાં ફાંસીનો ફંદો લગાવીને ઘણી વખત ભાવુક થઈ રહ્યો છે, વીડિયોમાં તે કહી રહ્યો છે- તો જતો રહીશ, પુરુષોનું વિચારો, પુરૂષો માટે કોઈ તો વાત કરો, બિચારા ખુબ જ એકલા છે. તેના પછી તે ફાંસો ખાઈ લે છે. પોતાના છેલ્લા વીડિયોમાં માનવ કહે છે કે, ‘પપ્પા સોરી, મમ્મી સોરી, અક્કૂ સોરી… હવે હું વિદાય લઉ છું.’ હાલમાં આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ત્યાં જ માનવના વૃદ્ધ માતા-પિતાની હાલત ખરાબ છે. પિતાનું કહેવું છે કે તે સિસ્ટમ પાસેથી માત્ર ન્યાય માંગે છે. રડતા-રડતા બહેન આકાંક્ષાએ કહ્યું કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ, જેથી કરીને કોઈ અન્ય યુવકને આ પ્રકારનું પગલું ન ભરવું પડે.
વહુ તેના બોયફ્રેંડ સાથે રહેવાનું કહેતી હતી
પિતા અનુસાર, તેમના પુત્રના લગ્ન 30 જાન્યુઆરી 2024 નારોજ બરહન સાથે થઈ હતી. તેમનો પુત્ર ટીસીએસમાં હતો માટે વહૂને મુંબઈ લઈ ગયો. તેમણે આગળ કહ્યું કે અમારી વહુ અવારનવાર ઝઘડો કરતી હતી અન પરિવારને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. વહુ તેના બોયફ્રેંડ સાથે રહેવાની વાત કરતી હતી. 23 ફેબ્રુઆરીએ પુત્ર અને વહુ મુંબઈ ગયા હતા. તે દિવસે જ માનવ પત્નીને છોડવા તેના સાસરે ગયો હતો. પિતાનો આરોપ છે કે ત્યાં વહૂના પિયરિયાઓએ માનવને ધમકાવ્યો હતો.





