Teacher’s Day 2024 : 5 સપ્ટેમ્બરે કેમ મનાવવામાં આવે છે શિક્ષક દિવસ? જાણો ટીચર્સ ડે 2024ની થીમ

Teacher’s Day 2024 Date : દેશમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માતા-પિતા પછી શિક્ષકો જ છે, જે કોઈ પણ સ્વાર્થ વિના આપણા જીવનને હકારાત્મકતા તરફ લઈ જવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરે છે અને આપણને દરેક સારી સલાહ આપે છે

Written by Ashish Goyal
September 03, 2024 22:04 IST
Teacher’s Day 2024 : 5 સપ્ટેમ્બરે કેમ મનાવવામાં આવે છે શિક્ષક દિવસ? જાણો ટીચર્સ ડે 2024ની થીમ
Teacher’s Day 2024 Date, History : દેશમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

Teacher’s Day 2024 Date, History: શિક્ષક દિવસ 2024 તારીખ, ઇતિહાસ : આપણા દેશમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માતા-પિતા પછી શિક્ષકો જ છે, જે કોઈ પણ સ્વાર્થ વિના આપણા જીવનને હકારાત્મકતા તરફ લઈ જવા માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરે છે અને આપણને દરેક સારી સલાહ આપે છે. જેથી આપણે જીવનના દરેક તબક્કે પ્રગતિ પ્રાપ્ત કરી શકીએ અને એક સારા વ્યક્તિ બની શકીએ.

શિક્ષકોની આ નિઃસ્વાર્થ ભાવના અને તેમના દ્વારા આપવામાં આવેલા દરેક સારી સલાહ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી દર વર્ષે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આ માટે 5 સપ્ટેમ્બરની પસંદગી કેમ કરવામાં આવી અને શિક્ષક દિનની ઉજવણીની શરૂઆત કેવી રીતે કરવામાં આવી? આવો જાણીએ ઈતિહાસ-

શિક્ષક દિવસ ઇતિહાસ (Teacher’s Day 2024 History)

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બરે થયો હતો. ડૉ. રાધાકૃષ્ણન આઝાદ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તેમજ એક મહાન શિક્ષક હતા. તેઓ મૈસૂર યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર હતા અને તે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઘણા મોટા યોગદાન આપ્યા હતા.

આ પણ વાંચો – Video : વંદે ભારત સ્લીપર ટ્રેનની પ્રથમ ઝલક

જ્યારે ડો.રાધાકૃષ્ણને 1962 માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી, ત્યારે તેમના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે વિદ્યાર્થીઓ ખાસ રાધાકૃષ્ણન પાસે મંજૂરી માંગવા પહોંચ્યા હતા. ત્યારથી જ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

શિક્ષક દિવસ 2024 થીમ શું છે? (Teacher’s Day 2024 Theme)

જણાવી દઈએ કે આ ખાસ દિવસની ઉજવણી માટે દર વર્ષે એક ખાસ થીમ પણ નક્કી કરવામાં આવે છે. શિક્ષક દિવસ 2024ની થીમ ‘સતત ભવિષ્ય માટે શિક્ષતોને સશક્ત બનાવવા’ (EmpoweringEducators for a Sustainable Future) રાખવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ