Today News : જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં 12 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

Gujarat Latest News Update Today in Gujarati 14 October 2025: સુરક્ષા દળોએ મંગળવારે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. 13 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે નિયંત્રણ રેખા નજીક કુંભકરી જંગલોમાં શરૂ થયેલું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

Written by Ankit Patel
Updated : October 14, 2025 23:31 IST
Today News : જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં 12 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર
ભારતીય સેના ફાઇલ ફોટો (Photo- X)

Today Latest News Update in Gujarati 14 october 2025: સુરક્ષા દળોએ મંગળવારે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. 13 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે નિયંત્રણ રેખા નજીક કુંભકરી જંગલોમાં શરૂ થયેલું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓએ આ જ વિસ્તારમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અગાઉ, 8 સપ્ટેમ્બરના રોજ, સેનાએ કાશ્મીરના કુલગામમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક શોપિયનના અમીર અહેમદ ડાર તરીકે ઓળખાઈ ગયો હતો. તે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા 14 આતંકવાદીઓની યાદીમાં પણ તેનો સમાવેશ થતો હતો.

Read More
Live Updates

ભારતના ટોચના સેના અધિકારીનો દાવો, ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા

Operation Sindoor : ત્રણ દિવસના આક્રમણ દરમિયાન ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે સેવા આપનારા લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના નુકસાનનું પ્રમાણ તેમની સેના દ્વારા જાહેર કરાયેલા મરણોત્તર પુરસ્કારોની અસામાન્ય રીતે મોટી સંખ્યા પરથી અંદાજી શકાય છે …બધું જ વાંચો

લેહ પ્રશાસને સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 'સોનમ વાંગચુક 'રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક' ગતિવિધિયોમાં સામેલ હતા'

Sonam Wangchuk: મંગળવારે લેહ જિલ્લા મેજિસ્ટ્રેટે લદ્દાખના આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતને પડકારતી અરજીના જવાબમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું. …સંપૂર્ણ માહિતી

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તુટશે 3 દિગ્ગજોના રેકોર્ડ, રોહિત શર્મા અને વિરાટ કોહલી રચશે ઇતિહાસ?

IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 ઓક્ટોબરથી ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. આ શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય બાદ મેદાન પર પરત ફરશે. આ બન્ને ખેલાડીઓ સાથે મળીને ત્રણ દિગ્ગજ દિગ્ગજોના રેકોર્ડ તોડી શકે છે …વધુ વાંચો

Moto G100 2025 : મોટો G100 2025 થી પડદો ઉંચકાયો, જાણો કિંમત અને ફિચર્સ

Moto G100 (2025) Launched : મોટોરોલાએ પોતાનો નવો સ્માર્ટફોન મોટો G100 (2025) લોન્ચ કર્યો છે. નવા મોટોરોલા સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણો.
વધુ માહિતી

'IPS પૂરન કુમાર એક ભ્રષ્ટ પોલીસકર્મી હતા', ASI એ ગંભીર આક્ષેપો કર્યા બાદ આત્મહત્યા કરી

Rohtak ASI Sandeep Kumar suicide : રોહતકના અન્ય એક પોલીસ અધિકારીએ આત્મહત્યા કરી છે અને 3 પાનાની સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં એએસઆઈએ દિવંગત પૂરણ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે …વધુ વાંચો

રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર ગૌતમ ગંભીરે આપી હીંટ, જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું

Gautam Gambhir Press Conference : ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણી પહેલા શ્રેણી પહેલા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે વર્લ્ડકપ 2027 અને રોહિત-વિરાટના ભવિષ્ય અંગે પણ સંકેત આપ્યો છે
અહીં વાંચો

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોણ ક્યાંથી લડશે

Bihar Assembly Election 2025 : ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. એનડીએમાં સીટ શેરિંગ પહેલા જ ફાઇનલ થઇ ગઇ છે અને ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે …સંપૂર્ણ માહિતી

Today News Live: ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, 71 ભાજપના ઉમેદવારોના નામ જાહેર કર્યા, નંદ કિશોર યાદવ પટણા શહેરથી ફરી ચૂંટણી લડશે, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા અને મંગલ પાંડે પણ ચૂંટણી લડશે.

Ahmedabad Bharti 2025 : અમદાવાદમાં એક કલાકના ₹1000 કમાવાનો મોકો, અહીં વાંચો શું લાયકાત જોઈએ?

RBI Ahmedabad Recruitment in gujarati : RBI અમદાવાદ ભરતી અંતર્ગત બેંક મેડિકલ કન્સલ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …સંપૂર્ણ વાંચો

Explained: ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, પરંતુ શું શાંતિ ટકશે?

Israel-Hamas Ceasefire Explained : ગાઝામાં યુદ્ધવિરામ અને શાંતિ તરફની આ તાજેતરની પ્રગતિમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપે મુખ્ય ભૂમિકા ભજવી છે. હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયલે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ગાઝા પર યુદ્ધની ઘોષણા કરી. …વધુ વાંચો

Today News Live: જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં 12 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

સુરક્ષા દળોએ મંગળવારે સવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. 13 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે નિયંત્રણ રેખા નજીક કુંભકરી જંગલોમાં શરૂ થયેલું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓએ આ જ વિસ્તારમાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અગાઉ, 8 સપ્ટેમ્બરના રોજ, સેનાએ કાશ્મીરના કુલગામમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક શોપિયનના અમીર અહેમદ ડાર તરીકે ઓળખાઈ ગયો હતો. તે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા 14 આતંકવાદીઓની યાદીમાં પણ તેનો સમાવેશ થતો હતો.

Today News Live: પૂરણ કુમાર આત્મહત્યા કેસ: રાહુલ ગાંધી IPS અધિકારીના પરિવારને મળશે

હરિયાણા સરકારે DGP શત્રુજીત કપૂરને રજા પર ઉતારી દીધા છે. અગાઉ, વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારની આત્મહત્યા બાદ વધતા દબાણ વચ્ચે રોહતકના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજાર્નિયાની પણ બદલી કરવામાં આવી હતી.

દલિત સંગઠનોએ રાજ્ય સરકાર અને રાજકારણીઓને પરિવારને મળવા સામે ચેતવણી આપી છે. લોકસભામાં વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે ચંદીગઢમાં પરિવારને મળવાના છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે કે, “વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વાય. પૂરણ કુમાર (IPS) ના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે ચંદીગઢની મુલાકાત લેશે.” હરિયાણા સરકારે જણાવ્યું છે કે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ