Today Latest News Update in Gujarati 4 November 2025: મંગળવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં ગેસ સિલિન્ડર ફૂટ્યો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. બિલ્ડિંગના સેન્ટ્રલ એસી સિસ્ટમનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી સુપ્રીમ કોર્ટની ઇમારત હચમચી ગઈ હતી અને અંધાધૂંધી મચી ગઈ હતી.
સિલિન્ડર વિસ્ફોટની જાણ થતાં જ વકીલો, ન્યાયાધીશોનો સ્ટાફ અને અન્ય કર્મચારીઓ તાત્કાલિક કોર્ટની બહાર દોડી આવ્યા હતા, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ જોરદાર વિસ્ફોટ દૂર દૂર સુધી ગુંજ્યો હતો. બચાવ ટીમો અને સુરક્ષા કર્મચારીઓ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એસી પ્લાન્ટ પાસે કામ કરી રહેલા ઘાયલ કામદારોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.





