Today Latest News Update in Gujarati 13 November 2025: સોમવારે દિલ્હીના લાલ કિલ્લા પર કાર બોમ્બ વિસ્ફોટ થયાના બે દિવસ પછી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) અને મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત પાંચ એરપોર્ટને બોમ્બની ધમકી મળી હતી. ધમકી બાદ ત્રણ ફાયર બ્રિગેડ વાહનો એરપોર્ટ પર મોકલવામાં આવ્યા હતા.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્ડિગો એરલાઇન્સને સાંજે 4 વાગ્યે એક ઇમેઇલ ધમકી મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈ, તિરુવનંતપુરમ, ચેન્નાઈ અને ગોવાના એરપોર્ટ ઉપરાંત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) ના ટર્મિનલ 3 પર બોમ્બ મૂકવામાં આવ્યો છે. જોકે, પ્રારંભિક તપાસ પછી, બોમ્બની ધમકીને ખોટી જાહેર કરવામાં આવી હતી.





