TMC Candidates Lok Sabha Elections 2024 : પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે ટીએમસી એ કોલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી પોતાના લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે.બંગાળમાં 42 લોકસભા બેઠક છે અને તૃણમુલ કોંગ્રેસ તમામ બેઠકો પર ચૂંટણી લડશે. ટીસીએમના ઉમેદવારોમાં ક્રિકેટર યુસુફ પઠાણનો સમાવેશ થાય છે.
ટીએમસીના આ કાર્યક્રમમાં પક્ષના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પક્ષના મહાસચિવ અભિષેક બેનર્જી અને લોકસભાના ઉમેદવારો હાજર રહ્યા હતા.
ટીએમસી દ્વારા લોકસભા ચૂંટણી માટે 42 ઉમેદવાર જાહેર
કોલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજી ટીએમસી લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરી છે. આ દરમિયાન ટીએમસીએ રાજ્યની 42 લોકસભા બેઠક માટે 42 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનને મમતા બેનર્જીનો ઝટકો
ટીએમસીના મહાસચિવ અને મમતા બેનર્જી ના ભત્રીજા અભિષેક બેનર્જી મહત્વપૂર્ણ ભાષણ આપ્યુ હતું. આ દરમિયાન ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ ભાજપ, કોંગ્રેસ અને ડાબેરીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. અભિષેક બેનર્જીએ કહ્યું કે, માત્ર ભાજપ સાથે જ નહીં, અમારી લડાઈ કોંગ્રેસ અને લેફ્ટ સાથે પણ છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે, કોંગ્રસ સહિત વિવિધ વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનનો ટીએમસી એક હિસ્સો છે. તેમ છતાં તેણે બંગાળમાં તમામ બેઠકો ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.
ટીએમસીના ક્યા ઉમેદવાર ક્યાંથી લડશે
લોકસભા બેઠક | ઉમેદવાર |
---|---|
કૂચ બિહાર | જગદીશ ચંદ્ર બસુનિયા |
અલીપુરદ્વાર | પ્રકાશ ચિકબરાઈ |
જલપાઈગુડી | નિર્મલ રોય |
દાર્જિલિંગ | ગોપાલ લામા |
રાયગંજ | કૃષ્ણા કલ્યાણી |
બાલુરઘાટ | બિપ્લબ મિત્ર |
માલદા આન્સર | પ્રસુન બેનર્જી |
માલદા દક્ષિણ | શાનવાઝ અલી રહેમાન |
જાંગીપુર | ખલીલુલ રહેમાન |
બહેરામપુર | યુસુફ પઠાણ |
મુર્શિદાબાદ | અબુ તાહેર ખાન |
કૃષ્ણનગર | મહુઆ મૈત્રા |
રાણાઘાટ | ક્રાઉન જ્વેલ પ્રોસેસર |
બાણગાંવ | બિશ્વજીત દાસ |
બેરકપુર | પાર્થ ભૌમિક |
દમ દમ | સૌગાત રોય |
બારાસત | કાકલી ઘોષ દસ્તીદાર |
બસીરહાટ | હાજી નુરુલ ઈસ્લામ |
જયનગર | પ્રતિમા મંડળ |
મથુરાપુર | બાપી હલદર |
ડાયમંડ હાબરા | અભિષેક બેનર્જી |
જાદવપુર | સયાની ઘોષ |
કોલકાતા દક્ષિણ | માલા રોય |
કોલકાતા ઉત્તર | સુદીપ બેનર્જી |
હાવડા | પ્રસુન બેનર્જી |
ઉલુબેરિયા | સજના અહેમદ |
શ્રીરામપુર | કલ્યાણ બેનર્જી |
હુગલી | રચના બેનર્જી |
આરામબાગ | મિતાલી બાગ |
તમલુક | દેવાંશુ ભટ્ટાચાર્ય |
કંઠી | ગુડ હાઉસકિપર |
ઘાટલ | દીપક અધિકારી |
ઝારગ્રામ | કાલિપદ સરન |
મેદિનીપુર | જૂને માલિયા |
પુરુલિયા | શાંતિરામ મહતો |
બાંકુરા | અરૂપ ચક્રવર્તી |
બર્દવાન પૂર્વ | ડૉ. શર્મિલા સરકાર |
બર્દવાન આન્સર | કીર્તિ આઝાદ |
આસનસોલ | શત્રુઘ્ન સિંહા |
બોલપુર | અસિતકુમાર માલ |
બીરભૂમ | શતાબ્દી રોય |
બિષ્ણુપુર | સુજાતા મંડળ |
આ પણ વાંચો | લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો, સાંસદ બ્રિજેન્દ્ર સિંહનું રાજીનામું; કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો
તમને જણાવી દઇયે કે, પશ્ચિમ બંગાળ માં કુલ 42 લોકસભા બેઠકો છે. જેમા 32 બિન અનામત બેઠકો છે. તો 10 અનુસૂચિત જાતિ (એસસી) અને 2 અનુસૂચિત જનજાતિ (એસટી) ઉમેદવારો માટે અનામત છે.