કોરોના સાથે જોડાયેલા આ 3 સવાલોના જવાબ હજુ પણ નથી મળ્યા, કયાંથી શરૂઆત થઈ, કેટલા મોત થયા અને…

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? ખરેખરમાં તેના કારણે કેટલા લોકોના મોત થયા અને કોરોનાની રસી વિશેની માહિકી, આવા ત્રણ પ્રશ્નો હજુ પણ લોકોના મનમાં આવે છે.

Written by Rakesh Parmar
Updated : January 03, 2025 18:41 IST
કોરોના સાથે જોડાયેલા આ 3 સવાલોના જવાબ હજુ પણ નથી મળ્યા, કયાંથી શરૂઆત થઈ, કેટલા મોત થયા અને…
કોરોના કયાંથી આવ્યો, ખરેખરમાં તેના કારણે કેટલા લોકોના મોત થયા?(Photo - Freepik)

વિશ્વમાં કોરોનાનો પ્રકોપ હવે ઘણી હદે સમાપ્ત થઈ ગયો છે. આ રોગચાળાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો પરંતુ હવે સ્થિતિ સારી છે, લોકો સુરક્ષિત છે. હવે પરિસ્થિતિ ચોક્કસપણે સુધરી છે પરંતુ ઘણા પ્રશ્નો હજુ પણ એક રહસ્ય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? મીડિયા રિપોર્ટ્સમાં તો ઘણા દાવા કરવામાં આવ્યા છે પરંતુ સાચો જવાબ શું છે? કોરોના કયાંથી આવ્યો, ખરેખરમાં તેના કારણે કેટલા લોકોના મોત થયા? આવા ત્રણ પ્રશ્નો હજુ પણ લોકોના મનમાં આવે છે.

પહેલો સવાલ- કોરોના વાયરસ ક્યાંથી આવ્યો?

વૈજ્ઞાનિકોને લાગે છે કે આ ચામાચિડીયા દ્વારા જ મનુષ્યોમાં ફેલાયો હશે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આનું કારણ એ છે કે મોટા ભાગના રોગો આ રીતે ફેલાય છે, તેથી અહીં પણ સમાન ઘટનાક્રમ લેવામાં આવ્યો હતો. સૌ પ્રથમ ચેપ અન્ય પ્રાણીઓમાં અને ત્યાંથી માણસોમાં ફેલાય છે. કારણ કે ચીનના વુહાનમાં પ્રાણીઓને કતલ કરવામાં આવે છે, એવું માનવામાં આવતું હતું કે આ કારણોસર ચેપ ફેલાયો હશે.

આ પણ વાંચો: દારૂના નશામાં ડ્રાઈવરે કરી વિચિત્ર હરકત, બચવા માટે રિક્ષામાં કૂદી ગઈ મહિલા

બીજો સવાલ- કોરોનાને કારણે કેટલા મોત થયા?

કોરોનાને કારણે 20 મિલિયન લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, તેના સભ્ય દેશોએ આ વાયરસના કારણે 7 મિલિયન લોકોના મોતની પુષ્ટિ કરી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે વાસ્તવિક આંકડો ત્રણ ગણો વધારે હોઈ શકે છે. એકલા અમેરિકામાં જ કોરોના સમયગાળા દરમિયાન એક સપ્તાહમાં કોવિડને કારણે 900 લોકોના મોત થયા છે. ત્યાં પણ આ વાયરસ સૌથી વધુ વૃદ્ધોને અસર કરી રહ્યો છે.

ત્રીજો પ્રશ્ન- કોરોનાની રસી વિશે શું જાણીએ છે?

કોરોનાની રસી રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવી છે. અમેરિકા હોય, ચીન હોય કે બ્રિટન, દરેકે પોતપોતાના સ્તરે વેક્સીનના ઉત્પાદન પર કામ કર્યું હતું. ભારતે પણ Covaxin બનાવીને ઈતિહાસ રચ્યો છે. આના પર બીજા ઘણા પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. તે પ્રયત્નોને કારણે જ ઘણા લોકોના જીવ બચી શક્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ