Today News : પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર નાસભાગ, અનેક મુસાફરો ઘાયલ

Gujarat Latest News Update Today in Gujarati 13 October 2025: પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર રવિવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો. ટ્રેન પકડવા માટે દોડી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ, જેના કારણે 10 થી 12 મુસાફરો ઘાયલ થયા.

Written by Ankit Patel
Updated : October 14, 2025 00:03 IST
Today News : પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર નાસભાગ, અનેક મુસાફરો ઘાયલ
પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર નાસભાગ (Photo: IANS/X)

Today Latest News Update in Gujarati 13 october 2025: પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર રવિવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો. ટ્રેન પકડવા માટે દોડી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ, જેના કારણે 10 થી 12 મુસાફરો ઘાયલ થયા. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર સ્ટેશન પર અંધાધૂંધી મચી ગઈ. મીડિયા અહેવાલો દર્શાવે છે કે ઘાયલોને સારવાર માટે બર્ધમાન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે, મુસાફરોએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ 4, 6 અને 7 પર લગભગ એક સાથે ત્રણ ટ્રેનો ઉભી રહી ત્યારે આ અકસ્માત થયો હતો. જેના કારણે ટ્રેન પકડવા માટે ઉતાવળ થઈ, જેના કારણે મોટો અકસ્માત થયો.

Read More
Live Updates

ધનતેરસ પર સોનું-ચાંદી ખરીદી શકતા નથી તો આ 5 વસ્તુની ખરીદી કરો, માતા લક્ષ્મી થશે પ્રશન્ન, ધનના દરવાજા ખુલશે

Dhanteras 2025 Shopping : એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર કેટલીક વિશેષ વસ્તુઓની ખરીદી મા લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદ લાવે છે અને ઘરમાં સંપત્તિ અને સારા નસીબમાં વધારો કરે છે …સંપૂર્ણ માહિતી

મહિલા વર્લ્ડ કપ 2025 માં ભારત આવી રીતે પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં, જાણો આખું સમીકરણ

Womens World Cup 2025 Semi Final Race : મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત અત્યાર સુધી 4 મેચ રમ્યું છે. જેમાં 2 મેચમાં પરાજય થયો છે અને 2 મેચમાં વિજય થયો છે. ભારતના હવે 4 પોઈન્ટ છે અને રનરેટ હાલમાં +0.682 છે …અહીં વાંચો

ચહેરા પર કેવી રીતે લગાવવું ગુલાબજળ અને ફટકડી? આ રીતે ચમકી ઉઠશે

Health News Gujarati : જો બદલાતી ઋતુમાં તમારી ત્વચા પણ નિસ્તેજ અને થાકી ગઈ હોય તો તમે ચહેરા પર ફટકડી અને ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. ફટકડી અને ગુલાબજળ ત્વચા માટે કુદરતી ટોનરનું કામ કરે છે …વધુ વાંચો

ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલની સંસદને સંબોધિત કરી, કહ્યું - અરાજકતા ફેલાવનાર તાકાત હારી

Gaza Peace Summit Updates : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલની સંસદને સંબોધિત કરી હતી. તેમનું સંબોધન ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ વચ્ચે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની સંસદને સંબોધિત કરતા કહ્યું કે આ નવા મધ્ય પૂર્વ માટે ઐતિહાસિક શરૂઆત છે …વધુ માહિતી

Diwali 2025 Calendar: દિવાળીના પાંચ દિવસના તહેવારનું સૂંપૂર્ણ કેલેન્ડર, ધનતેરસથી લઇને ભાઇ બીજ ક્યારે છે, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

Diwali 2025: When is Diwali 2025: દિવાળી પાંચ દિવસનો ભવ્ય તહેવાર છે. દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્વ અને અલગ પૂજા વિધિઓ છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. ચાલો આ વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી (મહાલક્ષ્મી પૂજા), બેસતું વર્ષ (ગોવર્ધન પૂજા) અને ભાઈબીજ કઇ તારીખે આવે છે તે જાણીએ …વધુ વાંચો

Land Rover Defender : લેન્ડ રોવર ડિફેન્ડરનું સ્પેશ્યલ એડિશન લોન્ચ, જાણો કિંમત અને દમદાર ફિચર્સ

Land Rover Defender 110 Trophy Edition Launched : બ્રિટિશ ઓટોમેકર લેન્ડ રોવરે ભારતમાં પોતાની આઇકોનિક SUV નું સ્પેશ્યલ વર્ઝન Defender 110 Trophy Edition લોન્ચ કર્યું છે. આ લિમિટેડ-એડિશન મોડેલ ખાસ કરીને એ લોકો માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમને એડવેન્ચર અને ઓફ-રોડિંગનો શોખ છે …સંપૂર્ણ વાંચો

કેમ્પબેલ અને શાઇ હોપની સદી, ભારત સામે 51 વર્ષ પછી વેસ્ટ ઇન્ડીઝે કરી આવી કમાલ

IND vs WI, 2nd Test Match : ભારત સામેની દિલ્હી ટેસ્ટ મેચની બીજી ઈનિંગ્સમાં વેસ્ટ ઈન્ડીઝના ઓપનર જોન કેમ્પબેલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન સાઈ હોપે શાનદાર સદી ફટકારી હતી …વધુ વાંચો

હમાસે આજે મુક્ત થનારા 20 બંધકોના નામ જાહેર કર્યા, રેડ ક્રોસના વાહનો રવાના થયા

Gaza hostage release : હમાસે 20 ઇઝરાયલી બંધકોની યાદી જાહેર કરી છે જેમને સોમવારે સવારે મુક્ત કરવામાં આવશે. હમાસના સૂત્રોએ અલ-શાર્ક ન્યૂઝને જણાવ્યું હતું કે પ્રક્રિયા નિર્ધારિત સમય મુજબ શરૂ થશે. …વધુ માહિતી

જમ્મુ અને કાશ્મીરમાં ખીણમાં શિયાળા માટે સેના તૈયાર, પહેલગામ હુમલા પછી નવી સરહદ સુરક્ષા વ્યૂહરચના

Indian Army winter preparedness : ભારતીય સેનાએ શિયાળા પહેલા ખીણમાં અનેક જરૂરી પગલાં લીધા છે. સેના ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત બનાવી રહી છે, મુખ્ય માર્ગોને સીલ અને સુરક્ષિત કરી રહી છે, અને નિયંત્રણ રેખા (LoC) પર વાડ મજબૂત કરી રહી છે. …વધુ વાંચો

Weekly Government Bharti 2025 : આ સપ્તાહમાં GSSSB, ગુજરાત ST સહિત 5 મોટી ભરતી માટેની અરજી પ્રક્રિયા થશે બંધ

Government bharti online apply last date : આ અઠવાડિયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત એસટી કંડક્ટર, રેલ્વે અને અન્ય મુખ્ય વિભાગો માટે 5 મોટી ભરતીઓની સમયમર્યાદા આવી ગઈ છે. …સંપૂર્ણ માહિતી

Today News Live: પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર નાસભાગ, અનેક મુસાફરો ઘાયલ

પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર રવિવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો. ટ્રેન પકડવા માટે દોડી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઈ, જેના કારણે 10 થી 12 મુસાફરો ઘાયલ થયા. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર સ્ટેશન પર અંધાધૂંધી મચી ગઈ. મીડિયા અહેવાલો દર્શાવે છે કે ઘાયલોને સારવાર માટે બર્ધમાન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે, મુસાફરોએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ 4, 6 અને 7 પર લગભગ એક સાથે ત્રણ ટ્રેનો ઉભી રહી ત્યારે આ અકસ્માત થયો હતો. જેના કારણે ટ્રેન પકડવા માટે ઉતાવળ થઈ, જેના કારણે મોટો અકસ્માત થયો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ