Today News Live Updates : સંસદની સુરક્ષા ચૂકની ઘટના, લલિત ઝા ને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

15 December 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું.

15 December 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Lalit Jha | Parliament Security Breach

સંસદની સુરક્ષા ચૂકની ઘટનામાં માસ્ટરમાઇન્ડ ગણાતા લલિત ઝા ને શુક્રવારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો

Gujarat National world daily News latest update: ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • Indian Railways: દરેક મુસાફરને મળશે કન્ફર્મ ટિકિટ! ભારતીય રેલવે 1 કરોડની નવી ટ્રેનો ખરીદશે, અશ્વિની વૈષ્ણવે જણાવ્યો મેગા પ્લાન

Indian Railways Trains Ticket Booking : ભારતીય રેલવેએ આગામી 15 વર્ષમાં જૂની ટ્રેનોના સ્થાને નવી ટ્રેનો દોડાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દેશમાં વસ્તી વૃદ્ધિ અનુસાર આગામી ચાર-પાંચ વર્ષમાં 1000 કરોડ મુસાફરો માટે ક્ષમતા વધારવી પડશે, જેની 3000 વધારાની ટ્રેનોની જરૂર પડશે. વધુ વાંચો

  • Dheeraj Sahu : 351 કરોડ રૂપિયા જપ્ત થયા પછી પ્રથમ વખત ધીરજ સાહુનું આવ્યું નિવેદન, કહ્યું – પૈસા સાથે મારે કોઇ લેવા દેવા નથી
Advertisment

Dheeraj Sahu Cash : કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ધીરજ સાહુએ આવકવેરા વિભાગના દરોડા બાદ પહેલીવાર મીડિયામાં નિવેદન આપ્યું. વધુ વાંચો

  • New Year 2024: ગોવા – શિમલા નહીં આ મંદિરમાં દિવ્ય દર્શનથી કરો વર્ષ 2024ની શરૂઆત, સમગ્ર વર્ષ શુભ અને મંગલમયી રહેશે

Temples Visit In New Year 2024: નવા વર્ષની શરૂઆત મંદિર દર્શન સાથે કરવી શુભ માનવામાં આવે છે. તમે વૈષ્ણો દેવી મંદિર, ઉજ્જૈન મહાકાલ મંદિરમાં દિવ્ય દર્શન સાથે નવા વર્ષ 2024ની શરૂઆત કરીને સમગ્ર વર્ષની ઉર્જા-શક્તિ મેળવી શકો છો. વધુ વાંચો

  • Loksabha Election 2024 : હાથ લાગ્યો વિપક્ષનો OBC દાવ, શાહી ઈદગાહ-અયોધ્યાએ હિન્દુત્વને આપી ધાર, ભાજપે એક સાથે સાધ્યા મંડલ-કમંડલ?

Loksabha Election 2024 : છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભાજપના હિન્દુત્વવાદી રાજકારણને એક નવી ધાર મળી છે. આ ધાર પાછળ પાર્ટીની પોતાની રણનીતિ છે એટલું જ નહીં, કોર્ટના કેટલાક નિર્ણયોએ પણ તેમની વિચારધારાને એક સહમતિ આપવાનું કામ કર્યું છે. વધુ વાંચો

  • China : ચીનમાં બે ટ્રેનોની ટક્કરમાં 515 ઇજાગ્રસ્ત, 102ના હાડકા તૂટ્યા, ભારે હિમવર્ષા બતાવવામાં આવી રહ્યું છે કારણ

China Train Accident : બેઇજિંગના પશ્ચિમી પર્વતીય વિસ્તારમાં ચાંગપિંગ લાઇન પર ગુરુવારે સાંજે આ અકસ્માત થયો હતો, સબવે ટ્રેનના ડબ્બા અલગ થઈ ગયા. વધુ વાંચો

  • Hardik Pandya : આઈપીએલ 2024 : મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો

Hardik Pandya Mumbai Indians captain : હાર્દિક પંડ્યા આ વર્ષે જ ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો છે. વધુ વાંચો

  • જામનગર નું અલંગ : સચાણા શિપબ્રેકિંગ યાર્ડ ફરી ધમધમતુ થયું, પહેલી શિપ બ્રેકિંગ માટે પહોંચી, હજારો લોકોને મળશે રોજગારી

Jamnagar Sachana Shipbreaking Yard : જામનગર નજીક સચાણા શિપ બ્રેકિંગ યાર્ડમાં 11 વર્ષ બાદ પ્રથમ શિપ બ્રેકિંગ માટે પહોંચી છે. જેને જોઈ સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. વધુ વાંચો

  • સંસદની સુરક્ષા ચૂકની ઘટના, લલિત ઝા ને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

સંસદની સુરક્ષા ચૂકની ઘટનામાં માસ્ટરમાઇન્ડ ગણાતા લલિત ઝા ને શુક્રવારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 7 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યો છે. લલિત ઘટના સમયે સંસદની બહાર હાજર હતો. તે અન્ય આરોપીઓના આઈડી કાર્ડ અને ફોન લઇને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

  • Sensex 71000: શેરબજારમાં ફુલગુલાબી તેજી, સેન્સેક્સ પહેલીવાર 71000ને પાર; ડિસેમ્બરમાં રોકાણકારોને 22.23 લાખ કરોડની કમાણી

Sensex Crosses 71000, Nifty New Record High: સેન્સેક્સ પહેલીવાર 71000ની સપાટી કુદાવી નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. તો નિફ્ટીએ પણ ઐતિહાસિક ટોચે બનાવી હતી. બીએસઇની માર્કેટકેપ પણ 357.87 લાખ કરોડની ઉંચાઇએ પહોંચી હતી. વધુ વાંચો

  • IND vs SA : શુભમન, યશસ્વી, સૂર્યકુમાર બહાર, આ ટીમ સાથે ભારત હવે દક્ષિણ આફ્રિકા સામે વન-ડે શ્રેણી રમશે

India vs South Africa ODI : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થશે. બીજી મેચ 19 ડિસેમ્બરે રમાશે, ટી20 શ્રેણીમાં રમેલા ઘણા મોટા ચહેરાઓ જોવા મળશે નહીં. વધુ વાંચો

  • હવે ક્રિકેટ મેદાન પર વાદળી રંગમાં નહીં જોવા મળે 7 નંબરની જર્સી, એમએસ ધોની માટે BCCIએ ઉઠાવ્યું પગલું

બીસીસીઆઈએ પોતાના દિગ્ગજ બેટ્સમેનના સન્માન માટે આ નિર્ણય લીધો છે. બોર્ડે સાત નંબરની જર્સીને નિવૃત્ત કરી છે. ધોનીએ ત્રણ વર્ષ પહેલા 2020માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું હતું. વધુ વાંચો

  • ગુજરાત સરકાર અને બ્રિટિશ કાઉન્સિલે ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે વ્યૂહાત્મક એમઓયુ પર કર્યા હસ્તાક્ષર

શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ક્રોસ કલ્ચરલ એક્સચેન્જ માટે ત્રણ વર્ષનો રોડમેપ તૈયાર કરાશે. આંતરરાષ્ટ્રીય સહયોગના માધ્યમથી પ્રણાલીગત, સંસ્થાકીય અને વ્યક્તિગત પરિવર્તનને સક્ષમ કરાશે. વધુ વાંચો

  • ભજનલાલ શર્માએ લીધી રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે શપથ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ ભાજપની સરકાર બની છે. આજે રાજસ્થાનના મુખ્યમંત્રી શપથવિધિ સમારોહ યોજાયો છે. જેમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે દીયા કુમારી અને પ્રેમચંદ બૈરયાએ નાયબ મુખ્મયંત્રી તરીકે પણ શપથ ગ્રહણ કર્યા છે.

  • મુખ્યમંત્રીના શપથ લેતા પહેલા ભજનલાલ શર્માએ માતા-પિતાના પગ ધોઈ લીધા આશિર્વાદ

આજે રાજસ્થાનના નવા મુખ્યમંત્રીનો શપથ સમારોહ છે. ત્યારે ભાજપના નેતા અને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયેલા ભજપનાલ શર્માએ શપથ ગ્રહણ કરતા પહેલા માતા-પિતાના પગ ધોયા હતા અને આશીર્વાદ લીધા હતા.

  • સંસદના બેને ગૃહોમાં ફરી હંગામો, પોલીસ માસ્ટરમાઇન્ડ લલિતના દોસ્તો સાથે કરી રહી છે પૂછપરછ

સંસદની સુક્ષામાં ચૂક બાદ શિયાળુ સત્રમાં ભારે હંગામો ચાલી રહ્યો છે. આજે પણ લોકસભા અને રાજ્યસભામાં કાલની જેમ જ હોબાળો જોવા મળ્યો છે. બુધવારે હંગામા બાદ લોકસભામાંથી 14 સાંસદોને ખોટો વ્યવહાર કરવા બદલ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત રાજ્યસભામાં પણ એક સાંસદને સસ્પેન્ડ કરાયા હતા. ગુરુવારે સંસદની સુરક્ષા ભંગ કરવાની ઘટનામાં મુખ્ય આરોપી લલિત ઝાએ સાંજે સરેન્ડર કર્યું હતું. પોલીસ લલિત અને તેના મિત્રની પૂછપરછ કરી રહી છે.

  • Kamurta 2023: કમુરતા શરૂ થવાનો સાચો સમય કયો? આ સમયમાં શું કરવું અને શું ન કરવું?

Kamurta 2023, date time, kharmas puja vidhi : હિન્દુ શાસ્ત્રમાં કમુરતાનું આગવું મહત્વ છે. કમુરતાને ખરમાસ કે મલમાસ પણ કહેવાય છે. હિન્દુ ધર્માં સંક્રાંતિ તિથિનું ખાસ મહત્વ છે. ધાર્મિક મત છે કે સંક્રાંતિ તિથિ પર ગંગા નદીમાં સ્નાન કરવાથી અજાણ્યામાં કરેલા પાપમાંથી મુક્તિ મળે છે. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કમુરતામાં શુભ કાર્યો કરવા પર મનાઇ ફરમાવવામાં આવે છે. કમુરતાનો સમય 30 દિવસનો હોય છે. કમુરતા બેસતાની સાથે જ એક મહિના માટે શુભ કાર્યો નહીં થાય. જ્યોતિષની માનીએ તો સૂર્યદેવના ધન રાશિમાં ગોચરથી કમુરતા શરુ થાય છે.જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને મકરમાં પ્રવેશ કરે છે ત્યારે કમુરતા પુરા થાય છે. કમુરતા ઉતરતાની સાથે શુભ કાર્યોની શરુઆત થાય છે. વધુ વાંચો

  • માલદીવમાં ભારતને વધુ એક ઝટકો! સૈનિકો પાછા ખેંચી લેવા કહ્યા બાદ હવે તોડ્યો આ ખાસ કરાર

Indian Maldives Relations : ભારતને માલદીવમાંથી તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચી લેવાના લગભગ એક મહિના પછી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સરકારે હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ પર ભારત સાથેની અગાઉની સરકારના કરારને લંબાવવાનો નિર્ણય લીધો નથી. આ કરાર પર 8 જૂન, 2019 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના આમંત્રણ પર માલદીવની મુલાકાત લીધી હતી. કરાર અનુસાર ભારતને માલદીવના પ્રાદેશિક પાણી, અભ્યાસ અને ચાર્ટ રીફ, લગૂન, બીચ, સમુદ્રી પ્રવાહો અને ભરતીના સ્તરનું હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વધુ વાંચો

  • Winter : શિયાળામાં વધુ ઊંઘ શા માટે? જાણો એપક્સર્ટ શું કહે છે?

Winter : શું તમે ક્યારેય અવલોકન કર્યું છે કે આપણે ઉનાળા કરતાં શિયાળા (Winter) માં વધુ ઊંઘીએ છીએ. તે શા માટે છે? કારણ કે નિષ્ણાંતોના મતે ઋતુની સાથે આપણી ઊંઘવાની આદતો (Sleeping Habits) બદલાતી રહે છે. ચાલો આજે તેના વિશે વિગતવાર જાણીએ. વધુ વાંચો

  • IB Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો બમ્પર ભરતી, સરકારી નોકરી માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

ગૃહ મત્રાલયે ગુજરાતના દેશના વિવિધ શહેરો માટે કુલ 995 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા અરજી મંગાવી હતી. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની આજે એટલે કે 15 ડિસેમ્બર 2023 છેલ્લી તારીખ છે. વધુ વાંચો

  • Parliament Security breach : લોકસભા સુરક્ષા ચૂક, UAPA લગાવવાથી લઇને માસ્ટરમાઇન્ડ લલિતના સરેન્ડર સુધી, જાણો તપાસમં શુ બહાર આવ્યું?

lok sabha Security Breach, latest updates: સ્મોક એટેકનો પાંચમા આરોપી લલિતે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. સંસદમાં સુરક્ષા ક્ષતિમાં તે મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે, તેણે અન્ય તમામ આરોપીઓના ફોન પોતાની પાસે રાખ્યા હતા અને તે સ્થળ પરથી ભાગી ગયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, લલિત પોતે ગુરુવારે પોલીસ સ્ટેશન આવ્યો હતો અને આત્મસમર્પણ કર્યું હતું. . હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. વધુ વાંચો

  • Gujarat Weather Updates: ગુજરાતમાં ઠંડીમાં મીશ્ર વલણ, નલિયા 10.5 ડિગ્રી સાથે ઠંડુ શહેર, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતમાં શિયાળો હજી જોઈએ એવો જામ્યો નથી. ડિસેમ્બર મધ્યમાં મોટાભાગે શિયાળો ફૂલબહારમાં હોય છે. આ સમયે કડકડતી ઠંડી પણ પડતી હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે પ્રમાણસરની ઠંડી પડી રહી છે. જોકે, છેલ્લા બે દિવસમાં ઠંડીમાં જાજો કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, નલિયામાં ઠંડીનો પારો એક ડિગ્રી જેટલો ગગડ્યો હતો. આમ નલિયા 10.5 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ઓખામાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાયું હતું. વધુ વાંચો

  • Lok Sabha Security Breach : આરોપીઓ લાવ્યા હતા PMને ગુમ જાહેર કરતા પેમ્ફલેટ, ઈનામનો પણ ઉલ્લેખ હતો

કોર્ટે ચારેય આરોપીઓની 7 દિવસની કસ્ટડી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આપી હતી. દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે આ એક સુનિયોજિત કાવતરું હતું અને ભારતની સંસદ પર હુમલો હતો. વધુ વાંચો

  • Winter : શિયાળામાં ઠંડીથી બચાવશે આ “જાદુઈ પ્રાણાયામ” આ ટેકનીક શરીરનું ઓક્સિન લેવલ પણ વધારશે, જાણો

Winter Morning Routine In gujarati : સવારે કડકડતી ઠંડીમાં આ ”જાદુઈ પ્રાણાયામ” ટેક્નિક અસરકારક છે. આ યોગિક પ્રાણાયામ ટેકનિક છે, જે પ્રાચીન પરંપરાઓમાં મૂળ ધરાવે છે. વધુ વાંચો

  • આજનો ઇતિહાસ 15 ડિસેમ્બર: સરદાર વલ્લભભાઇ પટેલની પૃણ્યતિથિ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં કેટલો ખર્ચ થયો છે?

Today History 15 December: આજે 15 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો

  • Daily Horoscope, 15 December 2023, આજનું રાશિફળ : રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મિથુન રાશિના જાતકો માટે આજે લાભદાયક સોદો નક્કી કરી શકે છે

today Horoscope, 15 December 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ