Today Latest News Live Update in Gujarati 7 November 2025: ગુજરાતી લોકસાહિત્યના સુપ્રસિદ્ધ દિગ્ગજ લેખક, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તેમણે 85 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે. જોરાવરસિંહ જાદવના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાત સાહિત્ય જગતમાં ઊંડો શોક ફેલાયો છે. જોરાવરસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું. તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોકસાહિત્યને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી હતી.





