Gujarat Latest News Update Today in Gujarati 14 September 2025 : અંકલેશ્વરની પનોલી જીઆઈડીસીમાં એક કેમિકલ કંપનીમાં આજે વહેલી સવાર ભયંકર આગ લાગવાની ઘટના બની છે. કેમિકલ કંપનીમાં આગ લાગવ્યા બાદ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આકાશ કાળા ધુમાડાથી ઢંકાઇ ગયું હતું. કેમિકલ કંપનીની આગની જ્વાલાઓ અને ધુમાડા દૂરથી દેખાતા હતા. 10થી વધુ ફાયર ફાયટરો કેમિકલ કંપનીની આગ ઓલાવવાની કામગીરી કરી રહ્યા છે.
ભારત પાકિસ્તાન મેચ સામે કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન
એશિયા કપ 2025માં ભારત પાકિસ્તાન મેચ વિરુદ્ધ કર્ણાટકમાં ઘણા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં લોકોએ પાકિસ્તાનના નક્શા અને બીસીસીઆઈ ના લોગોના પોસ્ટર લઇ પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા હતા.