Live

Today News Live: વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો મેલ

Gujarat Latest Live News Update Today in Gujarati 18 December 2025: અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પછી હવે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેઈલ પ્રમાણે 1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો ઉડાવી દઇશુંનો મેસેજ મળ્યો છે.

Written by Ankit Patel
Updated : December 18, 2025 22:21 IST
Today News Live: વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો મેલ
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી - photo- Social media

Today Latest News Live Update in Gujarati 18 December 2025: અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પછી હવે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેઈલ પ્રમાણે 1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો ઉડાવી દઇશુંનો મેસેજ મળ્યો છે. આ ઈમેઈલ બાદ તંત્ર દોડતું થયું હતું. સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે દોડી જઈને કલેક્ટર કચેરીને ખાલી કરાઈ હતી. અને અંદર બહાર બંને જગ્યાઓએ તપાસ હાથધરી હતી.

Read More
Live Updates

ભારતમાં 5,000 થી વધુ સરકારી શાળાઓમાં 'ઝીરો એનરોલમેન્ટ', સંસદમાં રજૂ કરાયેલા ડેટાએ શિક્ષણ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

5,000 થી વધુ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી માત્ર આંકડાકીય માહિતી નથી, પરંતુ દેશની શિક્ષણ પ્રણાલી માટે જાગૃતિનો સંકેત છે. આ મુદ્દો ફક્ત શાળાઓનો નથી, પરંતુ ભાવિ પેઢીઓ અને સમાન શિક્ષણના તેમના અધિકારનો પણ છે. …સંપૂર્ણ માહિતી

Express Adda: સચિન તેંડુલકરથી પ્રેરિત છે ઝાકિર ખાન, હિન્દી ભાષાને ગણાવ્યો પ્રેમ

Zakir Khan Express Adda : ભારતના પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન, લેખક અને કવિ ઝાકિર ખાને ઈન્ડિયન એક્સપ્રેસના Express Adda માં હાજરી આપી હતી …બધું જ વાંચો

ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી, હાર્દિક પંડ્યા રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે દેખાયો

Indian Cricket Team Ahmedabad : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 19 ડિસેમ્બરને શુક્રવારના રોજ રમાશે, ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે …વધુ માહિતી

જીવન બદલાઈ જશે…બસ થોડી શિસ્ત અને દિનચર્યામાં નિયમિત અપનાવો આ 5 આદતો

Healthy Morning Routine: જો તમે આખો દિવસ ખુશ રહેવા માંગતા હોવ અથવા પોઝિટિવ રહેવા માંગતા હો તો તમારે સવારે ઉઠ્યા પછી કેટલીક વસ્તુઓ કરવી જોઈએ. આ આદતો તમારા જીવનમાં મોટો ફરક લાવી શકે છે. બસ થોડી શિસ્ત અને કેટલીક નિયમિત દિનચર્યાની જરુર છે જે તમને સફળતા લાવશે. ચાલો તેમના વિશે જાણીએ …અહીં વાંચો

RR Full Squad : રવિ બિશ્નોઇને 7 કરોડ રુપિયામાં ખરીદ્યો, આવી છે રાજસ્થાન રોયલ્સ ટીમ

IPL 2026 RR Players List, Full Squad: આઈપીએલ 2026ની હરાજીમાં, રાજસ્થાન રોયલ્સે 9 ખેલાડીઓ ખરીદ્યા હતા. રવિ બિશ્નોઇને 7 કરોડ રુપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. જાણો હવે કેટલી મજબૂત છે રાજસ્થાનની ટીમ …સંપૂર્ણ વાંચો

Today News Live: વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો મેલ

અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પછી હવે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેઈલ પ્રમાણે 1 વાગ્યા સુધીમાં ખાલી કરી દેજો નહીં તો ઉડાવી દઇશુંનો મેસેજ મળ્યો છે. આ ઈમેઈલ બાદ તંત્ર દોડતું થયું હતું. સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે દોડી જઈને કલેક્ટર કચેરીને ખાલી કરાઈ હતી. અને અંદર બહાર બંને જગ્યાઓએ તપાસ હાથધરી હતી.

Ojas Gujarat bharti: ગુજરાતમાં સરકારી નોકરીની 100 જગ્યાઓ પર ભરતી, કોણ કરી શકશે અરજી?

GSSSB Assistant Librarian Bharti 2025: ઓજસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મદદનીશ ગ્રંથપાલ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …બધું જ વાંચો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: ચાર વર્ષ પછી પણ 87 કિલોમીટરનો રસ્તો અધૂરો, NHAI અને કોન્ટ્રાક્ટર આમને-સામને

Delhi-Mumbai Expressway project In Gujarat : હવે ચાર વર્ષ પછી ગુજરાતમાં આ ત્રણ વિભાગો પરના કામની સમીક્ષા કરતી વખતે એવું બહાર આવ્યું છે કે ફક્ત 20 ટકા કામ પૂર્ણ થયું છે. ફક્ત 87 કિલોમીટરનો રસ્તો બનાવવાનો બાકી છે, છતાં તે પણ અધૂરો રહે છે. …સંપૂર્ણ માહિતી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: ચાર વર્ષ પછી પણ 87 કિલોમીટરનો રસ્તો અધૂરો, NHAI અને કોન્ટ્રાક્ટર આમને-સામને

Delhi-Mumbai Expressway project In Gujarat : હવે ચાર વર્ષ પછી ગુજરાતમાં આ ત્રણ વિભાગો પરના કામની સમીક્ષા કરતી વખતે એવું બહાર આવ્યું છે કે ફક્ત 20 ટકા કામ પૂર્ણ થયું છે. ફક્ત 87 કિલોમીટરનો રસ્તો બનાવવાનો બાકી છે, છતાં તે પણ અધૂરો રહે છે. …સંપૂર્ણ માહિતી

Year Ender 2025: ટ્રમ્પ સરકારના 10 મોટા નિર્ણયો જેનાથી 2025માં ઉથલપાથ લઈ ગયું વિદ્યાર્થીઓ અને વર્કર્સ જીવન

Donald Trump 10 Decision In 2025 : 2025ના અંત તરફ આગળ વધતાં ચાલો આ વર્ષે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા 10 નિર્ણયોની તપાસ કરીએ જેના કારણે વિદ્યાર્થી-કામદારો માટે સૌથી વધુ તણાવ સર્જાયો. …બધું જ વાંચો

Today News Live: ડેનમાર્કમાં શાળાઓ અને યુનિવર્સિટીઓમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ

યુરોપિયન દેશ ડેનમાર્ક હવે શાળાઓ અને યુનિવર્સિટીઓમાં બુરખા, નકાબ અને અન્ય ચહેરો ઢાંકતા કપડાં પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યો છે. ડેનમાર્કમાં પહેલાથી જ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ છે, અને હવે તે શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પણ આ પ્રતિબંધ લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. દેશના ઇમિગ્રેશન અને એકીકરણ મંત્રી, રાસમસ સ્ટોકલંડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બુરખા, નકાબ અથવા લોકોના ચહેરા ઢાંકતા કપડાંનું ડેનિશ વર્ગખંડોમાં કોઈ સ્થાન નથી.” સ્ટોકલંડને AFP દ્વારા ટાંકીને કહેવામાં આવ્યું હતું કે જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પહેલાથી જ પ્રતિબંધ છે, અને આ ચોક્કસપણે શૈક્ષણિક સંસ્થાઓ પર પણ લાગુ થવું જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ