Today Latest News Live Update in Gujarati 22 November 2025: આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સામે મોટી સફળતા મેળવતા, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સીધા જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય શસ્ત્ર દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ કામગીરીમાં આંતરરાજ્ય શસ્ત્ર દાણચોરી મોડ્યુલના ચાર મુખ્ય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
ગેરકાયદેસર વિતરણ માટે બનાવાયેલ અદ્યતન વિદેશી બનાવટના શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડીસીપી સંજીવ કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ મુજબ, પોલીસે પુષ્ટિ આપી છે કે હથિયારો ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી દેશમાં દાણચોરી કરવામાં આવ્યા હતા, જે સરહદ પાર ઘૂસણખોરીની અત્યંત આધુનિક અને ચિંતાજનક પદ્ધતિ તરફ ઈશારો કરે છે.





